દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન શ્રી કૃષ્ણને મળવા આવેલા સુદામાને નશામાં ધૂત બતાવવા બદલ માફી માંગવી પડી છે. દિલ્હીની મેડીકલ કોલેજમાં સુદામાને દારૂ પીને લથડીયા ખાતા દર્શાવતી ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે નારાજગી વ્યક્ત કરી હતી.
આ વીડિયો 27 સપ્ટેમ્બર 2022ના રોજ દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં આયોજિત કાર્યક્રમનો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના પ્રદર્શન દરમિયાન ભગવાન કૃષ્ણ અને સુદામાની મુલાકાતનું દ્રશ્ય બતાવ્યું હતું. આ દરમિયાન સુદામાને દારૂના નશામાં ધૂત બતાવવામાં આવ્યા હતા.
આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ પણ ચિચિયારીઓ પાડીને બેશરમી બતાવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ડોકટરો બંને શામેલ હતા. આ પર્ફોર્મન્સ દરમિયાન પ્રખ્યાત હિંદુ ભજન ‘હે દ્વારપાલોં કન્હૈયા સે કહે દો’ પણ વાગી રહ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. વિવાદ વધતાં એસોસિએશને વિદ્યાર્થીઓના કૃત્ય બદલ માફી માંગી છે.
વાયરલ વીડિયોમાં કેટલીક છોકરીઓ સ્ટેજ પર ‘અરે દ્વારપાલો’ ભજન પર ડાન્સ કરતી જોઈ શકાય છે. એટલામાં સુદામાના વેશમાં એક છોકરો મંચ પર આવે છે. દરમિયાન તે નશામાં હોય તેવું વર્તન કરે છે. અને હાથમાં રહેલી બોટલ જેવી જસ્તુ હવામાં લહેરાવીને લથડીયા ખાતો જોવા મળી રહ્યો છે.
Maulana Azad Medical College students in their fest disrespected Bhagwan Krishna and Sudama, who portrayed as Alcoholic
— Anshul Pandey (@Anshulspiritual) October 9, 2022
As per Scriptures, Sudama could not afford proper meal, forget about Alcohol! Pathetic people. pic.twitter.com/m7KQUjiHNG
મૌલાના આઝાદ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને 11 ઓક્ટોબર 2022ના રોજ આ કૃત્ય બદલ માફી માંગી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો 4 દિવસીય એનિવર્સરી ફેસ્ટિવલનો છે. આ કાર્યક્રમ કોમેડીના હેતુથી રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કોલેજ પ્રશાસનને પણ અભદ્ર ગણાવ્યું છે. વહીવટીતંત્રે આ વીડિયોમાં અભિનય કરનારા વિદ્યાર્થીઓને આગામી કોઈપણ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવ્યા છે.
મૌલાના આઝાદ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને જાહેર કરેલા માફીપત્ર અનુસાર તે રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન અને આઝાદ મેડિકો એસોસિએશનનો સંયુક્ત કાર્યક્રમ હતો. આ પત્ર રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ.અવિરલ માથુર અને અન્ય પદાધિકારીઓ દ્વારા જારી કરવામાં આવ્યો છે. જોકે આ પ્રથમ વાર નથી કે કોઈ મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિને અપમાનિત કરવામાં આવ્યા હોય, આ પહેલા પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચુકી છે.