Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીના ફતેહપુરમાં ધર્માંતરણના ગુનાનો હિસ્ટ્રીશીટર પાદરી ઝડપાયો, ફરાર હોવા છતાં ચર્ચમાં જઈ...

    યુપીના ફતેહપુરમાં ધર્માંતરણના ગુનાનો હિસ્ટ્રીશીટર પાદરી ઝડપાયો, ફરાર હોવા છતાં ચર્ચમાં જઈ ગરીબ હિંદુઓનું ધર્માંતરણ કરાવતો હતો

    આ પાદરી જિલ્લાના હરિહરગંજ ચર્ચમાં ગુપ્ત રીતે ગરીબ અને મજબુર હિંદુઓનું ધર્માંતરણ કરતો હતો.

    - Advertisement -

    યુપીમાં હિન્દુઓના ધર્માંતરણનો મામલો ફરી સામે આવ્યો છે. ધર્મ પરિવર્તનના એક કેસમાં ફતેહપુરમાં ધર્માંતરણના ગુનાનો હિસ્ટ્રીશીટર ફરાર પાદરી ઝડપાયો છે. આ પાદરી જિલ્લાના હરિહરગંજ ચર્ચમાં ગુપ્ત રીતે ગરીબ અને મજબુર હિંદુઓનું ધર્માંતરણ કરતો હતો. ધર્મ પરિવર્તનની માહિતી મળતાં પોલીસે ચર્ચમાં દરોડો પાડ્યો હતો અને પાદરી વિજય મસીહની ધરપકડ કરી હતી.

    ધર્માંતરણના ગુનાનો ફરાર પાદરી જયારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તેની પાસેથી અલગ-અલગ નામ અને સરનામાના ચાર આધાર કાર્ડ પણ કબજે કર્યા છે. પોલીસની પૂછપરછ દરમિયાન પાદરી વિજય મસીહે ધર્મપરિવર્તન કરાવવાની કબૂલાત કરી છે. પાદરીએ પોલીસને એમ પણ કહ્યું કે આ ધર્માંતર કરનારા હિન્દુઓના આધાર કાર્ડ છે. ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ તેમનું આધાર કાર્ડ ફરીથી અપડેટ કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલો પાદરી અઢી મહિના પહેલાં નોંધાયેલા ધર્મ પરિવર્તનના કેસમાં ફરાર હતો. જ્યારે આ પહેલા 15 એપ્રિલે પણ ધર્મ પરિવર્તનના કેસમાં તેને જેલ થઈ હતી. સીઓ સિટી વીર સિંહે જણાવ્યું કે અઢી મહિના પહેલા ચર્ચમાં નિર્દોષ અને ગરીબ હિંદુઓનું બ્રેઈનવોશ કરીને ધર્મ પરિવર્તનના કેસમાં વોન્ટેડ પાદરી વિજય મસીહની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ધર્માંતરણના આ રેકેટમાં હજુ પણ વધુ લોકો સામેલ છે. તપાસ દરમિયાન પુરાવાના આધારે ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે અને જેલમાં મોકલવામાં આવશે.

    - Advertisement -

    ધર્માંતરણનો આ પહેલો કિસ્સો નથી

    ફતેહપુરના થાના કોતવાલી વિસ્તારના હરિહરગંજ ચર્ચમાં ધર્મ પરિવર્તનનો આ પહેલો મામલો નથી. 15 એપ્રિલ 2022ના રોજ પણ હિંદુઓને લાલચ આપીને ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો. તે સમયે VHPએ ચર્ચમાં હોબાળો મચાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ગરીબ હિંદુઓને ખ્રિસ્તી શિક્ષણ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવે છે.

    VHPના ભારે હોબાળા બાદ પોલીસે 35 નામના અને 20 અજાણ્યાઓ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે પાદરી સહિત 26 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. જામીનમાંથી મુક્ત થયા પછી પાદરીએ ફરીથી ચર્ચમાં હીલિંગ મીટિંગ્સ કરવાનું શરૂ કર્યું હતું. તેણે હીલિંગ એસેમ્બલીની આડમાં ગરીબ હિંદુઓનું ધર્માંતરણ કરવાનું શરૂ કર્યું હતું.

    અઢી મહિના પહેલાં ફરિયાદ મળતાં પોલીસે ફરી કેસ નોંધ્યો હતો. જે કેસમાં પોલીસ દ્વારા અગાઉ પણ અનેક આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ ધરપકડ કરાયેલા પાદરી વિજય મસીહ ફરાર થઈ ગયો હતો. રવિવારે પોલીસે પાદરીની ફરી ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં