પાટણ ખાતે ગૌરવયાત્રની જાહેર સભા આજે બગવાડા દરવાજા ખાતે યોજાઈ હતી. જેમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ,અલ્પેશ ઠાકોર સહિત ભાજપ નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ચૂંટણી પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લવ જેહાદ મુદ્દે આકરું વલણ દાખવતા જોવા મળ્યા હતા.
ગૌરવયાત્રની જાહેર સભા દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ લવ જેહાદ જેવા મુદ્દાઓને લઇ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “બેન-દીકરીઓની છેડતી કરે પછી સરકાર કડક થાય તો પછી કહે તમે કોમને હેરાન કરો છો. તો હું એમ કહું છું કે તમે જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દૂ છોકરી સાથે લગ્ન કરવા નહિ, ત્યારે તો મારા બેટા આપણી છોકરીઓને લઇ જઈ ખાનગીમાં નિકાહ પઢાઈ લે છે. તો એ વખતે એવો ફતવો બહાર પાડો.”
પાટણની ભાજપ ગૌરવ યાત્રામાં નીતિન પટેલનું નિવેદન
— Mantavya News (@mantavyanews) October 18, 2022
લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે ગરજયા નીતિન પટેલ
નીતિન પટેલના મોટા નિવેદનથી વિવાદનો સૂર
ચૂંટણીમાં લવજેહાદ મોટો મુદ્દો બનવાના સંકેત
મુલ્લા અને મૌલવી પર લગાવ્યા ગંભીર આક્ષેપ
હિન્દુ દીકરીને મુસ્લિમો ચોરીથી નિકાહ કરાવતાનો આરોપ
પોતાના નિવેદનમાં નીતિન પટેલે ઉમેર્યું હતું કે, “મોટા મોટા મૌલાનાઓ, મોટા મોટા મુલ્લાઓ ફતવો બહાર પાડે કે બહાર કે કોઈએ હિન્દૂની દીકરી સાથે લગ્ન કરવા નહિ. આ ફતવો બહાર પાડશો તો લવ જેહાદ બંધ થઇ જશે. સરકારની જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, દેશદ્રોહી પ્રવૃત્તિ કરી, બેટ દ્વારકા દરિયા પછી પાકિસ્તાનનો દરિયો આવે બોર્ડર પર જ્યાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ભાજપ સરકાર ચલાવી નહિ લે. એ કોઈ પણ પ્રકારનું દબાણ હોય તે ચલાવી લેવામાં નહિ આવે”
આ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આપી ચુક્યા છે જેહાદીઓને ચેતવણી
ઉલ્લેખનીય છે કે થોડા સમય આગાઉ લવ જેહાદીઓ ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીની આકરી પ્રતિક્રિયા સામે આવી હતી, સુરતમાં યોજાયેલા ઈ-FIR અંગેના આ જાગૃતના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, સુરતના આ સ્થળેથી જ પહેલી ચૂંટણી સભા કરી હતી. 2012ની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરે લડી હતી. ઉપરાંત લવ જેહાદીઓ ઉપર ગૃહમંત્રી દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી.