Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ ધારાસભ્યે ઉત્પીડન કર્યું, કેસ દાખલ થતાં પૈસાની ઓફર કરી: કેરળની મહિલાનો...

    કોંગ્રેસ ધારાસભ્યે ઉત્પીડન કર્યું, કેસ દાખલ થતાં પૈસાની ઓફર કરી: કેરળની મહિલાનો આરોપ, કહ્યું- કોંગ્રેસ પર વિશ્વાસ નથી

    પીડિતાએ જણાવ્યા અનુસાર, 14 સપ્ટેમ્બરે તેની સાથે આ ઘટના બની હતી, જ્યારે ધારાસભ્ય દારૂના નશામાં આવ્યા અને તેને તેમની સાથે આવવા માટે કહ્યું હતું. જ્યારે તેણે ઇનકાર કર્યો તો ધારાસભ્યે મારપીટ કરીને દબાણ કર્યું હતું.

    - Advertisement -

    કેરળમાં એક કોંગ્રેસ ધારાસભ્ય પર એક મહિલાએ હેરાનગતિનો આરોપ મૂક્યો છે. પીડિત મહિલાએ કહ્યું કે, ધારાસભ્યે મામલાની પતાવટ માટે તેની સામે 30 લાખ રૂપિયાની ઓફર પણ મૂકી હતી. આ મામલે તેણે સ્થાનિક પોલીસ મથકે કેસ દાખલ કરાવ્યો હતો. 

    ઘટના કેરળના પેરામ્બુરની છે. પીડિતાએ જણાવ્યા અનુસાર, 14 સપ્ટેમ્બરે તેની સાથે આ ઘટના બની હતી, જ્યારે ધારાસભ્ય દારૂના નશામાં આવ્યા અને તેને તેમની સાથે આવવા માટે કહ્યું હતું. જ્યારે તેણે ઇનકાર કર્યો તો ધારાસભ્યે મારપીટ કરીને દબાણ કર્યું હતું. તેણે કહ્યું કે, તેની સાથે કારમાં પણ મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. 

    મહિલાએ કોંગ્રેસ ધારાસભ્ય પર આરોપ મૂકતાં જણાવ્યું કે, આ દરમિયાન ત્યાં કેટલાક લોકોએ જોઈને પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી ત્યારે ધારાસભ્યે કહ્યું હતું કે, આ મહિલા તેની પત્ની છે અને ત્યારબાદ તેને લઈને ત્યાંથી જતો રહ્યો હતો. 

    - Advertisement -

    મહિલા અનુસાર, તેઓ બંને ઘણાં વર્ષોથી એકબીજાના સંપર્કમાં છે. તેનો સંપર્ક ધારાસભ્યના સ્ટાફમાં કામ કરતા તેના મિત્ર મારફતે થયો હતો. ત્યારબાદ ગત જુલાઈ મહિનાથી બંને એકબીજાની નજીક આવ્યા હતા. મહિલાએ કહ્યું કે, ત્યારબાદ ધારાસભ્યે તેને હેરાન કરવાનું શરૂ કર્યું અને અનેક સ્થળોએ લઇ જઈને પ્રતાડિત કરી હતી. 

    જોકે, મહિલાને પૂછવામાં આવ્યું કે, શું આ પ્રતાડનામાં યૌન શોષણનો પણ સમાવેશ થાય છે, ત્યારે તેણે ખુલાસો ન કરતાં કહ્યું હતું કે, તેણે પહેલથી જ તમામ માહિતી કોર્ટને આપી દીધી છે અને નિવેદન પણ નોંધાવ્યું છે. 

    મહિલાએ વધુમાં ખુલાસો કરતાં કહ્યું કે, તેણે પહેલાં મહિલા સેલમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મામલો ધારાસભ્યને લગતો હોઈ તેણે કમિશનરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમણે કેસ પોલીસ મથકે ટ્રાન્સફર કર્યો હતો. મહિલાએ આક્ષેપ કરતાં કહ્યું કે, તેઓ 1 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવવા ગયાં ત્યારે પોલીસે વધુ સમય માંગ્યો હતો અને ત્યારબાદ 7 ઓક્ટોબરના રોજ જતાં ધારાસભ્ય અને પોલીસ સાથે જોવા મળ્યા અને ત્યારબાદ તેમણે તેને મામલાની પતાવટ માટે 30 લાખની ઓફર કરી હતી. 

    મહિલાએ જણાવ્યું કે, તેણે ઇનકાર કરતાં 9 ઓક્ટોબરના રોજ ફરી એક વખત ધારાસભ્યે તેની ઉપર હુમલો કર્યો હતો. મહિલાએ દાવો કરતાં કહ્યું કે, આ હુમલા બાદ તે કન્યાકુમારી જતી રહી હતી અને આપઘાત કરવા માંગતી હતી, પરંતુ તેના મિત્રે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને શોધી કાઢી હતી. મહિલાએ કહ્યું કે, તેને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ નથી અને એમ પણ કહ્યું કે, તેઓ ધારાસભ્યને બચાવવાના પ્રયાસ જ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં