Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: પોલીસ કર્મચારીની પુત્રીને ફોસલાવીને ભગાવી લઇ ગયો શાહરૂખ, નિકાહ કરવાનો ઈનકાર...

    યુપી: પોલીસ કર્મચારીની પુત્રીને ફોસલાવીને ભગાવી લઇ ગયો શાહરૂખ, નિકાહ કરવાનો ઈનકાર કરતાં આખા પરિવારને ‘સર તન સે જુદા’ની ધમકી આપી

    આરોપી તેમની પુત્રીને બહેલાવી-ફોસલાવીને ઘરેથી ભગાવી લઇ ગયો હતો અને ત્યારબાદ આખા પરિવારની હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં લવજેહાદ, ધર્માંતરણ માટે માટે અને ‘સર તન સે જુદા’ની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ શાહરૂખ ખાન તરીકે થઇ છે. જ્યારે પીડિત ઉત્તર પ્રદેશ પોલીસની PAC વિંગના એક કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. 

    પીડિત વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે આરોપી તેમની પુત્રીને બહેલાવી-ફોસલાવીને ઘરેથી ભગાવી લઇ ગયો હતો અને ત્યારબાદ આખા પરિવારની હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી. એવો પણ આરોપ લાગ્યો છે કે તેમની પુત્રીની અશ્લીલ તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી. પોલીસે આ મામલે કેસ દાખલ કરી દીધો છે. 

    આ કેસ શિકોહાબાદનો હોવાનું કહેવાય છે. અહીં ઇટાવા જિલ્લાના PAC વિભાગમાં ફરજ બજાવતા તહેનાત કર્મચારીએ પોલીસ સમક્ષ આરોપી શાહરૂખ સામે FIR દાખલ કરાવી છે. તેમનો આરોપ છે કે અમરોહા જિલ્લાનો રહેવાસી શાહરૂખ 24 સપ્ટેમ્બરના રોજ તેમની પુત્રીને ફોસલાવીને અમરોહા લઇ ગયો હતો. 

    - Advertisement -

    આ બંનેનો પરિચય ફેસબુકના માધ્યમથી થયો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ અનુસાર, શાહરૂખે પીડિતા પર નિકાહ કરવા અને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કર્યું હતું અને ન કરવા પર તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન, શાહરૂખે પીડિતાને કેટલાક દસ્તાવેજો પણ સહી પણ કરાવી હોવાનું જાણવા મળ્યું છે. 

    આ કેસની FIR નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, થોડા દિવસો બાદ પીડિતા તેની મા સાથે સંપર્ક કરી શકી હતી અને ઘરે પરત ફરી શકી હતી. ત્યારબાદ સતત શાહરૂખ તેને નિકાહ અને ધર્માંતરણ માટે દબાણ કરી રહ્યો હોવાનો આરોપ છે. તેમજ નિકાહનો ઈનકાર કરવા પર પીડિતા અને તેના પરિજનોને ‘સર તન સે જુદા’ની ધમકી પણ આપવામાં આવી રહી છે. 

    ફરિયાદમાં પીડિત પિતાએ જણાવ્યું કે, આરોપી શાહરૂખે સોશિયલ મીડિયા પર અનેક ફર્જી હેન્ડલો બનાવી રાખ્યાં છે, જેનાથી તે પીડિતાને ધમકી આપતો રહે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પુત્રી માનસિક તણાવમાં છે અને આ સ્થિતિમાં કોઈ પગલું ભરી દે તો તે માટે જવાબદાર શાહરૂખ જ હશે.

    આ મામલે પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ લઇ આઇપીસીની કલમ 366 અને 506 તેમજ આઇટી એક્ટ 2008ની કલમ 66 હેઠળ FIR દાખલ કરી છે. ફિરોઝાબાદના એડિશનલ એસપી રણવિજયે કહ્યું કે, આરોપીની શોધખોળ ચાલી રહી છે અને પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં