Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’ના હવાલા રેકેટનો પર્દાફાશ: ગુજરાતમાં પૈસાની હેરફેર માટે ઉભું કરાયું બહારના લોકોનું...

    ‘આપ’ના હવાલા રેકેટનો પર્દાફાશ: ગુજરાતમાં પૈસાની હેરફેર માટે ઉભું કરાયું બહારના લોકોનું નેટવર્ક, ગૃહમંત્રીએ ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- આ પૈસા ક્યાંથી આવ્યા?

    આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી અને અમદાવાદથી કાળું નાણું મોકલવામાં આવ્યું: ગૃહમંત્રી હર્ષ સંઘવી

    - Advertisement -

    બારડોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખ રૂપિયા ચોરાયા બાદ આ મામલે પોલીસ તપાસ શરૂ થતાં આ કેસમાં હવાલા એંગલ બહાર આવ્યો હતો અને પાર્ટીએ હવાલા મારફતે ગુજરાતમાં 10 કરોડ રૂપિયા મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. હવે આપના હવાલા રેકેટ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સવાલ ઉઠાવ્યા છે. 

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં હવાલા અને આંગડિયા મારફતે દિલ્હી અને પંજાબથી મોકલવામાં આવી રહેલ કાળું નાણું બારડોલી, અમદાવાદ અને અન્ય સ્થળોએથી પકડાયું છે. આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવારે સ્વીકાર્યું છે કે આ પૈસા દિલ્હીની આમ આદમી પાર્ટીની ઓફિસથી જ મોકલવામાં આવ્યા હતા. 

    ગૃહમંત્રીએ સવાલ ઉઠાવતાં કહ્યું કે, બારડોલીના ‘આપ’ ઉમેદવારે આ પૈસા આંગડિયા પાસેથી મેળવ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા? આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછવામાં આવવો જોઈએ. 

    - Advertisement -

    બારડોલીના આપ ઉમેદવારની ગાડીમાંથી 20 લાખ રૂપિયાની ચોરી થયા બાદ આ મામલે પોલીસ અને ઇન્કમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે 30 લોકોનું એક નેટવર્ક શોધી કાઢ્યું હતું, જેઓ રાજ્યમાં હવાલાના પૈસાનું વિતરણ કરવાનું કામ કરતા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારના નિવેદનના આધારે જ પોલીસ આ નેટવર્ક સુધી પહોંચી હતી. 

    આપ ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીએ પોલીસને એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમનો ડ્રાઈવર આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને જેને પાર્ટી દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, સૌરભ નામનો તેમના ડ્રાઈવર તરીકે ઓળખાતો વ્યક્તિ ખરેખર પાર્ટીનો કાર્યકર છે અને દિલ્હીથી તેને મોકલવામાં આવ્યો હતો. 

    તેમણે પોલીસને જણાવ્યું હતું કે, પૈસાની ચોરી થયા બાદ તેઓ જ્યારે પોલીસ મથકે સૌરભની મદદ કરવા માટે ગયા ત્યારે તેણે જ તેમને જણાવ્યું હતું કે પૈસા આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. 

    આપના હવાલા રેકેટ મામલે વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર હવાલા મારફતે પૈસા મેળવીને પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે વહેંચવા માટે પાર્ટીએ 30 લોકોને રાખ્યા હતા. બારડોલીના આપ ઉમેદવારનો ડ્રાઈવર આ 30 પૈકીનો જ એક વ્યક્તિ છે, જેને દક્ષિણ ગુજરાતની 9 બેઠકો પર પૈસા વહેંચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 

    જોકે, આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમને આ રોકડ સાથે કંઈ લેવાદેવા નથી અને આપ ઉમેદવારે આવું કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આપની ગુજરાતમાં વધતી લોકપ્રિયતાના કારણે ભાજપ ષડ્યંત્રો રચે છે. 

    જોકે, તેમની જ પાર્ટીના વિધાનસભા ઉમેદવારે પોલીસ સમક્ષ લખાવેલા નિવેદનમાં આ વાત ખોટી સાબિત થાય છે. કારણ કે તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌરભે જ તેમને જણાવ્યું હતું કે તેને આ પૈસા આંગડિયા મારફતે મળ્યા હતા અને જેનો ઉપયોગ પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે થનાર હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં