Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપીમાં વિવાદિત માળખાના સર્વે દરમિયાન કૂવામાંથી શિવલિંગ મળવાનો હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ...

    જ્ઞાનવાપીમાં વિવાદિત માળખાના સર્વે દરમિયાન કૂવામાંથી શિવલિંગ મળવાનો હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનનો દાવો, કોર્ટે સ્થળ સીલ કરવા આદેશ આપ્યો

    જ્ઞાનવાપી વિવાદિત માળખાના સરવે દરમ્યાન દરરોજ નવી નવી હકીકતો બહાર આવતી જાય છે. આ વખતે હિંદુ પક્ષના વકીલે એવો દાવો કર્યો છે કે પરિસરમાં એક કુવાની અંદર શિવલિંગ મળ્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે સતત ત્રીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વિવાદિત માળખાના સર્વે-વીડિયોગ્રાફીનું કામ પૂર્ણ થયું હતું. સર્વે બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન મસ્જિદ પરિસરમાંથી બહાર આવ્યા અને સર્વેમાં કૂવામાંથી શિવલિંગ મળી આવવાનો મોટો દાવો કર્યો હતો જે બાદ સિવિલ કોર્ટે પરિસરને સીલ કરવાનો આદેશ આપ્યો છે.

    રવિવારે હાથ ધરાયેલા 4 કલાકના સર્વેમાં ભોંયરામાં દિવાલ, નમાઝ સાઇટ, વજુ સાઇટ ઉપરાંત ભોંયરામાં સર્વે કરવામાં આવ્યો હતો. જ્યારે આજે સોમવારે ટીમે નંદીની સામેના કૂવામાં સર્વે કરીને વિડિયોગ્રાફી કરી હતી. કૂવામાં વોટરપ્રૂફ કેમેરા વડે વિડીયોગ્રાફી કરતાં કૂવામાં શિવલિંગ હોવાનું માલૂમ પડ્યું હતું. વકીલ વિષ્ણુ જૈનએ કહ્યું કે સર્વે દરમિયાન કુવામાંથી શિવલિંગ મળી આવ્યું છે અને તે તેની સુરક્ષા માટે તેઓ સિવિલ કોર્ટમાં જઈ રહ્યા છે.

    હિન્દુ પક્ષના વકીલો સિવિલ કોર્ટ પહોચતા કોર્ટે આ વિષય પર પગલાં લેતા પરિસરને સીલ કરીને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો છે. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે શિવલિંગને સંરક્ષિત કરવાંમાં આવે. જે બાદ વારાણસી ડીએમ, કમિશ્નર તથા સીઆરપીએફએ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.

    - Advertisement -

    મળતી માહિતી પ્રમાણે શિવલિંગનો વ્યાસ 12 ફૂટ બાય 8 ઇંચ છે. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે દાવો કર્યો હતો કે શિવલિંગ મુખ નંદી તરફ છે. કૂવામાંથી શિવલિંગ મળી આવવાની વાત જાણવા મળતા જ જ્ઞાનવાપી વિવાદિત માળખાની આસપાસ લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.

    અગાઉ સર્વેની ટીમ જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહી હતી ત્યારે ટીમના સભ્ય આર.પી.સિંઘને અટકાવવામાં આવ્યા હતા. આજે ત્રીજા દિવસના સર્વેમાં તેમને ભાગ લેવા દેવામાં આવ્યો ન હતો. આરપી સિંહ પર માહિતી લીક કરવાનો અને સર્વેના તથ્યો બહાર જણાવી દેવાનો આરોપ છે.

    17 તારીખે કોર્ટમાં સર્વેનો રિપોર્ટ જમા થશે

    ગત 12 મેના રોજ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટ કમિશનર અજય મિશ્રા સિવાય કોર્ટે વિશાલ કુમાર સિંહને પણ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. આ સિવાય અજય સિંહને આસિસ્ટન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે. કોર્ટે સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરીને 17 મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. 17 તારીખે એટ્લે કે આવતી કાલે સર્વે ટિમ દ્વતા પોતાનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં