Thursday, April 25, 2024
More
    હોમપેજરાજકારણ7 વર્ષમાં નથી લીધી એક પણ શાળાની મુલાકાત, કોઈ શાળાને નથી ફાળવી...

    7 વર્ષમાં નથી લીધી એક પણ શાળાની મુલાકાત, કોઈ શાળાને નથી ફાળવી ગ્રાન્ટ: કેજરીવાલના વધુ એક જુઠાણાને RTIએ પાડ્યું ખુલ્લું

    તાજેતરમાં જ અન્ય એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે દિલ્હી સરકારે શાળાઓમાં જે પણ ટોયલેટ, ઓફિસ કે હોલ બનાવ્યા હતા તેની ગણતરી પણ વર્ગખંડ તરીકે કરાવી હતી.

    - Advertisement -

    ગુજરાત ચૂંટણીમાં મત મેળવવા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ દિલ્હી શિક્ષણ મોડલ અને દિલ્હીની શાળાઓ વિષે વખાણ કરતા થાકતા નથી. એવામાં એક RTI દ્વારા ખુલાસો થયો છે કે જેણે ગુજરાત ભાજપના નેતાઓને કેજરીવાલ પર હુમલો કરવાનું મોટું કારણ આપી દીધું છે.

    ભાજપ નેતા અને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર યજ્ઞેશ દવેએ બુધવારે એક ટ્વીટમાં RTIમાં દિલ્હીના જન સૂચના અધિકારી તરફથી મળેલી જવાબની કોપી જોડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરી તેમના જુઠ્ઠાણાંનો પર્દાફાશ કર્યો હતો.

    યજ્ઞેશ દવેએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ” RTI પર્દાફાશ… 2015 થી2022 સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું …જુવો રિપોર્ટ.”

    - Advertisement -

    શું કહે છે RTI

    દિલ્લીમાં મોડલ સ્કૂલોની વાતો કરતા કેજરીવાલનો RTIમાં એક ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2022 સુધી કેજરીવાલે એક પણ શાળાની મુલાકાત લીધી નથી. એક પણ વિદ્યાર્થી કે શિક્ષક સાથે કોઈ વાતચીત પણ કરી નથી.

    એટલું જ નહીં, AAPના કોઈ ધારાસભ્યએ શાળા માટે કોઈ ગ્રાન્ટ પણ ફાળવી નથી. ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવી રીતે મોટી જાહેરાતો કરી રહ્યું છે?

    નોંધનીય છે કે જયારે આ જ બાબતે NDMCની એક બેઠકમાં NDMC સભ્ય કુલજીત ચહલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સવાલ પૂછ્યો કે તેમના ધારાસભ્યો દ્વારા તેમના પોતાના ક્ષેત્રમાં શાળાઓના સુધાર માટે કેમ કોઈ ફંડ વપરાયું નથી. ત્યારે કેજરીવાલ કોઈ જવાબ નહોતા આપી શક્યા અને બેઠક છોડીને ભાગતા નજરે પડ્યા હતા.

    ઘણીવાર દિલ્હીના શિક્ષણ મોડલની પોલ ખુલી ચુકી છે

    આ પહેલી વાર નથી કે કેજરીવાલ સરકારના દિલ્હી શિક્ષણ મોડલ અને દિલ્હી સરકારની પોલ ખુલી હોય. આ પહેલા પણ ઘણી વાર આવા ખુલાસાઓ થઇ ચુક્યા છે.

    તાજેતરમાં જ અન્ય એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે દિલ્હી સરકારે શાળાઓમાં જે પણ ટોયલેટ, ઓફિસ કે હોલ બનાવ્યા હતા તેની ગણતરી પણ વર્ગખંડ તરીકે કરાવી હતી.

    ઉપરાંત સરકારી શાળાઓના ઘણા આચાર્યોએ ફરિયાદ કરી હતી કે તેમની શાળાનું બાંધકામ સંતોષકારક રીતે નથી થયું અને શાળાઓના પ્લાસ્ટર ઉખડવા માંડ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં