બિહારમાં કાશ્મીરનો સ્વતંત્ર દેશ તરીકે ઉલ્લેખ થયો, વાંચવામાં થોડું અજુગતું લાગે પણ આ બિહાર સરકારની શિક્ષણ મોડેલની બદમાશી છે, આ ઘટના છે મુસ્લિમ બહુમતી બિહારના સરહદી જિલ્લા કિશનગંજની એક શાળાની, જ્યાં ધોરણ 7 ની અર્ધવાર્ષિક પરીક્ષામાં અંગ્રેજી પ્રશ્નપત્રમાં કાશ્મીરને સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો છે.
મળતા અહેવાલો મુજબ બિહાર એજ્યુકેશન બોર્ડના ધોરણ 7ના સરકારી શાળાઓના પ્રશ્નપત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ કાશ્મીર આપણા ભારત દેશનો ભાગ નથી પરંતુ એક અલગ દેશ છે. અહી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું કે ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત એમ પાંચ દેશોના નાગરિકોને શું કહેવામાં આવે છે. જોકે બિહારમાં કાશ્મીરનો સ્વતંત્ર દેશ તરીકે ઉલ્લેખ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી.
Kishanganj, Bihar | Class 7 question paper terms Kashmir as separate country
— ANI (@ANI) October 19, 2022
Got this via Bihar Education Board. Ques had to ask what are people from Kashmir called? Mistakenly carried as what are people of country of Kashmir called? This was human error: Headteacher, SK Das pic.twitter.com/VVv1qAZ2sz
ઉલ્લેખનીય છે કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કિશનગંજ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ (BEPC) દ્વારા લેવામાં આવે છે. શાળાના મુખ્ય શિક્ષક એસકે દાસે કહ્યું કે બિહાર શિક્ષણ બોર્ડ તરફથી આ ‘પ્રશ્નપત્ર’ આપવામાં આવ્યું છે.
બિહારમાં આ પ્રથમ વાર બન્યો હોય તેવો કિસ્સો નથી જેમાં કાશ્મીર અને ભારતને અલગ અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યાં હોય. અગાઉ 2017માં પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો. તે સમયે પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે બાદ ભારે હોબાળો થયો હતો. આ પછી બોર્ડે તેને માનવીય ભૂલ ગણાવીને મામલાને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે ડીડીસીની અધ્યક્ષતામાં તપાસ શરૂ કરી છે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ ભૂલ કયા તબક્કે થઈ છે. સ્થાનિક કક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે આવા પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવ્યા.
પાંચ વર્ષ બાદ ફરી એ જ ભૂલ કર્યા બાદ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે નીતિશ કુમારની આગેવાની હેઠળની JDU-RJD ગઠબંધન સરકાર પર પ્રહારો કર્યા છે. ઘટના બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડૉ.સંજય જયસ્વાલે કહ્યું કે આ પ્રશ્ન જ દર્શાવે છે કે બિહાર સરકાર અને તેના અધિકારીઓ કાશ્મીરને ભારતનો ભાગ માનતા નથી.
बिहार में कक्षा 7वीं के पेपर में कश्मीर को बताया गया अलग देश https://t.co/JrOBiupJIe
— AajTak (@aajtak) October 19, 2022
સંજય જયસ્વાલે આગળ જણાવ્યું કે “આનો પુરાવો ધોરણ 7 નું બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલનું પ્રશ્નપત્ર છે. બાળકોના મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેમ ચીન, ઈંગ્લેન્ડ, ભારત, નેપાળ એક દેશ છે તેમ કાશ્મીર પણ અલગ દેશ છે.”
બિહાર શિક્ષણ મોડેલની આ હરકતને અત્યંત નિંદનીય ગણાવતા કિશનગંજ જિલ્લાના ભાજપ અધ્યક્ષ સુશાંત ગોપે કહ્યું કે ગઠબંધન સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું કે બાળકોના મનમાં ભારત અને કાશ્મીરને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભૂલ થઈ નથી, પરંતુ નીતિશ કુમારની સરકારે એક ષડયંત્ર હેઠળ આ કર્યું છે. ગોપે કહ્યું કે કાશ્મીર માટે કેટલી માતાઓની ગોદ ઉજ્જડ થઈ ગઈ છે, તેમ છતાં નીતિશ કુમાર સરકાર દ્વારા આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે.