વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી પહેલાં દેશના મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળીચૌદશે અયોધ્યા રામલલાના દર્શન કરશે. પીએમ મોદી અયોધ્યામાં રામલલાના દર્શન કરશે અને પૂજા કરશે. આ સિવાય પીએમ રામ મંદિર તીર્થધામની મુલાકાત લેશે. આ સાથે રામ મંદિરના નિર્માણની સમીક્ષા કરશે. પીએમ મોદી દિવાળીની પૂર્વ સંધ્યાએ સાંજે સરયૂ નદીના કિનારે દીપોત્સવની ઉજવણીમાં પણ ભાગ લેશે. આટલું જ નહીં, દર વખતની જેમ પીએમ મોદી સરહદ પર સૈનિકો સાથે જ દિવાળી ઉજવશે.
અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળીચૌદશે અયોધ્યા રામલલાના દર્શન કર્યા બાદ રામ કી પૌડી પર યોજાનાર દીપોત્સવ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. વાસ્તવમાં અયોધ્યામાં સરયુ નદીના કિનારે રામના પૈડી ઘાટ પર દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, અને આ વર્ષે પણ દિવાળી પર 17 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવાની અપેક્ષા છે, જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ હશે. માનવામાં આવે છે કે પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકથી વધુ સમય રોકાશે.
23 ઓક્ટોબરે PM મોદીના અયોધ્યાની સમય સૂચી
સાંજે 4.55 વાગ્યે કાર્યક્રમઃ PM મોદી ભગવાન રામલલાના દર્શન અને પૂજા કરશે.
સાંજે 05.05: રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે.
સાંજે 05.40: ભગવાન રામનો રાજ્યાભિષેક થશે.
સાંજે 06.25: સરયુજી ઘાટ ખાતે આરતી કરવામાં આવશે.
સાંજે 06.40: દીપોત્સવમાં જોડાશે.
સાંજે 07.25: ગ્રીન અને ડિજિટલ આતશબાઝીનો નજારો જોશે.
અયોધ્યા પહેલા પીએમ આ વખતે દિવાળી પહેલા કેદારનાથ ધામ અને બદ્રીનાથની પણ મુલાકાત લેશે. આ તેઓ અહીં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. 21 ઓક્ટોબરે કેદારનાથની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ત્યાં રાત રોકાશે. આ પછી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરે તેઓ બદ્રીનાથ જશે. આ પછી દિવાળીના દિવસે દર વર્ષની જેમ 24 ઓક્ટોબરે પીએમ મોદી સૈનિકોની વચ્ચે તહેવાર મનાવશે પરંતુ આ વખતે શક્ય છે કે તેઓ દેશના સહુથી છેવાડાના ગામડામાં દિવાળી ઉજવે. અહી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સતત સૈનિકોની વચ્ચે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
21 ઓક્ટોબરે PM મોદીની સમય સૂચી
સવારે 8.30 વાગ્યે સંપૂર્ણ કાર્યક્રમ: કેદારનાથ મંદિરમાં
સવારે 9 વાગ્યે પૂજા: કેદારનાથ રોપ-વે ભૂમિ પૂજન
સવારે 9.10 વાગ્યે: આદિગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળ દર્શન
સવારે 11.30 વાગ્યે: બદ્રીનાથ મંદિર પૂજા અર્ચના
બપોરના 12.05 વાગ્યે વિકાસ કાર્યોનું નિરીક્ષણ
સાંજે 5 વાગ્યા સુધી બદ્રીનાથ થીમેટીક પ્રેઝન્ટેશન
નોંધનીય છે કે ગયા વર્ષે દિવાળીના અવસર પર પીએમ મોદીએ અયોધ્યાના દીપોત્સવનો ઉલ્લેખ કર્યો હતો . તેમણે કહ્યું હતું કે, “માત્ર બે દિવસ પહેલા જ આખી દુનિયાએ અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી જોઈ હતી. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર સંપૂર્ણ ભવ્યતા સાથે બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાને તેનું ગૌરવ પાછું મળી રહ્યું છે. હવે આપણો સાંસ્કૃતિક વારસો, આસ્થાના કેન્દ્રોને એ જ ગર્વથી જોવામાં આવી રહ્યા છે જેવો જોઈએ. આ વખતે તે પોતે જ તેના સાક્ષી બનવાના છે.