ગુજરાત કોંગ્રેસનું એક ટ્વિટ ચર્ચામાં છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતા હાર્દિક પટેલ ભાજપના કાર્યક્રમમાં સામેલ થવાના હતા અને તૈયારી પણ કરી લીધી હતી પરંતુ અંતિમ ક્ષણે તેમનું નામ ગાયબ કરીને બહાર કરી મૂકવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને ગૌરવ યાત્રામાં સામેલ ન કરવામાં આવ્યા હોવાના દાવા આમ આદમી પાર્ટીના નેતાએ પણ કર્યા હતા. જોકે, હકીકત જુદી જ સામે આવી છે.
खबर है कि हार्दिक पटेल को BJP ‘पूरा सम्मान’ दे रही है।
— Gujarat Congress (@INCGujarat) October 13, 2022
कल BJP के कार्यक्रम में शामिल होने वाले थे। पूरी तैयारी कर ली, पगड़ी बांध ली, मस्त सफ़ेद शर्ट निकाल ली।
फिर ऐन वक्त पर BJP ने लिस्ट से नाम गायब कर दिया। मक्खी की तरह निकाल फेंका।
बहुत बुरा हुआ… हार्दिक भाई के साथ।
ગુજરાત કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પરથી કહેવામાં આવ્યું કે, ‘સમાચાર છે કે હાર્દિક પટેલને ભાજપ ‘પૂરેપૂરું સન્માન’ આપી રહી છે. કાલે ભાજપના કાર્યક્રમમાં (ગુજરાત ગૌરવ યાત્રામાં) સામેલ થવાના હતા. તૈયારીઓ પણ કરી લીધી હતી, પાઘડી પણ બાંધી લીધી હતી અને મસ્ત સફેદ શર્ટ પણ કાઢી લીધો હતો. પરંતુ પછી અંતિમ ક્ષણે ભાજપે લિસ્ટમાંથી નામ ગાયબ કરી દીધું અને માખીની જેમ કાઢીને ફેંકી દીધા.’ ત્યારબાદ હાર્દિક પટેલ સાથે ખોટું થયું તેમ કહી કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસનું આ ટ્વિટ બુધવાર (13 ઓક્ટોબર 2022)ના એક કાર્યક્રમ સંદર્ભમાં હોવાનું મનાય છે, જેને લઈને હાર્દિક પટેલ બે દિવસથી ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં, પાર્ટીએ શરૂ કરેલ ‘ગુજરાત ગૌરવ યાત્રા’ના ભાગરૂપે યોજાનાર સભાઓ માટે પાર્ટીના વિવિધ નેતાઓને જવાબદારી સોંપી હતી. જે માટેની યાદીમાં પહેલાં હાર્દિક પટેલનું નામ લખવામાં આવ્યું હતું, પરંતુ પછી નવી યાદી આવી તેમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.
ત્યારબાદ હાર્દિક પટેલને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હમણાં-હમણાં ગુજરાત વિશે ટિપ્પણી કરતા રહેતા નરેશ બાલ્યાને દાવો કરીને કહ્યું હતું કે, ભાજપે ગુજરાતમાં ગૌરવ યાત્રાની સમિતિમાંથી હાર્દિક પટેલને બહાર કરી દીધા હતા. તેમણે ભાજપને પટેલોની દુશ્મન ગણાવવાના પણ પ્રયાસો કર્યા હતા.
BJP गुजरात में “गौरव यात्रा” निकाल रही थी। उस यात्रा के कमिटी से @HardikPatel_ को BJP बाहर निकाल दिया। कल तक हार्दिक पटेल इसके मुख्य सदस्य थे। चलो मानते हैं कि BJP की तो जन्मजात दुश्मनी है पटेलों से, लेकिन मुझे ये समझ नहीं आता की हार्दिक पटेल क्यों अपनी इतनी बेज्जती करवा रहे हैं?
— Naresh Balyan (@AAPNareshBalyan) October 12, 2022
આ તમામ દાવાઓથી વિપરીત સત્ય એ છે કે હાર્દિક પટેલે ‘ગુજરાત ગૌરવ યાત્રા’માં ભાગ લીધો હતો અને અન્ય નેતાઓ સાથે સ્ટેજ પર પણ જોવા મળ્યા હતા. સ્વયં હાર્દિક પટેલે આ કાર્યક્રમની તસ્વીરો પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરી હતી.
હાર્દિક પટેલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ યાત્રાનો બહુચરાજીથી પ્રારંભ કરાવવામાં આવ્યા બાદ વિરમગામમાં યાત્રાના સ્વાગત માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને રાવસાહેબ દાનવે પણ જોવા મળ્યા હતા.
गुजरात में भाजपा सरकार ने साढ़े छह करोड़ लोगों के विकास के संकल्प को परिपूर्ण किया हैं। आज भाजपा के राष्ट्रीय अध्यक्ष @JPNadda जी, गुजरात के मुख्यमंत्री @Bhupendrapbjp जी और प्रदेश भाजपा अध्यक्ष @CRPaatil जी ने उत्तर गुजरात की गौरव यात्रा का बहुचराज़ी से प्रारंभ कराया। pic.twitter.com/lWYFU52dbZ
— Hardik Patel (@HardikPatel_) October 12, 2022
જોકે, યાદીમાંથી નામ કાઢવા પાછળ એ કારણ જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ સામે મહેસાણામાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટે પ્રવેશબંધી ફરમાવી છે. જેના કારણે કોર્ટના આદેશની અવમાનના ન થાય તે માટે તેમનું નામ હટાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ યાત્રામાં હાજર રહ્યા જ હતા.