Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવર્લ્ડકપનું ‘વિરાટ’ પ્રદર્શન કોહલીને ફળ્યું, પહેલીવાર જીત્યો ‘ICC પ્લેયર ઑફ ધ મંથ’...

    વર્લ્ડકપનું ‘વિરાટ’ પ્રદર્શન કોહલીને ફળ્યું, પહેલીવાર જીત્યો ‘ICC પ્લેયર ઑફ ધ મંથ’ એવોર્ડ: વર્લ્ડ કપમાં બનાવી ચૂક્યા છે 246 રન

    - Advertisement -

    હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ઓક્ટોબર મહિનાનો ‘ICC પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ મળ્યો છે. કોહલીને આ એવોર્ડ પહેલી વખત મળ્યો છે. આ એવોર્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર મહિને ખેલાડીઓના પ્રદર્શનને જોઈને આપવામાં આવે છે. 

    આ એવોર્ડ માટે વિરાટ કોહલી ઉપરાંત ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરનાં નામો પણ રેસમાં હતાં. આ બંને ખેલાડીઓએ પણ ઓસ્ટ્રેલિયામાં રમતા T20 વર્લ્ડ કપ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. બીજી તરફ, મહિલા કેટેગરીમાં પાકિસ્તાની ખેલાડી નિદા ડારને એવોર્ડ આપવામાં આવ્યો છે. 

    એવોર્ડ મળ્યા બાદ વિરાટ કોહલીએ તેમના માટે આ ગર્વની બાબત ગણાવી હતી અને અન્ય નોમિની તેમજ ક્રિકેટ ટીમના તેમના સાથીઓનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો. 

    - Advertisement -

    વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી પોતાનું ફોર્મ પરત મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને તેમના ચાહકો પણ તેઓ ફરીથી ક્રિકેટના મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન આપે તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે T20 વર્લ્ડ કપમાં કોહલીએ શ્રેષ્ઠ પ્રદર્શન આપતાં અત્યાર સુધીમાં કુલ 246 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અર્ધશતકનો પણ સમાવેશ થાય છે. 

    વિરાટ કોહલીએ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઇનિંગ રમીને ભારતીય ક્રિકેટ ચાહકોના હૃદય જીતી લીધાં હતાં. આ મેચમાં કોહલીના પ્રદર્શનની વિશ્વભરમાં પ્રશંસા થઇ હતી. ત્યારબાદ નેધરલેન્ડ્સ સામે તેમણે અણનમ 62 રન અને બાંગ્લાદેશ સામે અણનમ 64 રન બનાવ્યા હતા. હજુ પણ ટીમ ઇન્ડિયાની કેટલીક મેચ બાકી હોઈ ચાહકો તેમની પાસેથી વધુ શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. 

    ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં 10 નવેમ્બરના રોજ મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. તે પહેલાં 9 તારીખે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. ચારમાંથી બે વિજેતા ટીમો 13 નવેમ્બરે ફાઇનલ રમશે.

    આ પહેલાં પણ વિરાટ કોહલીને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. કોહલીને ICC ક્રિકેટર ઓફ ધ યર, ક્રિકેટર ઓફ ધ ડિકેડ, ODI ક્રિકેટર ઑફ ધ ડિકેડ, ODI પ્લેયર ઑફ ધ યર, ટેસ્ટ પ્લેયર ઑફ ઘર એ જેવા અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. વર્ષ 2018માં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ કોહલીને ICC ટેસ્ટ અને વનડે પ્લેયર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં