ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળી બાદ હમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે વિસાવદર શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રાથી પ્રેરાઈને આજે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ ના હસ્તે ખેસ પહેરાવ્યા હતા.તે વેળાએ હાજરી આપી. pic.twitter.com/teKsnTsLLV
— Harshad Ribadiya (@harshdribadiya) October 23, 2022
વિસાવદર શહેરના આમ આદમીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે તે સાથે પક્ષોમાં નવાજૂનીના એંધાણ થતા આવ્યા છે.
વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાયા બાદ પોતાના મત વિસ્તાર અને વિસાવદર વિધાનસભાના વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરો જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીનું વિસર્જન કરી ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જોડાયા હતા.
વિસાવદર તાલુકાના “આપ”ના તમામ હોદ્દેદારો આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપી દીધું…..
— SHAH YASHU (@shah_yashu_bjp) October 23, 2022
ભાજપ માં જોડાઈ ભગવો ધારણ કર્યો તમામ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..💐💐💐#ભરોસાની_ભાજપ_સરકાર @Jagdish_Bjp_ @HardikTamaliya @SJZala27_BJP @Hitendrasinhbjp @iajaydhiyad @Anil4bjp @KuldipZalaBJP pic.twitter.com/KkVlzaKnWa
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવીયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડીયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા, નગરપાલિકાના આમ આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વિરાણી, મહામંત્રી મયુરભાઈ રીબડીયા, કારોબારી સભ્ય નિકુંજભાઈ માલવીયા સહિત રમેશભાઈ પડશાળા, ઉદયભાઇ રાખોલીયા, લાલજીભાઈ માલવિયા, ધવલભાઇ માલવયા, મુકેશભાઈ પાનસુરીયા, નિલેશભાઈ ડોબરીયા, પ્રવીણભાઈ રીબડીયા, કૈલાશભાઈ માલવયા, સંજયભાઈ માલવયા, મનીષભાઈ પટેલ, જગદીશભાઈ સુવાગીયા, સુધીરભાઈ વખારીયા, હરસુખભાઈ વઘાસિયા, દર્શનભાઈ રીબડીયા, દીપેનભાઈ બલદાણીયા, જયેશભાઈ બુહા, ઉમેશભાઈ રીબડીયા, નિરવભાઈ રીબડીયા, ભીખુભાઈ રાજપુરી, તુષારભાઈ બાંભરોલીયા, રાજુભાઈ ઠેસીયા, મહેશભાઈ ચોટલીયા, હાર્દિકભાઈ સુવાગીયા, વિશાલભાઈ રીબડીયા, મોહિતભાઈ રીબડીયા, દિવ્યેન ભાઈ રીબડીયા, સહિત વિશાળ સંખ્યામાં આગેવાનોએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિસાવદર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.