પાકિસ્તાનમાં 13 વર્ષીય શીખ કિશોર પર સામૂહિક બળાત્કાર થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. આમ તો પાડોશી દેશમાં લઘુમતી સમુદાય અનેક પ્રતાડના સહન કરતી હોવાના સમાચારો અવારનવાર આવતા રહે છે, પરંતુ માત્ર 13 વર્ષના કિશોર સાથે બહુસંખ્યક મુસ્લિમ યુવાનો દ્વારા આચરવામાં આવેલી બર્બરતા પાકિસ્તાનમાં વસતા લઘુમતી સમુદાયની પીડા કઈ હદે પહોંચી છે તે દર્શાવી રહી છે.
અહેવાલો અનુસાર પાકિસ્તાનના સિંધના જેકોબાબાદમાં 13 વર્ષના શીખ કિશોર પર મોહસીન, જમાઈલ અને સિદ્દિર નામના ઈસમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા, પરંતુ તેઓ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટ્યા હતા. આરોપીઓ કિશોરને મોટરસાયકલ અપાવવાના બહાને તેને સ્થાનિક પીટીસીએલ (પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન્સ લિમિટેડ)ની ટેલિફોન એક્સચેન્જ ઓફિસમાં લઈ ગયા હતા, જ્યાં કિશોર પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
13-year-old Sikh boy gang-raped by three Muslims in Pakistan#Pakistan #FPNewshttps://t.co/qdBv75aFb9 pic.twitter.com/n2ihv6ZUjL
— Firstpost (@firstpost) October 12, 2022
બંદુકની અણીએ સામુહિક બળાત્કાર
આ તમામ રોપીઓની ઓળખ મોહસીન, જમાઈલ અને સિદ્દિર તરીકે થઈ છે. પીડિત કિશોરે જેકોબાબાદ પોલીસને જણાવ્યું હતું કે 3 આરોપીઓ તેને બાઇક ખરીદવાના બહાને વિસ્તારમાં સ્થિત પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપનીની ઓફિસમાં લઈ ગયા હતા અને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેના પર બંદૂક તાકી દીધી હતી. આ પછી ત્રણેયએ બંદૂકની અણીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતના કહેવા પ્રમાણે બળાત્કાર બાદ આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આરોપીએ વીડિયો દ્વારા પિતાને બ્લેકમેલ કર્યા હતા.
#BreakingNews | 13-year-old Sikh boy gangraped in Pakistan’s Jacobabad
— News18 (@CNNnews18) October 13, 2022
Crimes are committed against Hindu minorities on everyday basis, no one raises any voice: Jai Ahuja, President, Nimittekam#NationAt5 | @AnchorAnandN pic.twitter.com/Gq1e8m0igP
પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય પર અત્યાચાર
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લઘુમતી સમુદાયના સગીર બાળકો સાથે આ પ્રકારની આ પહેલી ઘટના નથી. નવેમ્બર 2021 માં અહીંના સુક્કુર જિલ્લામાં એક 11 વર્ષના હિંદુ બાળકની જાતીય શોષણ બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. 5મા ધોરણમાં ભણતા બાળકનું અપહરણ ત્યારે કરવામાં આવ્યું જ્યારે તેનો પરિવાર ગુરુ નાનક દેવના જન્મદિવસ એટલે કે પ્રકાશ પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતો. થોડા કલાકો બાદ તેનો મૃતદેહ ઘરથી થોડે દૂરથી મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે કહ્યું હતું કે આરોપીએ સગીરનું યૌન શોષણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી.