ગુજરાતની વિધાનસભા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો આડા છે, દરેક રાજકીય પાર્ટીઓ પોતાના નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે, કેટલાક દાવેદારોને મનપસંદ સીટની ઉમેદવારીઓ મળી ચુકી છે જયારે કેટલાકને ટીકીટ ન મળતા નારાજ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તેવામાં એક કોંગ્રેસી નેતાને ટીકીટ ન મળતા પુત્રએ ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી દેતા કોંગ્રેસી વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે,
અહેવાલો અનુસાર એલિસબ્રિજ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના દાવેદાર મનાતાં રશ્મિકાંત સુથારને ટીકીટ ન અપાતા તેમના પુત્ર રોમીન સુથારે ભરતસિંહ સોંલકી પર શાહી ફેંકી હતી. એલિસબ્રિજ બેઠક માટે રશ્મિકાંત સુથારે દાવેદારી કરી હતી. પરંતુ પિતા રશ્મિકાંત સુથારને ટિકીટ ન મળતા પુત્રએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. પિતાને ટિકિટ ના મળતા દીકરાએ ઉશ્કેરાઈને નારા લગાવી શાહી ફેંકી હતી. જોકે, એલિસબ્રિજ પર પોલીસે તાત્કાલિક રોમીન સુથારની અટકાયત કરી હતી.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર કાર્યકર્તાએ ફેંકી શાહી, પિતાને ટિકિટ ન મળતા નારાજ #GujaratCongress #GujaratElection2022 #GujaratElection #Gujarat #GujaratiNews #BharatSinhsolanki @INCGujarat #GujaratiNews #HumDekhengeNews @BharatSolankee https://t.co/hC4IjyAUPo
— Hum Dekhenge News (@humdekhengenews) November 7, 2022
ભરતસિંહ સોલંકીના કારણે મારા પિતાને અન્યાય: રોમીન સુથાર
અહેવાલો અનુસાર રોમીન સુથારે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા પિતા છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાં મારા પિતાએ અનેક જવાબદારીઓ સંભાળી છે. પક્ષ માટે વફાદારી રાખનાર મારા પિતાની અંતિમ સમયે ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ માત્ર ભરતસિંહ સોલંકીના કારણે જ કાપવામાં આવી છે માટે મેં કોંગ્રેસ કાર્યાલય પર ભરતસિંહ પર શાહી ફેંકી હતી જેનો મને અફસોસ નથી.”
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર કાળો રંગ ફેંકવાનો પ્રયાસ, પોલીસે કરી યુવાનની અટકાયત…#GujaratElections2022 #elections2022 #Congress #GujaratPolls #ElectionWithNews18 @INCGujarat @BharatSolankee pic.twitter.com/tgsgXRIMDz
— News18Gujarati (@News18Guj) November 7, 2022
રોમીને આગળ જણાવ્યું હતું કે, “ભરતસિંહ સોલંકી પોતાનું સંગઠન મજબૂત કરવા માટે પોતાના જ નજીકના માણસોને જ ટિકિટ આપે છે. ભરતસિંહ કોંગ્રેસમાં રહીને જ ભાજપની બી ટીમ તરીકે કામ કરીને કોંગ્રેસને નબળી કરવાનું કામ કરે છે. મારી નારાજગી માત્ર ભરતસિંહ સોલંકી માટે જ છે અન્ય નેતાઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે.”
કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પર શાહી ફેંક્યા બાદ યુવકે કર્યો મોટો ખુલાસો#election #gujaratnews #gujaratelection2022 #gujaratassemblyelections #gujaratelection #bjp #congresshttps://t.co/oVTt76vShY
— Sandesh (@sandeshnews) November 6, 2022
વધુ વિડીયો જોવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
અન્ય અહેવાલો મુજબ કડીના કેટલાક કાર્યકરો ટિકિટ મામલે કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા આવ્યા હતા. ત્યારે કાર્યકરોના સૂત્રોચ્ચાર દરમ્યાન ભરતસિંહ સોલંકીનું આગમન થતા તેઓએ કાર્યકરોને સાંભળ્યા હતા. વધુ રજુઆત સાંભળવા પ્રદેશ કાર્યાલયમાં ગયા બાદ આ ઘટના બની હતી. ભરતસિંહને પગે પડ્યા બાદ રોમીને તેમના પર શાહી ફેંકી હતી.