હમણાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને દિલ્હી દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ ચૂંટણીને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે વાયદો કર્યો છે કે જો આપ ગુજરાતમાં સરકાર બનાવશે તો 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે તેઓ સરકારી શાળાઓ બનાવશે.
શિક્ષણ/ ગુજરાતના આઠ મહાનગરોમાં દર 4 કિલોમીટરે એક હાઈફાઈ હશે સરકારી શાળા, આપની વધુ એક ગેરંટીhttps://t.co/KqdeK4vFDq
— GSTV (@GSTV_NEWS) October 18, 2022
પોતાના ચૂંટણી પ્રવસ દરમિયાન અમદાવાદમાં સિસોદિયાએ કલાપીનગરથી અસારવા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ સાથે સંબોધનમાં સિસોદિયાએ વાયદો કર્યો કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં આઠ મહાનગરમાં દર 4 કિલોમીટરે એક અદ્યતન સરકારી શાળાઓ બનશે. આ સરકારી શાળાઓ ખાનગી કરતાં પણ સારી બનશે. આ માટે તેમની પાસે યોજના પણ તૈયાર હોવાનો દાવો સિસોદિયાએ કર્યો હતો.
મનીષ સિસોદિયાએ જેવો આ ચૂંટણીલક્ષી વાયદો કર્યો એવું તરત જ ગુજરાતના આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર એક પોસ્ટ મૂકી અને લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એક વર્ષમાં તમામ મહાનગરોમાં દર 4 કિલોમીટરે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની નવી શાળા બનાવવામાં આવશે.’
દિલ્હીનું શિક્ષણ મોડેલ
હવે જયારે આમ આદમી પાર્ટી જયારે ગુજરાતમાં શરકરી શાળાઓ અને શિક્ષણ વ્યવસ્થાને બદલવાની વાત કરી રહી છે ત્યારે આપણે એ જોવું જરૂરી બને છે કે કે જગ્યાએ છેલ્લા 8 વર્ષથી તેમની સરકાર છે ત્યાં તેમને કેવા બદલાવ કર્યા છે અને શું મેળવ્યું છે.
હવે સરકારી શાળાઓની સ્થિતિ શાળાના શિક્ષકથી વધુ સારી રીતે કોણ બતાવી શેક? તો થોડા સમય પહેલા મેં મહિનામાં એક કાર્યક્રમ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી જયારે સ્ટેજ પરથી પોતાના શિક્ષણ મોડેલના બણગાં ફૂંકી રહ્યા હતા ત્યારે જાહેરમાં જ એક શિક્ષિકાએ તેમની પોલ ખોલી હતી. દિલ્હીની જામા મસ્જિદ સરકારી હિન્દી મીડીયમ શાળાની શિક્ષિકાએ ફરિયાદ કરતા કહ્યું હતું કે, ‘તે દિલ્હીની શાળામાં ભોયરામાં પ્રાઈમરી અને પ્રિ-પ્રાઈમરીના વર્ગ ચલાવે છે, અને ત્યા પણ અવારનવાર નોળીયા ફરતા જોવા મળે છે, જે બાળકો માટે ખુબજ જોખમી બાબત છે.’
આ સિવાય તાજેતરમાં જ એક RTIમાં ખુલાસો થયો કે દિલ્હીની શાળાઓની કાયાપલટ કરવાના દાવા કરી રહેલ આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લા 7 વર્ષમાં એક પણ સરકારી શાળાની મુલાકાત નથી લીધી કે નથી કોઈ ગ્રાન્ટ ફાળવી.
RTI પર્દાફાસ
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) September 28, 2022
2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું …જુવો રિપોર્ટ pic.twitter.com/7zkLQ0DFPB
તે સિવાય તાજેતરમાં જ મીડિયા અહેવાલો દ્વારા ખુલાસો થયો હતો કે આ જ આમ આદમી પાર્ટીની સરકાર મુજબ 2017 થી, દિલ્હીની 141 સરકારી શાળાઓને 7,000 નવા વર્ગખંડો મળ્યા છે. પરંતુ હકીકત એ છે કે તે 7,141 ઓરડાઓ માત્ર વર્ગખંડો નથી. શાળાના આચાર્યો નિર્દેશ કરે છે કે શાળાઓમાં નવા બાંધવામાં આવેલા એક ટોયલેટ બ્લોકની ગણતરી એક સમકક્ષ વર્ગખંડ તરીકે કરવામાં આવી હતી. લેબને બે નવા વર્ગખંડો સમકક્ષ ગણવામાં આવી હતી અને એક બહુહેતુક હોલને 10 વર્ગખંડો તરીકે ગણવામાં આવ્યો હતો.
ગુજરાતનું શિક્ષણ મોડલ
આ રીતે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને કથળેલી સ્થિતિમાં લઇ જનાર આમ આદમી પાર્ટી જયારે ગુજરાતની શૈક્ષન વ્યવસ્થામાં સુધારો કરવાની વાત કરે ત્યારે આપણે ગુજરાતમાં સરકારી શાળાઓ અને શિક્ષાની સ્થિતિ પર પણ નજર કરવી પડે.
ગુજરાતની સરકારી શાળાઓની વાત કરીએ તો હાલમાં તેમાં 50% થી વધુ વર્ગખંડોમાં ડિજિટલ રૂપે શિક્ષણ આપવા માટે સક્ષમ બન્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે સરકારી સાલાઓને અધતન બનવાના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે, જેના અંતર્ગત દરેક સ્કૂલમાં 50% સ્માર્ટ કલાસ સાથે કોમ્પ્યુટર લેબોરેટરી જેમાં તમામ સોફટવેર ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે, રાજ્યની ઘણી સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી,અત્યાધુનિક બિલ્ડિંગ, અને દરેક સ્કૂલ ફાયર સેફટીની સુવિધાથી સજ્જ કરવાના પ્રયત્નો ચાલુ છે. ઘણી શાળાઓમાં સ્માર્ટ કલાસમાં ઓડિયો-વીઝયુઅલ પ્રેઝન્ટેશન સાથે પીવાના શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટ પણ નંખાઈ રહ્યાં છે. આ ઉપરાંત તમામ બાળકોને પુસ્તકો, ચોપડા, વોટરબેગ,સ્કૂલ યુનિફોર્મ, શૈક્ષણિક કિટ જેમાં પેન,કંપાસ સહિતની વસ્તુઓ સરકાર તરફથી આપવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 7 વર્ષમાં 3.27 લાખ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આંકડા મુજબ સાત વર્ષ દરમિયાન ફક્ત અમદાવાદમાં જ 40 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળાનું શિક્ષણ પસંદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Education is the best form of investment towards Nation building.
— Devusinh Chauhan (@devusinh) June 26, 2022
Gujarat government is setting new benchmarks in Education as the government schools get preferred status.https://t.co/Ibe5XH3oMF
ચાલુ વર્ષે જ અહેવાલો સામે આવ્યા હતા કે સુરત અને અમદાવાદમાં સરકારી શાળાઓનો ક્રેઝ એટલો વધ્યો છે કે એડમિશન માટે તેમની કેપેસીટી કરતા ત્રણ ગણા વધુ આવેદનો મળ્યા હતા. આમ સુરત અને અમદાવાદની સરકારી શાળાઓ સુવિધાઓ અને શિક્ષણના સ્તરમાં સ્થાનિક પ્રાઈવેટ શાળાઓને પછાડતી થઈ છે. આની પહેલાના વર્ષોમાં પણ સુરતની સરકારી શાળાઓ દ્વારા બહાર પડાતી એડમિશન નોટિફિકેશન બાદ એડમિશન માટે લાંબી કતારો જોવા મળતી હતી.
આમ, દિલ્હીના સરકારી શિક્ષણની હાલત ખરાબ કરી નાખનાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં, કે જ્યાં દિવસેને દિવસે સરકારી શિક્ષણ સરૂને સારું થઇ રહ્યું છે, શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની વાત કરે એ સૌને પચી શકે એમ નથી.