દેશભરમાંથી હિંદુ દેવી-દેવતાઓના મંદિર અને સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, તેવામાં બિહારના ઔરંગાબાદ જિલ્લામાં મુસ્લિમ સમુદાયના એક યુવકે પથ્થરો મારીને માતા લક્ષ્મીની મૂર્તિ ખંડિત કરી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે મોહમ્મદ ખાલિદે પથ્થર ફેંક્યા જેના કારણે મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. ઘટના બાદ ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટના મંગળવાર (25 ઓક્ટોબર 2022)ની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો રફીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શૈલોપુર ગામનો છે. આ અંગે પીડિત બલીરામ સાવ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ ગામના કેટલાક હિંદુ યુવકો માતા લક્ષ્મીની મૂર્તિ લાવી રહ્યા હતા. આ દરમિયાન તે જ ગામના રહેવાસી મોહમ્મદ ખાલિદે મા લક્ષ્મીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. મૂર્તિ પર પથ્થર વાગતાંની સાથે જ માતાજીની મૂર્તિનો હાથ ખંડિત થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહમ્મદ ખાલિદની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામ ઈકબાલ યાદવના જણાવ્યા અનુસાર પથ્થરમારો ખાલિદે જ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માતા લક્ષ્મીની મૂર્તિ પર પથ્થરમારો થયો હોવાની જાણકારી મળી હતી. પથ્થરમારો કરનારા એકમાત્ર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
આ પહેલા મુસ્લિમ યુવકે શિવલિંગ પર પેશાબ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં શોએબ નામના કટ્ટરવાદીએ શિવલિંગ પર પેશાબ કર્યો હોય તેવો વીડિયો ઉત્તર પ્રદેશના મેરઠથી સામે આવ્યો હતો. વાયરલ વીડિયોમાં એક યુવક મંદિરમાં પ્રવેશીને શિવલિંગ પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. આ મામલો મેરઠના સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રસના ગામનો હતો. ઘટનાના દિવસે એટલે કે મંગળવારે (18 ઓક્ટોબર, 2022) સવારે જ્યારે પૂજારી મંદિરમાં પૂજા માટે પહોંચ્યા ત્યારે ગર્ભગૃહનો દરવાજો ખુલ્લો હતો અને મંદિરની અંદરથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારબાદ ગામના યુવક મોહિતને બોલાવીને સીસીટીવી ફૂટેજ તપાસતા શોએબ શિવલિંગ પર પેશાબ કરતો જોવા મળ્યો હતો.