Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, 15 વર્ષની બાળકીને કટ્ટરપંથીઓ ઉઠાવી ગયા, 15...

    પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, 15 વર્ષની બાળકીને કટ્ટરપંથીઓ ઉઠાવી ગયા, 15 દિવસમાં હિંદુ અપહરણની ચોથી ઘટના

    ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં શીખ સમુદાયની યુવતીના અપહરણ બાદ પાકિસ્તાની લઘુમતીની સુરક્ષા અંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM)ને જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે પાકિસ્તાન સાથે શીખ મહિલાઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુ બાળાઓ પરના અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. દરરોજ હિંદુ સમાજની યુવતીઓને લગતી કોઈને કોઈ ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી કટ્ટરવાદીઓ 15 વર્ષની બાળકી ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે, છેલ્લા 15 દિવસમાં પાકિસ્તાનમાં હિંદુ બાળકી ઉઠાવી જવાની આ ચોથી ઘટના છે,

    છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનથી લઘુમતી હિન્દુ સમુદાયની ઘણી યુવતીઓના અપહરણના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. યુવતીઓનું માત્ર અપહરણ જ નથી થતું, પરંતુ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવીને તેઓને ઇસ્લામ કબૂલ કરાવવા માટે પણ દબાણ કરવામાં આવે છે. તેમની સાથે બળાત્કાર જેવી ઘટનાઓ ઘટી રહોઈ છે અને પાકિસ્તાન સરકાર આ તમામ અત્યાચારો સામે આંખ આડા કાન કરીને બેસી રહી છે.

    મળતી માહિતી મુજબ કટ્ટરવાદીઓ દ્વારા જે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે તેનું નામ ચંદ્ર મેહરાજ છે. આ બાબતે બાળકીના માતા-પિતાએ જણાવ્યું કે ચંદ્રાનું હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તારથી જયારે તે ઘર તરફ આવી રહી હતી તે સમયે અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીના અપહરણ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરંતુ હજુ સુધી બાળકીની કોઈજ ભાળ મળી નથી. આ અગાઉ પણ ત્રણ હિંદુ મહિલાઓના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. 24 સપ્ટેમ્બરે નસરપુર વિસ્તારમાંથી મીના મેઘવાર નામની 14 વર્ષની સગીર બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે પહેલા મીરપુરખાસ શહેરમાં ઘરે પરત ફરતી વખતે અન્ય એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    હિન્દુ મહિલાઓ પર અત્યાચારની ઘણી ઘટનાઓ

    અગાઉ આ જ વિસ્તારમાં રવિ કુર્મી નામના હિન્દુ વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની રાખીનું અપહરણ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પછી તેણે કહ્યું હતું કે, રાખીને બળજબરીથી ઇસ્લામ કબુલ કરાવ્યા બાદ એક મુસ્લિમ વ્યક્તિએ તેની સાથે બળજબરીથી નિકાહ કર્યા હતા. જોકે પોલીસે દાવો કર્યો હતો કે રાખીએ પોતાની મરજીથી ઈસ્લામ કબૂલ કર્યો હતો અને પોતાની મરજીથી મુસ્લિમ પુરુષ અહેમદ ચંદિયો સાથે લગ્ન પણ કર્યા હતા. પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર નવી વાત નથી. આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેના પર ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી.

    લઘુમતી સમુદાયની સુરક્ષા અંગે ભારતે પાકિસ્તાનને ઘેર્યું હતું

    ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં શીખ સમુદાયની યુવતીના અપહરણ બાદ પાકિસ્તાની લઘુમતીની સુરક્ષા અંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM)ને જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે પાકિસ્તાન સાથે શીખ મહિલાઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન આ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરશે.

    બીજી તરફ, કમિશને એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે તેમણે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં એક શીખ યુવતીના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ અંગેના મીડિયા અહેવાલોનું સંજ્ઞાન લીધું છે. આ પછી વિદેશ મંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેવામાં ફરી એક વાર પાકિસ્તાનના રહેવાસી હિંદુ બાળકીના અપહરણથી પાકિસ્તાનની ઇસ્લામિક કટ્ટરતા વળી માનસિકતા વિશ્વ સામે ખુલ્લી પાડી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં