Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહેટ સ્પીચ મામલે સપા નેતા આઝમ ખાનને રાહત નહીં, કોર્ટે અરજી ફગાવી:...

    હેટ સ્પીચ મામલે સપા નેતા આઝમ ખાનને રાહત નહીં, કોર્ટે અરજી ફગાવી: સજા યથાવત રહેશે, પેટાચૂંટણીનો પણ રસ્તો સાફ

    એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આઝમ ખાનના કેસ મામલે MP-MLA કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.

    - Advertisement -

    અભદ્ર ભાષા વાપરી નફરત ફેલાવતું ભાષણ કરવાનાના કેસમાં ખાનગી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની આઝમ ખાનની અરજી રામપુરની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે રામપુરની સેશન્સ કોર્ટને આઝમ ખાનની દોષિત ઠરાવવાની સ્ટે અરજી પર આજે સુનાવણી કરવાનો અને નિર્ણય કરવાનો આદેશ આપ્યો હતો. જેથી હવે રામપુર પેટાચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે.

    અહેવાલો અનુસાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આઝમ ખાનના કેસ મામલે MP-MLA કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ ઉપરાંત કોર્ટે તેમની સજા પણ યથાવત રાખતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આઝમ ખાન વતી પૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ ઈમરાન ઉલ્લાહે દલીલો કરી હતી. આ માટે તેમણે અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો.

    સપાના નેતા આઝમ ખાનને 27 ઓક્ટોબરે રામપુરની સાંસદ-ધારાસભ્ય અદાલતે દ્વેષભર્યા ભાષણ આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની જેલની સજા અને છ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટમાંથી ત્રણ વર્ષની સજા મળ્યા બાદ બીજા દિવસે 28 ઓક્ટોબરે તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું અને રામપુર વિધાનસભા બેઠક ખાલી જાહેર કરવામાં આવી હતી.

    - Advertisement -

    આ પછી ચૂંટણી પંચે રામપુર વિધાનસભા બેઠક માટે 5 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. પેટાચૂંટણીનું ગેઝેટ નોટિફિકેશન 10 નવેમ્બરે બહાર પડવાનું હતું. પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ 10 નવેમ્બરથી શરૂ થવાની હતી. દરમિયાન, સપા નેતા આઝમ ખાને 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

    આઝમ ખાને સરકારની ઈચ્છા અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. જેના પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સપા નેતા આઝમ ખાને બુધવારે જ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે મુદ્દે રામપુરની સેશન્સ કોર્ટને સુનવણી કરવાના આદેશ આપ્યા હતા, જે બાદ સેસન્સ કોર્ટે આઝમ ખાનની અરજી ફગાવીને એમપી- એમએલએ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં