ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી છે. અંતિમ ઓવર સુધી પહોંચેલી રોમાંચક મેચમાં ભારતે 4 વિકેટે જીત મેળવી લીધી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મેન ઑફ ધ મેચ બન્યા હતા.
For his stunning match-winning knock, @imVkohli bags the Player of the Match award. 👏 👏
— BCCI (@BCCI) October 23, 2022
Scorecard ▶️ https://t.co/mc9usehEuY #TeamIndia | #T20WorldCup | #INDvPAK pic.twitter.com/xF7LfA4Od5
મેચમાં પ્રથમ ટોસ જીતીને ભારતે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પાકિસ્તાને 8 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહે પણ 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. એક વિકેટ ભુવનેશ્વર કુમારે પણ મેળવી હતી.
પાકિસ્તાન તરફથી શાન મસૂદે 42 બોલમાં અણનમ 52 અને ઈફ્તિખાર અહમદે 34 બોલમાં 51 રન બનાવ્યા હતા.
160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી થઇ હતી અને માત્ર 31 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. ભારત તરફથી પ્રથમ બે બેટ્સમેન કેએલ રાહુલ અને રોહિત શર્મા 4-4 રન જ બનાવી શક્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 15 રને આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ ભારતીય બેટ્સમેને વિકેટ ટકાવી રાખી હતી અને હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ 144 સુધી પહોંચાડ્યો હતો.
અંતિમ ઓવરમાં ભારતીય ટીમને 16 રનની જરૂર હતી ત્યારે પહેલા જ બોલે હાર્દિક પંડ્યા 40 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ પાંચમા બોલે દિનેશ કાર્તિકની પણ વિકેટ પડી હતી. જોકે, અંતિમ બોલે રવિચંદ્રન અશ્વિને બાઉન્ડરી મારી ટીમને જીત અપાવી હતી.
ભારતીય ટીમ તરફથી 82 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યા હતા.
હવે આગામી મેચ ભારત ગુરુવારે (27 ઓક્ટોબર) નેધરલેન્ડ સામે રમશે. ત્યારબાદ ત્રીસમીએ સાઉથ આફ્રિકા, 2 નવેમ્બરે બાંગ્લાદેશ અને 6 નવેમ્બરના રોજ ઝિમ્બાબ્વે સામે રમશે. હાલ પોઈન્ટ્સ ટેબલમાં ભારતનું સ્થાન પહેલું છે.
ભારતે જીત મેળવ્યા બાદ દેશભરમાંથી ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, ‘T20 વર્લ્ડ કપની એકદમ યોગ્ય શરૂઆત. દિવાળીની ઉજવણી શરૂ થઇ ગઈ છે.’ તેમણે વિરાટ કોહલીની ઇનિંગની પ્રશંસા કરી સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
A perfect way to start the T20 World Cup…Deepawali begins 🙂
— Amit Shah (@AmitShah) October 23, 2022
What a cracking innings by @imVkohli.
Congratulations to the entire team. #ICCT20WorldCup2022
આ ઉપરાંત, પણ સમગ્ર દેશમાંથી ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.