કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર બની પછી દેશમાં પ્રેસ સ્વતંત્રતા મરી પરવારી હોવાનું અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન હોવાની વાતો અવારનવાર થતી રહે છે. ખાસ કરીને મુખ્ય વિપક્ષી પાર્ટી ગણાતી કોંગ્રેસ અને તેમાં પણ તેના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ દલીલો આગળ વધારતા રહે છે. જોકે, એ વાત અલગ છે કે જ્યારે વાત તેમની ઉપર આવે અને ખાસ કરીને ગાંધી પરિવારની ટીકા થાય ત્યારે અચાનક અસહિષ્ણુતા વધી જાય છે. તાજેતરનો અર્નબ ગોસ્વામીનો કિસ્સો આપણી સામે છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રાહુલ ગાંધી પરનાં મીમ્સ ડીલીટ કરાવવા માટે કોંગ્રેસ નેતાઓ કંપનીને કાર્યવાહીની ધમકી આપવા માંડી હતી.
થયું એવું કે તાજેતરમાં જ દિલ્હીની એક જાણીતી ડિજિટલ મીડિયા કંપની ScoopWhoop દ્વારા રાહુલ ગાંધીને લઈને ભૂતકાળમાં કરવામાં આવેલ કેટલાંક રમૂજી ટ્વિટ ફરી ફરતાં થઇ ગયાં હતાં. આ જોઈને કોંગ્રેસ નેતાઓ અચાનક કંપની પર તૂટી પડ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
વર્ષ 2015માં ScoopWhoop દ્વારા એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક હતું- રાહુલ ગાંધી પરનાં આ મીમ્સ પરથી સમજાશે કે કેમ તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે.’ આ લેખમાં રાહુલ ગાંધીને લઈને બનેલાં કેટલાંક રમૂજી મીમ્સ શૅર કરવામાં આવ્યાં હતાં. જોકે, ત્યારે તો આ લેખને કોઈ વાંધો આવ્યો ન હતો, પણ હવે સાત વર્ષ બાદ કોંગ્રેસ નેતાઓ અચાનક જાગ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે.
ગઈકાલે (14 ઓક્ટોબર) અચાનક યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે એક ટ્વિટ કરીને ScoopWhoopને ટેગ કરીને આ 2015માં પ્રકાશિત કરવામાં આવેલ આ રિપોર્ટ અને ટ્વિટને ‘દ્વેષીલાં’, ‘ખોટાં’ અને ‘અપમાનજનક’ ગણાવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ તે રાહુલ ગાંધીની છબી ખરડતાં હોવાનું પણ કહ્યું હતું.
We take strong notice of these malicious, false and defamatory tweets by @ScoopWhoop aimed at tarnishing the image of the leader who is exposing the govt.
— Srinivas BV (@srinivasiyc) October 14, 2022
Calling upon you to remove these tweets in 24 hours with an apology on all platforms or legal consequences will follow.
કોંગ્રેસ નેતાએ ધમકી આપતાં કહ્યું કે જો કંપની 24 કલાકમાં આ ટ્વિટ્સ હટાવી નહીં લે અને તમામ માધ્યમો પર માફી નહીં માંગે તો તેમણે કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે.
શ્રીનિવાસના ટ્વિટ બાદ પત્રકારમાંથી નેતા બનેલાં કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પણ મામલામાં કૂદ્યાં હતાં. તેમણે ટ્વિટ કરીને રાહુલ ગાંધીને મોદી અને ભાજપની આંખમાં આંખ નાંખીને સત્ય બોલનારા ગણાવ્યા હતા અને ScoopWhoopને ટેગ કરીને કહ્યું કે, તેઓ ડીલીટ કરીને માફી માંગે. તેમણે એમ પણ કહ્યું કે, જો તેમ નહીં થાય તો તેમણે કાયદેસર કાર્યવાહી કરવી પડશે.
The only one man who looks Modi and the BJP in the eye and speaks truth to power is Rahul Gandhi.
— Supriya Shrinate (@SupriyaShrinate) October 14, 2022
Delete this tweet @ScoopWhoop and apologise. This is in very bad taste, we will be forced to pursue it legally https://t.co/jnecWYOOnC
આ સ્ક્રીનશોટ સૌથી પહેલાં @standon1983 નામના એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યા હતા. તેણે નામની જગ્યાએ RG For PM લખ્યું છે અને પ્રોફાઈલ ફોટો રાહુલ ગાંધીનો છે. યુઝરે આ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા એટલું જ નહીં પણ કંપનીના સીઈઓ સામે યૌન શોષણને થયેલ કેસનો પણ ઉલ્લેખ કરી દીધો હતો.
The CEO of @ScoopWhoop during the times these crap tweets were made against @RahulGandhi was @sattvikm (he is also the co-founder).
— RG for PM✋🇮🇳 (@standon1983) October 14, 2022
Fun fact: the creep recently resigned from the company after Sexual Assault complaints. #NuffSaid@Mehboobp1 @shaandelhite @MehekF @pratap_btp pic.twitter.com/AJYPaZAleA
આ યુઝરના ટ્વિટ્સ બાદ જ કોંગ્રેસ નેતાઓના ધ્યાનમાં આ ટ્વિટ્સ આવ્યાં હોય શકે તેવું અનુમાન છે. જોકે, કાયમ પ્રેસ સ્વતંત્રતાના ઝંડા ઊંચકીને ફરતી પાર્ટીના નેતાઓ એક સામાન્ય લેખને લઈને મીડિયા હાઉસને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપે એ વાત યુઝરોના મગજમાં બેસી રહી નથી.
જોકે, એ વાત પણ નોંધવા જેવી છે કે નહેરુ-ગાંધી પરિવાર સામે જ્યારે-જ્યારે આંગળી ચીંધવામાં આવી છે ત્યારે તેમણે અસહિષ્ણુતાથી કામ લઇ કડક પગલાં લીધાં છે. આ અંગે ઑપઇન્ડિયાએ વિસ્તૃત અહેવાલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસને દબાવવા કરવામાં આવેલ પ્રયાસોની એક યાદી પણ બનાવી હતી.
આ બાબતોમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જે વિચારસરણી અને નીતિઓ હતી એમાં સાત દાયકા બાદ પણ ઝાઝો ફેર પડ્યો નથી. જેથી એ પણ ચર્ચાનો વિષય છે કે શું કોંગ્રેસની પ્રેસ સ્વતંત્રતાની વાતોનું ખરેખર કોઈ ઔચિત્ય છે કે માત્ર એક દુષ્પ્રચાર છે?