Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક'ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ઘટતી લોકપ્રિયતા અને સભામાં દેખાય છે ખુરશીઓ ખાલી': પ્રશાંત...

    ‘ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ઘટતી લોકપ્રિયતા અને સભામાં દેખાય છે ખુરશીઓ ખાલી’: પ્રશાંત ભૂષણ અને મેવાણી કરેલ દુષ્પ્રચારનું ફેક્ટ-ચેક

    આ પહેલા 2012, 2017 ની વિધાનસભા ચૂંટણીઓ હોય કે 2019ની લોકસભા ચૂંટણીઓ, મોદીદ્વેષીઓએ આ જ રીતે રેલી કે સભા શરૂ થવાના લાંબા સમય પહેલા પડેલા ફોટો-વિડીયો અથવા તે પુરી થયા બાદના ફોટો-વિડીયો અપલોડ કરીને અઢળક વાર આવા જ પ્રોપગેન્ડા ફેલાવ્યા છે અને દરેક વખતે તેમના દાવાઓ ખોટા સાબિત થયા છે.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પોતાના ગુજરાત પ્રવાસ પર છે અને આ દરમિયાન જુદી જુદી જગ્યાઓએ રેલીઓ, સભાઓ અને લોકાર્પણોમાં ભાગ લઇ રહ્યા છે. રવિવારે PM મોદીએ મહેસાણાના મોઢેરા ગામને દેશના પ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર કર્યું હતું. PMની મોઢેરા ખાતેની સભાને લઈને હાલ સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે જે દાવા કર્યા તેને લઈને નેટિઝન્સ તેમને ઘેરી રહ્યા છે.

    વિષય એમ છે કે સોમવારે (10 ઓક્ટોબર) સૌ પહેલા વડગામના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ પોતાની ટ્વીટર પ્રોફાઈલ પર એક વિડીયો શેર કર્યો હતો. વિડીયો PM મોદીની મોઢેરાની સભાનો જણાવવામાં આવી રહ્યો હતો જેમાં સફેદ રંગની ખુરશીઓ ખાલી ભાસે છે અને લોકો સભા છોડીને નીકળતા જોવા મળી રહ્યા છે. સાથે જ મોદી સ્ક્રીન પર PM મોદીનું ભાષણ ચાલી રહ્યું છે. વિડીયો સાથે મેવાણી કટાક્ષમાં લખે છે, “ગુજરાતમાં વડાપ્રધાનની લોકપ્રિયતા વધી રહી છે.”

    જેની થોડી જ મિનિટો બાદ સુપ્રીમ કોર્ટના વિવાદિત વકીલ અને પોતાના મોદીદ્વેષને કારણે જાણીતા બનેલ પ્રશાંત ભૂષણ પણ એ જ વિડીયો પોસ્ટ કરે છે અને લખે છે, “ગુજરાતમાં વડાપ્રધાનની વિશાળ ચૂંટણી રેલી. તેની વધતી જતી લોકપ્રિયતાનું પ્રતીક!”

    - Advertisement -

    આમ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાની અને પ્રશાંત ભૂષણ એવો પ્રોપગેન્ડા ફેલાવતા નજરે પડ્યા કે જાણે PM મોદીની મોઢેરાની સભા નિષ્ફળ હતી, અને તેમાં કોઈ આવ્યા નહોતા બધી ખુરશીઓ ખાલી હતી. જે ઉપરથી તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે.

    ઑપઇન્ડિયા ફેક્ટ-ચેક

    જયારે અમે આ બંને નેતાઓના વિડીયોની બારીકાઈથી તપાસ કરી તો અમને દાળમાં કૈક કાળું લાગ્યું. વિડીયો ધ્યાનથી જોઈએ તો તેમાં દેખાઈ રહેલ સ્ટેજ એકદમ ખાલી ભાસી રહ્યો હતો. લોકો મોટી સંખ્યામાં સભાસ્થળની બહાર નીકળી રહ્યા હતા. આ સાથે જ અમે પ્રધાનમંત્રી મોદીની યુટ્યુબ ચેનલ પર જઈને આ કાર્યક્રમનો લાઈવ વિડીયો ખુબ ધ્યાનથી તપાસ્યો. જેમાં સભાસ્થળ શ્રોતાઓથી ઉભરાતું નજરે પડ્યું હતું.

    સભાના લાઈવ વીડિયોને જયારે અમે અંત સુંધી જોયો તો ધ્યાને પડ્યું કે મોદીના ભાષણના છેલ્લા શબ્દો સુધી સભાસ્થળ શરૂઆતની જેમ જ લોકોથી ભરેલું હતું.

    PM મોદીના સંબોધનના છેલ્લા વાક્ય વખતે સભાખંડની ભીડ (ફોટો: લાઈવ વિડીયોમાંથી)

    વધુ તાપસ માટે અમારી ટીમે જયારે તે સભા ચાલુ હતી તે વખતે ત્યાં હાજર રહેલ એક સોર્સ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે PM મોદી જયારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે સભાસ્થળ એકદમ ખચાખચ ભરાયેલું હતું અને જે લોકોને બેસવાની જગ્યા નહોતી મળી તેઓ ઉભા રહીને પણ મોદીને સાંભળી રહ્યા હતા.

    બેસવાની જગ્યા ન માલ્ટા ઉભા રહીને મોદીને સાંભળતા લોકો (ફોટો: લાઈવ વિડીયોમાંથી સ્ક્રીનશોટ)

    આ સિવાય અમારા સોર્સ પાસેથી અમને આ સભા વખતના ખરા ફોટા પણ ઉપલબ્ધ થયા જે આ બંને મોદીદ્વેષીઓના દાવાઓની હવા કાઢતા નજરે પડે છે.

    બંને નેતાઓની ટ્વીટ ફરી તપાસતા અમારા આદ્યાને આવ્યું કે બંનેનું કેપશન મોટા ભાગે મળતું આવતું હતું. આથી આ પ્રોપગેન્ડા પહેલાની ઘટનાઓની જેમ કોઈ ટૂલકિટ પ્રમાણે થઇ રહી હોય તો નકારી શકાય નહિ.

    નેટિઝન્સે પણ કર્યું ફેક્ટ-ચેક

    કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી અને વકીલ પ્રશાંત ભૂષણની આ ટ્વિટ્સથી અન્ય ઘણા લોકો ઘટનાની સત્યતા તપાસવા પ્રેરાયા હતા.

    કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને ટાંકીને ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ વિજય પટેલે એક સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે, “તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે સ્ટેજ પર કોઈ નથી. સ્ક્રીન પર ખરેખર રેલી પત્યા પછીનું રિપીટ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે.” સાથે જ તેમને મેવાણીને આ ખોટો વિડીયો ડીલીટ કરવા માટે પણ અપીલ કરી હતી.

    આ સિવાય ભાજપ નેતા તાજિન્દર પાલ સિંઘ બગ્ગાએ પ્રશાંત ભૂષણને ટાંકીને લખ્યું હતું કે, “મેં તમને ખુરશીઓ ગોઠવવા મોકલ્યા હતા, દિમાગ દોડાવવા નહીં. જે તમારા બસ ના હોય એ કામ ના કરો એ સારું છે, બાકી આ વિડીયો રેલી પૂરી થયા પછીનો છે. અને જેમ તમારી ખોપડીમાં કાંઈ નથી એ રીતે વીડિયોમાં સ્ટેજ પર પણ કોઈ નથી.”

    વર્ષોથી ચાલે છે આવા કાવા દાવાઓ

    આ પહેલી વાર નથી કે નરેન્દ્ર મોદીની કોઈ રેલી પછી કે પહેલા સોશિયલ મીડિયા પર તેમના વિરોધીઓએ ખાલી ખુરશીઓના ફોટા મૂકીને રેલી અથવા સભા નિષ્ફ્ળ જવાના તથા મોદીની લોકપ્રિયતા ઓછી થવાના દાવા કર્યા હોય.

    આ પહેલા 2012, 2017 ની વિધાનસભા ચૂંટણીઓ હોય કે 2019ની લોકસભા ચૂંટણીઓ, મોદીદ્વેષીઓએ આ જ રીતે રેલી કે સભા શરૂ થવાના લાંબા સમય પહેલા પડેલા ફોટો-વિડીયો અથવા તે પુરી થયા બાદના ફોટો-વિડીયો અપલોડ કરીને અઢળક વાર આવા જ પ્રોપગેન્ડા ફેલાવ્યા છે અને દરેક વખતે તેમના દાવાઓ ખોટા સાબિત થયા છે.

    તેમના દાવાઓ ખોટા હોવાની સૌથી મોટી સાબિતી આ દરેક ચૂંટણીઓમાં આવેલું પરિણામ જ આપી દેતું હોય છે, તો હવે જોવાનું છે કે આગામી ચૂંટણી કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી અને પ્રશાંત ભૂષણને જવાન આપવા જેવું પરિણામ લાવે છે કે નહિ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં