સતારા જિલ્લાના પ્રતાપગઢમાં અફઝલ ખાનની કબર પાસે મોટાપાયે કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ ગુરુવારે સવારે 6 વાગ્યાથી જિલ્લા વહીવટીતંત્ર અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે જેથી કરીને કોઈ ખલેલ ન થાય. પ્રતાપગઢમાં ચાર જિલ્લાના 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
સ્થાનિક અહેવાલો અનુસાર, સતારા, પુણે, સોલાપુર, કોલ્હાપુર અને સાંગલી ગ્રામીણ જિલ્લાઓમાંથી લગભગ 1,800 પોલીસકર્મીઓ Y પોલીસ સબ-ડિવિઝનલ ઑફિસે પહોંચ્યા પછી અફઝલ ખાનની કબર પાસે અતિક્રમણ વિરોધી ઝુંબેશ સવારે 6 વાગ્યે શરૂ થઈ ગઈ હતી. અધિકારીઓ બુધવાર (9 નવેમ્બર 2022) ની સાંજે ઓફિસ પહોંચ્યા અને વહેલી સવારે ફોર્ટ પ્રતાપગઢ ખાતે તૈનાત થઈ ગયા હતા.
Maharashtra | Anti-encroachment drive underway near Afzal Khan’s tomb in Satara near Pratapgad, in compliance with the Bombay High Court order: Satara Police pic.twitter.com/44BvZO7jWE
— ANI (@ANI) November 10, 2022
આ માટે પ્રતાપગઢ, મહાબળેશ્વર, વાઈ, કરાડ અને સતારા જિલ્લામાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાતારાના કલેક્ટર રુચિશ જયવંશી, પોલીસ અધિક્ષક સમીર શેખ, YK પ્રાંત અધિકારી રાજેન્દ્ર જાધવ, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. શીતલ જાનેવે ખરાડે, મહાબળેશ્વરના તહસીલદાર સુષ્મા પાટીલ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. મીડિયાને પણ પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પ્રતાપગઢમાં અફઝલ ખાનની કબર (મકબરો) છત્રપતિ શિવાજી મહારાજે તેને માર્યા પછી બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ મકબરો થોડા ફૂટની જગ્યામાં હતો પરંતુ બાદમાં આ કબરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને વન વિભાગની એક એકર જમીન પર અતિક્રમણ કરીને 19 ગેરકાયદે રૂમો બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યના વન વિભાગે આ માટે દરગાહ ટ્રસ્ટને કબરની આસપાસની કેટલીક જમીન પહેલેથીજ ફાળવી હતી. પરંતુ છેલ્લા દસ વર્ષમાં તેનું દબાણ ધીમે ધીમે વધતું ગયું. એટલું જ નહીં, હઝરત મોહમ્મદ અફઝલ ખાન મેમોરિયલ ટ્રસ્ટના નામે કિલ્લાની આસપાસ વન વિભાગની લગભગ 5,500 ચોરસ ફૂટ જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો.
अफजलखान कबरीत हा आवाज कान देवून ऐक, असाच आवाज तुळजाभवानी मंदीरावर हातोडा फिरवतांना ऐकला असशीनल ना? आज आमचा हातोडा तुझ्या कबरीवर फिरवला आहे.#शिवप्रताप_दिन #ShivPratapDin pic.twitter.com/PDF3BMWO4S
— Mahesh Patil-Benadikar – महेश पाटील -बेनाडीकर (@MaheshPatil_B) November 10, 2022
વર્ષ 2004માં વિશ્વ હિન્દુ પરિષદે મકબરાના નામે આ ગેરકાયદે કબજા સામે અવાજ ઉઠાવ્યો હતો. વિવાદ વધતાં, 2006 માં, પ્રતાપગઢ ઉત્સવ સમિતિના સ્થાનિક કોર્પોરેટર મિલિંદ એકબોટેની અધ્યક્ષતામાં બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, આ ઉપરાંત સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગને ફરિયાદ પણ કરી હતી. વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં મામલો કોર્ટમાં ગયો હતો. બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી અરજીઓ પર નિર્ણય લેતા 15 ઓક્ટોબર 2008 અને 11 નવેમ્બર 2009ના રોજ બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને 2017માં અતિક્રમણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે બુધવારે જ સતારા જિલ્લા પ્રશાસન અને મહેસૂલ વિભાગ દ્વારા અત્યંત ગુપ્તતા રાખીને બુલડોઝર, પોકલેન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે ડિમોલિશનની કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે જ અફઝલ ખાનની કબર પાસેના ગેરકાયદે બાંધકામને હટાવવાની કામગીરી આ સંકુલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવીને શરૂ કરવામાં આવી છે.