થોડા દિવસો પહેલાં કોંગ્રેસ પાર્ટી ઉપર હાલ ચાલતી તેની ‘ભારત જોડો યાત્રા’ના માર્કેટિંગ માટેના વિડીયોમાં જાણીતી ફિલ્મ KGFનું સંગીત ચોરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલો કોર્ટમાં પહોંચતાં હવે કોર્ટે આદેશ કરી કોંગ્રેસ અને તેના ‘ભારત જોડો યાત્રા’ના ટ્વિટર હેન્ડલને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે.
A Bengaluru court directs Twitter to temporarily block the accounts of Congress party and Bharat Jodo Yatra for allegedly infringing the statutory copyright owned by MRT Music by illegally using sound records of the film KGF Chapter-2.
— ANI (@ANI) November 7, 2022
(File photo) pic.twitter.com/lLRm0g1a6o
બેંગ્લોરની કોર્ટે આદેશમાં કહ્યું કે, મ્યુઝિક કંપનીએ સીડીના માધ્યમથી એ સાબિત કર્યું છે કે તેમના ઓરિજનલ વર્ઝનમાં સામાન્ય ફેરફારો કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, આ પ્રકારના માર્કેટિંગ વિડીયો પાઈરસીને પણ પ્રોત્સાહન આપે છે. જેથી બંને કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ ગીતનો ઉપયોગ થયો હોય એ વિડીયો હટાવવામાં આવે અને હેન્ડલ પણ બ્લૉક કરવામાં આવે.
આ ઉપરાંત, કોર્ટે આગલી સુનાવણી સુધી કોંગ્રેસ અને તેના નેતાઓને મ્યુઝિક કંપનીના કોઈ પણ પ્રકારના કોપીરાઈટ કામનો ઉપયોગ કરવા પર પણ રોક લગાવી છે. આ મામલે વધુ સુનાવણી આગામી 21 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસે કહ્યું છે કે તેમને આ કોર્ટ કાર્યવાહી અંગે જાણ ન હતી અને હજુ આદેશની નકલ પણ મળી નથી. તેઓ મામલાના ઉકેલ માટે કાયદાકીય રસ્તો અપનાવશે તેમ જણાવ્યું હતું.
We have read on social media about an adverse order from a Bengaluru court against INC & BJY SM handles.
— Congress (@INCIndia) November 7, 2022
We were neither made aware of nor present at court proceedings. No copy of the order has been received.
We are pursuing all the legal remedies at our disposal.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ભારત જોડો યાત્રાના પ્રચાર માટે અમુક વિડીયો ક્લિપ્સ બનાવી હતી. જેના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં બહુ જાણીતી દક્ષિણ ભારતની ફિલ્મ KGFનું મ્યુઝિક વાપરવામાં આવ્યું હતું. KGFના હિન્દી વર્ઝનના હકો મ્યુઝિક કંપની MRT મ્યુઝિક પાસે છે. કંપનીનો આરોપ છે કે કોંગ્રેસે તેમને પૂછ્યા વગર જ રાજકીય હેતુ માટે તેમના સંગીતનો ઉપયોગ કરી લીધો હતો.
કોંગ્રેસે જે વિડીયો માટે ફિલ્મના સંગીતનો ઉપયોગ કર્યો છે, તેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોવા મળે છે. નોંધનીય છે કે આ યાત્રા રાહુલ ગાંધીની આગેવાનીમાં જ તમિલનાડુથી કન્યાકુમારી સુધી આયોજિત કરવામાં આવી છે.
કંપનીએ કહ્યું હતું કે, તેમણે KGF-2 ના હિન્દી વર્ઝનના સંગીતના માલિકી હકો ખરીદવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કંપનીએ કોપીરાઈટના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ, તેના જનરલ સેક્રેટરી જયરામ રમેશ, પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને સાંસદ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આઇપીસી કલમ 403, 465 અને 120 B તેમજ આઇટી એક્ટ 2000ની કલમ 66 અને કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.