રવિવાર (9 ઓક્ટોબર 2022)ના દિવસે ભારતમાં શરદપૂર્ણિમાની સાથે સાથે પયગંબર મોહમ્મદનો જન્મદિવસ ‘મૌલિદ’નો તહેવાર પણ ઉજવાયો હતો. પરંતુ કટ્ટરવાદી લોકોએ ‘ઈદ મિલાદ-ઉન-નબી’ નો લાભ લઇ ઉજવણીના ઓછાયાં હેઠળ પોતાના પ્રોપગેન્ડા ફેલાવવાનું કામ કર્યું હતું. આવા જ એક કિસ્સામાં બિહારના શિવહરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હતું.
બિહારના શિવહરમાં અશોક ચક્રની જગ્યાએ ત્રિરંગામાં ચાંદ-તારાનો ફોટો લગાવવાનો મામલો જોર પકડવા લાગ્યો છે. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નારાજગી વ્યક્ત કરતા વિશ્વ હિન્દુ પરિષદે તેને દેશદ્રોહ અને ત્રિરંગાના અપમાનનો મામલો ગણાવ્યો છે. આ સાથે દોષિતોની ઓળખ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
अब तो आदत सी हो गई है ऐसे अपमान की ।@DOpolitics_in@UnSubtleDesi @OpIndia_com@OpIndia_in @ARanganathan72https://t.co/sVXSok2GjE
— ThePranav (@Pranav_means_om) October 9, 2022
આ બધાની વચ્ચે ડીએમ મુકુલ કુમાર ગુપ્તાએ મામલાને ગંભીરતાથી લીધો છે. ડીએમએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ પણ માંગ્યો છે. તપાસની જવાબદારી એસડીઓ મોહમ્મદ. ઇશ્તિયાક અલી અંસારી અને SDPO સંજય કુમાર પાંડેને સોંપાઈ છે. ડીએમએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
સમગ્ર ઘટનાક્રમ
નોંધનીય છે કે રવિવારે શિવહર શહેરમાં પયગંબર મોહમ્મદની જન્મજયંતિ (ઈદ મિલાદ-ઉન-નબી) પર એક જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં લીલી ઝંડી સાથે ત્રિરંગો પણ લહેરાયો હતો. લહેરાવેલા ત્રિરંગામાં અશોક ચક્રની જગ્યાએ ચાંદ-તારા બનાવવામાં આવ્યા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ સહિત ઝીરો માઈલ પરથી પસાર થઈ ત્યારે તિરંગાનો અનાદર જોઈ લોકો રોષે ભરાયા હતા. લોકોએ વીડિયો બનાવીને ડીએમ સહિતના અધિકારીઓને મોકલ્યો. આ વીડિયો ઝડપથી ઈન્ટરનેટ મીડિયા પર ફરતો થયો. લોકો પ્રશ્નો પૂછવા લાગ્યા. આ સાથે જ તેમણે ટીકા કરવાનું શરૂ કરી દીધું.
મામલાને ગંભીરતાથી લેતા ડીએમ મુકુલ કુમાર ગુપ્તાએ એક ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ અશોક ઉપાધ્યાયે જણાવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ આવા રાષ્ટ્રવિરોધી કૃત્યોની સખત નિંદા કરે છે અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરે છે કે આવા અસામાજિક તત્વોની ઓળખ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરે જેથી આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય.
તેલંગાણામાં ત્રિરંગા પર ઇસ્લામિક લખાણ
પ્રોફેટ મુહમ્મદ પર સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણી સામે સમગ્ર ભારતમાં વિરોધ વચ્ચે, થોડા પ્રદર્શનકારીઓ રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા જોવા મળ્યા હતા જેમાં તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં આદરણીય અશોક ચક્રને ઇસ્લામિક લખાણ ‘કલમા’ સાથે બદલવામાં આવ્યો હતો.
મહબૂબનગરમાં મસ્જિદ રહેમથની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટાઇમ્સ નાઉએ અહેવાલ આપ્યો હતો કે શુક્રવારની નમાજ (7 ઓક્ટોબર) પછી લગભગ 15-200 વિરોધીઓ મસ્જિદની બહાર એકઠા થયા હતા.
In Telangana the #AshokChakra has been replaced with the words 'there is no God but AIIah'.
— Ashoke Pandit (@ashokepandit) June 10, 2022
Will those responsible for this be punished severely?
If not then it proves that anarchy has unleashed in India & rule of law doesn’t exist.#FridayFury pic.twitter.com/80vHTBihfW
વાયરલ થયેલા વીડિયોમાં એક પ્રદર્શનકારીને અશોક ચક્રની જગ્યાએ ‘કલમા’ સાથે ત્રિરંગો લહેરાવતો જોઈ શકાય છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા હજુ સુધી વીડિયોની ચકાસણી કરવામાં આવી નથી. શુક્રવારે દેશભરના અનેક શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.