Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રેક્ટીસ દરમ્યાન ટીમ ઇન્ડિયાને ઠંડી સેન્ડવીચ પીરસવામાં આવી; ખેલાડીઓએ લંચ કર્યા વગર...

    પ્રેક્ટીસ દરમ્યાન ટીમ ઇન્ડિયાને ઠંડી સેન્ડવીચ પીરસવામાં આવી; ખેલાડીઓએ લંચ કર્યા વગર જ હોટલે પરત

    નેધરલેંડ સામેની મેચ અગાઉ પ્રેક્ટીસ દરમ્યાન ઠંડી સેન્ડવીચ પીરસતા ટીમ ઇન્ડીયાના ખેલાડીઓમાં આક્રોશ ફેલાયો હતો, આ ઉપરાંત એક બીજો ખરાબ અનુભવ પણ ટીમને એક જ દિવસમાં થયો હતો.

    - Advertisement -

    ઓસ્ટ્રેલિયામાં હાલમાં ICC T20 World Cup 2022 ચાલી રહ્યો છે અને ટીમ ઇન્ડિયાની આગામી મેચ આવતીકાલે સિડનીમાં નેધરલેંડ સામે છે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાએ જ્યારે ગઈકાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટીસ કરી ત્યારે જાણવા મળ્યાં અનુસાર તેને ઠંડી સેન્ડવીચ પીરસવામાં આવી હતી જેના પર ખેલાડીઓએ આક્રોશ જાહેર કર્યો હતો.

    BCCIના સૂત્રને ટાંકીને ન્યુઝ એજન્સી ANI એ જણાવ્યું છે કે પ્રેક્ટીસ દરમ્યાન ટીમને એકદમ ઠંડી સેન્ડવીચ પીરસવામાં આવી હતી. આ સેન્ડવીચમાં ફક્ત એવાકાડો અને ટામેટાં જ હતાં. જ્યારે સમાન્ય રીતે આવા સમયે ગ્રીલ કરેલી સેન્ડવીચ આપવામાં આવતી હોય છે.

    જો કે વાત અહીં જ સમાપ્ત નહોતી થઇ. ઠંડી સેન્ડવીચ ખાવાની ના પાડ્યા બાદ જ્યારે પ્રેક્ટીસ પતી ગઈ અને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે તે પણ ઠંડું જ નીકળતાં ટીમના સીનીયર ખેલાડીઓએ આ ભોજન કર્યું ન હતું. જો કે સુત્રે જણાવ્યું છે કે આ લંચનો બહિષ્કાર ન હતો કારણકે કેટલાક ખેલાડીઓએ પ્લેટમાં રહેલાં કેટલાંક ફળો લઇ લીધાં હતાં અને હોટલે જઈને પોતાનું મનપસંદ ભોજન ઓર્ડર કર્યું હતું.

    - Advertisement -

    ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલો T20 વર્લ્ડ કપ ICCનું આયોજન છે, આથી અહીંની તમામ વ્યવસ્થા તેની જવાબદારી હોય છે. જો દ્વિપક્ષીય સિરીઝ હોય તો ભોજન અને સુરક્ષા સહિતની તમામ બાબતોની જવાબદારી યજમાન ટીમનો દેશ ભોગવતો હોય છે. આથી BCCIએ ICCને ગઈકાલની ઘટના અંગે પોતાની ચિંતા જણાવી દીધી હોવાનું પણ સુત્રે ઉમેર્યું હતું.

    ટીમ ઇન્ડિયાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરી હતી પરંતુ તેને પહેલાં સિડનીના સબર્બ એવા બ્લેકટાઉનના કોઈ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ આ ગ્રાઉન્ડ ટીમની હોટલથી લગભગ 45 મિનીટના અંતરે આવી હોવાથી ટીમના ખેલાડીઓએ અહીં પ્રેક્ટીસ કરવાની મનાઈ કરી દીધી હતી.

    આમ, આ રીતે સિડનીમાં ભારતીય ટીમને બે-બે કડવા અનુભવો એક જ દિવસમાં થયાં હતાં.

    ભારતે આ વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી મેચમાં પાકિસ્તાનને એક દિલધડક મુકાબલામાં છેક છેલ્લા બોલે હરાવ્યું હતું. વિરાટ કોહલીની ઇનિંગ અને હાર્દિક પંડ્યાના સાથને લીધે ટીમ ઇન્ડિયાએ હારી ગયેલી બાજી જીતી લીધી હતી અને આ મેચને ઐતિહાસિક મેચ બનાવી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં