Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટીએમસી નેતા કીર્તિ આઝાદે RSSના દ્વિતીય સરસંઘચાલક ગોલવલકર દ્વારા કરાયેલ કથિત ટિપ્પણી...

    ટીએમસી નેતા કીર્તિ આઝાદે RSSના દ્વિતીય સરસંઘચાલક ગોલવલકર દ્વારા કરાયેલ કથિત ટિપ્પણી શેર કરી, નેટીઝન્સે આપ્યું સાચું જ્ઞાન: જાણો આખો ઘટનાક્રમ

    કીર્તિ આઝાદે ટ્વિટર પર આરએસએસના દ્વિતીય સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરના અપ્રમાણિત અવતરણ સાથેનો એક ફોટોગ્રાફ શેર કર્યો, જેમાં દાવો કર્યો કે તે બ્રિટિશ ગુલામીને સહન કરવા તૈયાર છે.

    - Advertisement -

    રવિવાર, ઑક્ટોબર 16ના રોજ, તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના રાજકારણી અને ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે ટ્વિટર પર RSSના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકરના એક અપ્રમાણિત અવતરણ સાથેનો એક ફોટોગ્રાફ શેર કર્યો, જેમાં દાવો કર્યો કે તેઓ બ્રિટિશ ગુલામી સહન કરવા તૈયાર છે પરંતુ રાષ્ટ્રમાં રહેવા તૈયાર નથી કે જેણે મુસ્લિમો અને દલિતોને સમાન દરજ્જો આપવાને મંજૂરી આપી હોય.

    આઝાદ દ્વારા શેર કરવામાં આવેલી ફોટોની અધિકૃતતાના કોઈ ચિહ્નો નથી અને તે કોઈ સંદર્ભો વિના શેર કરવામાં આવ્યો હતો. 1940માં RSSના દ્વિતીય સરસંઘચાલક દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી, એવો સંકેત આપતાં આ તસવીર ટ્વિટર પર શેર કરવામાં આવી હતી કે શું તે સાચું છે. જો કે, એવું લાગતું નથી. કેટલાક યુઝર્સે સ્પષ્ટતા કરી હતી કે આ અવતરણ ગોલવલકરે ક્યારેય આપ્યું જ ન હતું. એક ટ્વિટર યુઝરે એક ટ્વીટ શેર કર્યું, જેમાં કહ્યું કે આ ગોલવલકરે ક્યારેય કહ્યું નથી અને કીર્તિ આઝાદે ‘ચુપ થઈને બેસી જવું જોઈએ’.

    અન્ય એક ટ્વિટર યુઝર સુશીલ અગ્રવાલે જણાવ્યું કે આ ટિપ્પણીને RSS વડા અને ગોલવલકરે નકારી કાઢી હતી. તેમણે કહ્યું, “ઉલ્લેખ કરાયેલ પુસ્તકને આરએસએસ અને ગુરુજીએ નામંજૂર કર્યું હતું. તેથી તેમાં આરએસએસનો સત્તાવાર દૃષ્ટિકોણ નથી. તદુપરાંત, ટાંકવામાં આવેલ પુસ્તકની સામગ્રી શંકાસ્પદ છે. આરએસએસના વિચારોનું સત્તાવાર પુસ્તક બંચ ઓફ થોટ્સ છે.”

    - Advertisement -

    અન્ય કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યું કે આ અવતરણ નકલી છે અને આ ટિપ્પણી ગોલવલકરે ક્યારેય કરી ન હતી. જો કે, આઝાદે હજુ સુધી તેના એકાઉન્ટમાંથી ગેરમાર્ગે દોરનારી ઈમેજ હટાવી ન હતી.

    જુઠ્ઠાણું ફેલાવવામાં પાવરધા છે TMC નેતા

    TMC નેતા કીર્તિ આઝાદ ખોટી માહિતી ફેલાવવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આઝાદે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના બીજા તબક્કાના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ખોટી માહિતી ફેલાવવા માટે કર્યો હતો.

    બીજેપીની રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય ડૉ. અનિર્બાન ગાંગુલીએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભગવત ઝા આઝાદના પુત્ર અને કોંગ્રેસના ભૂતપૂર્વ રાજકારણી આઝાદને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ભેદ પાડવામાં નિષ્ફળ રહેવા બદલ ટકોર કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલ, 2021 ના રોજ બંગાળની ચૂંટણીના છેલ્લા રાઉન્ડની મતદાન પ્રક્રિયા દરમિયાન, પશ્ચિમ બંગાળના બીરભૂમના ઇલામબજારમાં જ્યારે ટીએમસીના ગુંડાઓએ ભાજપના અનિર્બાન ગાંગુલીને ઉત્તર પ્રદેશનો હોવાનું દર્શાવીને બહાર પાડેલો વીડિયો ખરેખર પશ્ચિમ બંગાળનો હતો. 2021 માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, ગાંગુલીએ જિલ્લાના બોલપુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં