દારૂના કમીશનમાટે કોંગ્રેસી નેતાએ ભારત જોડો યાત્રામાં ફાયરીંગ કર્યા હોવાની ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવી છે, જ્યાં દારૂની દુકાનમાં કામ કરતા કોંગ્રેસી કાર્યકર્તા જીતુ ગુર્જરે યુથ કોંગ્રેસના જિલ્લા સચિવ છોટુ ઉર્ફે અવધેશ તોમર પર પિસ્તોલ તાંકીને બે વખત ફાયર કર્યા હતા, પણ બંને વખત મિસફાયર થઇ જતા છોટુ તોમરનો આબાદ બચાવ થયો હતો, આ ઘટના ભારત જોડો યાત્રા દરમિયાન ઘટી હતી.
અહેવાલો અનુસાર મંગળવારે (તા 8-11-2022)ના રોજ મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહ ભિંડથી ભારત જોડો યાત્રા કાઢી હતી, ગ્વાલિયરના મહારાજપુરા ખાતે ભારત જોડો યાત્રાનું સ્વાગત થવાનું હતું. આ યાત્રાને અહીંથી આગળ વધારવાની જવાબદારી ગ્વાલિયર કોંગ્રેસની હતી. યાત્રાનો રૂટ અલગ હતો, પરંતુ લક્ષ્મણગઢ નજીક દશરથ સિંહ ગુર્જરના ઘરે સ્વાગત માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા સાહેબ સિંહ તેમની આખી ટીમ સાથે તેમનું સ્વાગત કરવા માટે ઉભા હતા, દરમિયાન કોંગ્રેસના દબંગ નેતાની છાપ ધરાવતા બલવીર તોમર, તેમનો પુત્ર યુથ કોંગ્રેસના જિલ્લા સચિવ છોટુ ઉર્ફે અવધેશ તોમર પણ અહીં પહોંચ્યા હતા. જ્યારે યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જીતુ બોલેરોમાંથી ઉતર્યો અને છોટુને નિશાન બનાવ્યો અને પિસ્તોલમાંથી 2 મિસ ફાયર કર્યા હતા.
भारत जोड़ो यात्रा भिंड में मप्र नेता प्रतिपक्ष गोविंद सिंह जी पर हमले का प्रयास, एक युवक ने लोडेड कट्टा निकाल कर फायर करने का प्रयास किया
— Devashish Jarariya (@jarariya91) November 8, 2022
आसपास के समझदार युवको की वजह से बड़ी घटना टली
ग्वालियर पुलिस नही थी मौके पर मौजूद, गृह मंत्री @drnarottammisra का ग्रह जिला है@GovindSinghDr pic.twitter.com/u3qtFIwAdr
જ્યારે તેણે ત્રીજી વખત હથિયાર લોડ કરવાનું શરૂ કર્યું, ત્યારે ભીડે તેને પકડી લીધો અને મારામારી કરી હતી, પરંતુ તે જ વખતે કોઈએ તેને ભીડમાંથી બહાર ધકેલી દીધો. બાદમાં ખુલાસો થયો છે કે હુમલાખોર જીતુ ગુર્જર પોતે પણ કોંગ્રેસનો કાર્યકર છે અને ગોલા મંદિરમાં દારૂના અડ્ડા પર કામ કરે છે. ઘણાં સમયથી યુથ કોંગ્રેસના નેતા છોટુ સાથે તેની માથાકૂટ ચાલતી આવે છે. ત્યારે આ હુમલાના 20 મિનિટ પહેલા પણ બરાઠ ટોલ પર પ્રથમ કારના ટોલના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને પછી ભારત જોડો યાત્રામાં ફાયરીંગ કર્યા હતા.
नेता प्रतिपक्ष @GovindSinghDr जी की यात्रा में पुलिस सुरक्षा में तैनात थी। ग्वालियर के महाराजपुरा थाने के अंतर्गत हुई घटना शराब माफियाओं के विवाद से जुड़ी है। पुलिस ने अपराधी को गिरफ्तार कर लिया है।
— Dr Narottam Mishra (@drnarottammisra) November 9, 2022
कांग्रेस पार्टी से अनुरोध है कि माफियाओं को #भारत_जोड़ो_यात्रा में नहीं जोड़ें। pic.twitter.com/a9SeY0wbxe
બન્ને યુવા કોંગ્રેસીઓનો ગુનાહિત ઈતિહાસ
નોંધનીય છે કે હુમલો કરનાર કોંગ્રેસ કાર્યકર્તા જીતું ગુર્જર પોતે દારૂનો અડ્ડો ચલાવે છે, અને તે જ્યાં ધંધો કરે છે તે ગોલા કા મંદિર વિસ્તાર યુથ કોંગ્રેસ જીલ્લા સચિવ છોટુ તોમરનો છે, આ આગાઉ પણ દારૂના કમીશન બાબતે બંને વચ્ચે મોટાપાયે મારામારી પણ થઇ હતી. ત્યારે ગઈ કાલે પોતાની ગાડી આગળ રાખવાના મુદ્દે વિવાદ ફરી વકર્યો હતો અને બાબત ફાયરીંગ સુધી પહોંચી હતી. યુથ કોંગ્રેસના નેતા છોટુ પર પણ ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે