Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆપ બારડોલી ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી ‘કેશ લુંટ કેસમાં’ હવાલા એન્ગલ બહાર આવ્યો;...

    આપ બારડોલી ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી ‘કેશ લુંટ કેસમાં’ હવાલા એન્ગલ બહાર આવ્યો; પંજાબથી રોકડ મોકલાઈ હતી

    આ મહિનામાં બારડોલીના આમ આદમી પાર્ટી ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખની કેશ ચોરાઈ હતી પરંતુ હવે તેમાં હવાલા એન્ગલ પણ સામે આવ્યો છે.

    - Advertisement -

    ગત 12મી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી થઇ ગઈ હતી. કારમાં રહેલી કેશ કાચ તોડીને બે મોટરબાઈક સવારોએ લુંટી લીધી હતી પરંતુ બાદમાં તેમનો પીછો કરવામાં આવતાં તેઓ કેશ ભરેલી બેગ રસ્તામાં જ મુકીને ભાગી ગયા હતાં. હવે આ કેશકાંડમાં હવાલા અંગેનો એન્ગલ સામે આવ્યો છે.

    એક અહેવાલ અનુસાર રાજેન્દ્ર સોલંકીને આ નાણાં સ્થાનિક આંગડીયા દ્વારા મોકલવામાં આવ્યા હતાં અને આ કેશ હવાલા મારફતે પંજાબથી ગુજરાત આવી હતી. પોલીસે પંજાબ-દિલ્હી-અમદાવાદ માર્ગે મોટી રોકડ આર જૈનના નામે અમદાવાદના આંગડીયા છગન જયંતિને મોકલવામાં આવી હતી. ત્યારબાદ છગન જયંતિ પેઢીએ આ કેશને સમગ્ર ગુજરાતમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને મોકલી હતી. ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત આ અહેવાલમાં આગળ જણાવ્યું છે કે પોલીસને કેટલાક આંગડીયા પાસેથી કોડ લેંગ્વેજમાં લખાયેલી કેટલીક નોંધ પણ મળી છે.

    પોલીસનું કહેવું છે કે બારડોલીમાં ઝડપાયેલી રકમ ભલે 20 લાખની હોય પરંતુ હવાલા દ્વારા કુલ 10 કરોડ જેટલી કેશ ગુજરાતમાં પંજાબ વાયા દિલ્હીના માર્ગે ગુજરાતમાં ઠાલવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. કાળું નાણું હોવાની શંકા હોવાથી રાજેન્દ્ર સોલંકીના નામે આવેલી આ રોકડ રકમ ઇન્કમટેક્સ વિભાગે કબજામાં લઇ લીધી છે.

    - Advertisement -

    અહીં નોંધવાની બાબત એ છે કે રોકડ ચોરી થવાની ફરિયાદ ખુદ રાજેન્દ્ર સોલંકીએ બારડોલી પોલીસ સ્ટેશને કરી હતી પરંતુ બાદમાં તેમણે આ રકમ પોતાની હોવા અંગે હાથ પાછા ખેંચી લીધાં હતાં. આ રકમ સંતોષ પરાશર નામનો ડ્રાઈવર જે બિહારનો હતો તે લઈને આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેઓ સંતોષને જાણતાં ન હોવાનું પણ કહ્યું હતું.

    રાજેન્દ્ર સોલંકીએ રોકડ પોતાની ન હોવાનું અને સંતોષને પોતે ન જાણતાં હોવાનું કહેવા ઉપરાંત સંતોષ આપનો કાર્યકર્તા હોવાનું અને તેને દિલ્હીથી મોકલવામાં આવ્યો હતો તેમ ઉમેર્યું હતું. સંતોષની ઓળખાણ તેમને એ રીતે કરાવવામાં આવી હતી કે તે (સંતોષ) આમ આદમી પાર્ટીના નાણાંકીય વ્યવહારોનું ધ્યાન રાખશે. સંતોષ પરાશર બારડોલીમાં ચોરી થયેલી રકમ કોઈ અન્ય ડ્રાઈવરને સોંપવાનો હતો તેમ પણ જગદીશ સોલંકીએ જણાવ્યું હતું.

    હાલમાં પોલીસ આ રોકડ રકમ મોકલનાર મૂળ સૂત્ર અંગે તપાસ ચલાવી રહી છે. એવું જાણવામાં આવ્યું છે કે આપના સ્થાનિક ઉમેદવારોના ડ્રાઈવરો આંગડીયા પાસેથી રોકડ લઈને ઉમેદવારોને અને રાજ્યમાં રહેલાં આમ આદમી પાર્ટીના અધિકારીઓને આપી દેતાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં