સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર ઉપર નાણામંત્રી નિર્મલા સીતારમનને લઈને એક ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે. જેને કેટલાક ટ્વિટર યુઝરો સત્ય માનીને ટિપ્પણી પર કરવા માંડ્યા હતા. આખરે આ ભ્રામક ટ્વિટ અંગે PIB ફેક્ટચેક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ગુરુવારે (12 મૅ 2022) ‘Rofl Gandhi 2.0’ નામના એક ટ્વિટર અકાઉન્ટ પરથી નાણામંત્રી નિર્મલા સીતારમણની એક તસ્વીર પોસ્ટ કરીને ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં નાણામંત્રીને અમેરિકી ડૉલરની સરખામણીએ ઘટતા રૂપિયાના મૂલ્યને યોગ્ય ઠેરવતાં દર્શાવવામાં આવ્યાં હતાં.
પેરોડી ટ્વિટર હેન્ડલે નાણામંત્રીની તસ્વીર શેર કરીને લખ્યું, “અમે કરિયાણા અને અન્ય ચીજવસ્તુઓની ખીરીદી ભારતીય રૂપિયામાં કરીએ છીએ. અમે યુએસ ડૉલર વાપરતા નથી. તો પછી અમારે ડૉલરના મૂલ્યની ચિંતા શા માટે કરવી જોઈએ? #RupeeVsDollar”
My family buys groceries & other things with Indian rupees, we don’t use US Dollars. Why should we be concerned about Dollar value then? #RupeeVsDollar pic.twitter.com/NlXbl72IOd
— Rofl Gandhi 2.0 🏹 (@RoflGandhi_) May 12, 2022
નાણામંત્રીને લઈને કરવામાં આવેલ આ વ્યંગ્યપૂર્ણ ટ્વિટને કેટલાક ઇન્ટરનેટ યુઝરોએ સત્ય માની લીધું હતું. એક દિવ્યેન્દુ હલદર નામના યુઝરે લખ્યું, ‘હવે મને સમજાય છે કે શા માટે આપણી અર્થવ્યવસ્થા આગળ વધી રહી નથી. કારણ કે આપણા નાણામંત્રી નૉન મેટ્રિક ગ્રેજ્યુએટ છે.”
Now I understood, why our economy is not growing, because our FM is a non matric graduate https://t.co/aZbhibu11y
— Dibyendu Halder (@Dibyend88338661) May 13, 2022
અન્ય એક યુઝર શૌકત આઝમીએ આ ટ્વિટને ક્વૉટ કરીને નાણામંત્રીને મૂર્ખ ગણાવ્યા હતા. અહમદ રઝા નામના યુઝરે લખ્યું, “વાહ, તેમને કશું સમજ પડતી નથી, હંમેશા કંઈ પણ બોલતા રહે છે.”
અન્ય એક યુઝરે પેરોડી હેન્ડલના ટ્વિટને ક્વૉટ કરીને પૂછ્યું કે શું નાણામંત્રીએ ખરેખર આવું કહ્યું છે.
did she really said that? https://t.co/zkrkKMpgcA
— 🌻 (@rashmisrkfan) May 13, 2022
શું છે સત્ય?
નાણામંત્રી અંગે ભ્રામક ટ્વિટ વાયરલ થયા બાદ આ મામલે PIBએ ફેક્ટચેક કરી સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી. PIB દ્વારા નાણામંત્રીને લઈને કરવામાં આવેલ ખોટા દાવા અંગે ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું.
A picture of Union Finance Minister @nsitharaman is being circulated on social media giving a statement on the value of Rupee and Dollar.
— PIB Fact Check (@PIBFactCheck) May 15, 2022
#PIBFactCheck:
▶️ This Claim is #Fake
▶️ No such Statement has been given by the Finance Minister. pic.twitter.com/PDIp9ktSfU
PIB ફેક્ટ ચેકના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું કે, “નાણામંત્રી રૂપિયા અને ડૉલરના મૂલ્ય અંગે નિવેદન આપતા હોય તેવી એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ આ દાવો ખોટો છે. નાણામંત્રીએ આવું કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી.”
2019 ના એક પ્રસંગને લઈને નાણામંત્રી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો
ડિસેમ્બર 2019માં, વિપક્ષી પાર્ટીઓ અને તેમના સમર્થકો દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક ક્રૉપ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રી ડુંગળીના વધતા ભાવોને લઈને નિવેદન આપી રહ્યાં હતાં . નાણામંત્રીનો આ અડધો વિડીયો શેર કરીને તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી.
લોકસભામાં ચર્ચા દરમિયાન NCP સાંસદ સુપ્રિયા સુલેએ નાણામંત્રીને મુદ્રા લૉન અને ડુંગળીના વધતા ભાવોને લઈને પ્રશ્ન પૂછ્યો હતો અને અછતને પહોંચી વળવા માટે સરકારે લીધેલા પગલાં અંગે પણ જવાબ માંગ્યો હતો.
સાંસદના પ્રશ્નનો જવાબ આપવા માટે નાણામંત્રી ઊભાં થયાં ત્યારે સુપ્રિયા સુલેએ વચ્ચેથી તેમને અટકાવીને પૂછ્યું હતું કે શું તેઓ ડુંગળીનો ઉપયોગ કરે છે? જેના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, તેઓ બહુ ડુંગળી-લસણ ખાતા નથી અને પોતે એવા પરિવારમાંથી આવે છે જ્યાં તેમને ડુંગળીના ભાવ બહુ પરેશાન કરતા નથી.”
આ નિવેદનને લઈને ક્રૉપ કરવામાં આવેલ વિડીયો કોઈ પણ ચર્ચા કે સંદર્ભ વગર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. બહુ ઝડપથી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને દાવો કરવામાં આવ્યો કે નાણામંત્રી પોતે વધતા ભાવોથી ચિંતિત થતા નથી તેમ કહીને અસંવેદનશીલ થઇ રહ્યા છે.