Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશમાં મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે દાઉદ ઈબ્રાહીમ, સીન્ડીકેટ બનાવી થઇ...

    દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે દાઉદ ઈબ્રાહીમ, સીન્ડીકેટ બનાવી થઇ રહ્યું છે ટેરર ફંડિંગ: રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને સેલીબ્રીટીઓ પર જોખમ

    મુંબઈની NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ આરોપ લગાવ્યો છે કે દાઉદ દેશમાં આતંકી હુમલા કરાવવા મુંબઈમાં આતંકવાદીઓનું સિન્ડિકેટ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, તેના સાથી છોટા શકીલ અને ટેરર ​​ફંડિંગ કેસમાં મુંબઈથી ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં NIAએ આરોપ લગાવ્યો છે કે દાઉદ ઈબ્રાહીમ ફરી એકવાર દેશમાં આતંકી હુમલા કરવાની ફિરાકમાં છે. જેના માટે ટેરર ​​પણ સતત ફંડિંગ કરી રહ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈની NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ આરોપ લગાવ્યો છે કે દાઉદ દેશમાં આતંકી હુમલા કરાવવા મુંબઈમાં આતંકવાદીઓનું સિન્ડિકેટ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેના માટે તેણે હવાલા દ્વારા લાખો રૂપિયા દેશમાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં મુંબઈ પોલીસે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના ત્રણ સહયોગીઓ આરિફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશીની ધરપકડ કરી હતી.

    NIAએ તેમના પર મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં આતંકવાદી અને ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને લોકોના મનમાં ડર પેદા કરવા માટે “આતંકવાદી ભંડોળ” મેળવવાનો આરોપ મૂક્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એમ પણ કહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની ‘ડી-કંપની’એ રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ સહિત સેલિબ્રિટીઓ પર હુમલા કરીને ભારતમાં આતંક ફેલાવવા માટે એક વિશેષ યુનિટ બનાવ્યું છે. આ યુનિટ દ્વારા તે દેશભરમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે.

    - Advertisement -

    કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ કહ્યું છે કે, “તપાસમાં એ વાત સામે આવી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ભાગેડુ દાઉદ ઈબ્રાહિમ પાસેથી હવાલા મારફતે મોટી રકમ મેળવી છે. સાક્ષીઓના નિવેદનો અને ફરાર આરોપીઓ (દાઉદ અને શકીલ)ના ભૂતકાળના વર્તન પરથી સ્પષ્ટ થાય છે કે મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં નાણાં મોકલવામાં આવ્યા છે.”

    ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ આરીફ શેખ અને શબ્બીર શેખને આ વર્ષે પાકિસ્તાનથી હવાલા ચેનલ દ્વારા 25 લાખ રૂપિયા મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ પૈસા દાઉદ ઈબ્રાહિમના કહેવા પર છોટા શકીલે આ બંને આરોપીઓને મોકલ્યા હતા. એટલું જ નહીં દાઉદે છેલ્લા 4 વર્ષમાં 12 થી 13 કરોડ રૂપિયા પણ મોકલ્યા છે. NIAએ દાવો કર્યો છે કે તપાસ દરમિયાન આવા અનેક પુરાવા સામે આવ્યા છે, જેમાં ધરપકડ કરાયેલા અને વોન્ટેડ આરોપીઓ પૈસાની વસુલી કરીને ડી-કંપની અને આતંકવાદી ગતિવિધિઓને વધારવા માટે અંજામ આપતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં