રોજર બિન્ની BCCIના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. મંગળવારે (18 ઓક્ટોબર 2022) મુંબઈમાં BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રોજર બિન્ની BCCIના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. તેમના સિવાય જય શાહ સતત બીજી વખત બોર્ડના સેક્રેટરી તરીકે સર્વાનુમતે ચૂંટાયા હતા. આ સિવાય બિનહરીફ ચૂંટાયેલા અન્ય બે પદાધિકારીઓમાં ખજાનચી આશિષ શેલાર, ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયાનો સમાવેશ થાય છે.
भारत के पूर्व क्रिकेटर रॉजर बिन्नी बने नए BCCI अध्यक्ष। बिन्नी को बोर्ड की AGM में #SouravGanguly की जगह अगले बीसीसीआई अध्यक्ष के रूप में नियुक्त किया गया।#RogerBinni #BCCI #NewsTakFlash pic.twitter.com/mmT0embTJe
— News Tak (@newstakofficial) October 18, 2022
નવા અધ્યક્ષ એંગ્લો-ઈન્ડિયન
રોજર બિન્ની પોતાના સમયમાં ઓલરાઉન્ડર ખેલાડી રહ્યા છે. તેમણે 1983માં ભારત માટે વર્લ્ડ કપનો ખિતાબ પણ જીતાડયો હતો. ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ એંગ્લો-ઈન્ડિયન છે. તેમનું પૂરું નામ રોજર માઈકલ હમ્ફ્રે બિન્ની છે. તેઓ ભારતમાં જન્મ્યા હતા અને અહી જ મોટા થયા હતા. તેમનો પરિવાર મૂળ સ્કોટલેન્ડનો છે, જેઓ પાછળથી ભારતમાં સ્થળાંતરિત થયા હતા. બેંગ્લોરમાં રહેતા રોજર બિન્ની અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.
BCCI को मिला नया Boss #rogerbinni
— Tripathi Ji (@itripathiji) October 18, 2022
Full Video- https://t.co/j4H4V2Ri2K#BCCIPresident #Bcci #rogerbinni #trendingnews #sportsnews #cricketnews #souravganguli pic.twitter.com/Lfdzg0mjE2
ઓલરાઉન્ડર હોવા ઉપરાંત તેઓ એક શાનદાર આઉટ સ્વિંગર બોલર પણ છે. તેમનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તો બીજી તરફ તેમની પુત્રવધુ મયંતી લેંગર પણ સ્પોર્ટ્સ એન્કરિંગમાં મોટું નામ ધરાવે છે. બીસીસીઆઈના નવા પ્રમુખે પોતાના મિત્રની બહેન સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાનોમાં ત્રણ બાળકો છે. લૌરા, લિસા પુત્રીઓ છે અને સ્ટુઅર્ટ બિન્ની પુત્ર છે, જેઓ ક્રિકેટને જાણે છે તે દરેક માટે આ નામ જાણીતું છે.
પુત્ર સ્ટુઅર્ટની પસંદગીને લઈને વિવાદ
ત્રણ વર્ષ સુધી BCCIમાં પસંદગીકારના પદ પર રહેલા રોજર પોતાના પુત્ર સ્ટુઅર્ટની પસંદગીને લઈને વિવાદમાં આવ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે પસંદગી સમિતિમાં તેમના પુત્રનું નામ આવતાં તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્ટુઅર્ટ બિન્નીની ક્રિકેટ કારકિર્દી માત્ર ત્યારે જ ચાલી હતી જ્યાં સુધી તેના પિતા રોજર પસંદગી સમિતિમાં હતા. તે સમયે સંદીપ પાટીલ મુખ્ય પસંદગીકાર હતા.
રોજર બિન્નીના ભારતીય ક્રિકેટ ટીમમાં રેકોર્ડ વિશે વાત કરીએ તો તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 1979-87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે મેચોમાં ભાગ લીધો હતો. તેમણે 1979માં પાકિસ્તાન સામે બેંગલુરુ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કહેવાય છે કે બિન્નીએ તેમની ટેસ્ટ કારકિર્દીમાં 3.63ની એવરેજથી 47 વિકેટ લીધી હતી. આ ઉપરાંત વન-ડે ઈન્ટરનેશનલમાં તેમણે 29.35ની એવરેજથી 77 વિકેટ ઝડપી છે. આ સિવાય તેમની બેટિંગ પણ લાજવાબ હતી.
તેના નામે ટેસ્ટમાં 830 રન અને વન ડેમાં 629 રન છે. અહી ઉલ્લેખનીય છે કે બિન્નીને ગોલ્ફ રમવાનું પસંદ છે, તેઓ પ્રકૃતિને પસંદ કરે છે અને ફાજલ સમયમાં તેમના ફાર્મમાં જઈને સમય વિતાવે છે.