આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભદ્ર અને અશોભનીય ભાષા વાપરતા સાંભળવા મળે છે અને તેમને ‘નીચ માણસ’ કહેતા જોવા મળે છે.
ટ્વિટર પર અતુલ આહુજા નામના યુઝરે ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો શૅર કર્યો છે. જેમાં તેઓ પીએમ મોદી વિશે કહેતા જોવા મળે છે કે, ‘ની& પ્રકારના માણસ’ જેવા શબ્દો વાપરીને કહે છે કે તેઓ લોકોને ‘સી’ બનાવી રહ્યા છે.
Language of president Aam Aadmi party Gujarat @Gopal_Italia 👏👏 pic.twitter.com/366FXSyLHY
— Atul Ahuja🇮🇳 (@atulahuja_) October 9, 2022
વિડીયોમાં ગોપાલ ઇટાલિયા કહેતા સંભળાય છે કે, “નીચ પ્રકારનો માણસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યો, પરંતુ આજે અહીં ચૂંટણી ચાલી રહી છે. મારે તમારી પાસેથી જાણવું છે કે શું ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને આવાં નાટક કર્યાં છે મત આપવા જવા માટે?”
તેઓ આગળ કહે છે કે, “આ નીચ પ્રકારનો માણસ અહીં રોડ શૉ કરી રહ્યો છે અને દેખાડી રહ્યો છે કે કેવી રીતે હું લોકોને &$ બનાવી રહ્યો છું. તે સંદેશ આપવા માંગે છે કે હું વાત કરું છું ડિજિટલ ઇન્ડિયાની અને દિલ્હીથી દોડીને મત આપવા આવું છું. જુઓ હું તમને કેવી રીતે &^ બનાવી રહ્યો છું.”
ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ચોક્કસ કયા સમયે ઉતારવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. માનવામાં આવી રહ્યો છું કે વિડીયો 2017ની લોકસભા ચૂંટણી કે 2019ની લોકસભા ચૂંટણી સમયનો હોય શકે છે.
ભાજપના આઇટી સેલ પ્રમુખ અમિત માલવિયએ આ વિડીયો શૅર કર્યો છે અને લખ્યું છે કે કેજરીવાલનો જમણો હાથ ગણાતા અને ગુજરાતમાં ‘આપ’ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કેજરીવાલના સ્તરે ઉતરી આવ્યા છે અને વડાપ્રધાન મોદીને ‘નીચ’ કહી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતના ગૌરવ અને ગુજરાતની ધરતીના સપૂત વિશે અપશબ્દો વાપરવા એ દરેક ગુજરાતીનું અપમાન છે, જેમણે સતત 27 વર્ષથી ભાજપને મત આપ્યો છે.
Gopal Italia, Kejriwal’s right hand man and AAP Gujarat’s President, stoops to Kejriwal’s level, calls Prime Minister Modi “नीच”।
— Amit Malviya (@amitmalviya) October 9, 2022
Using such profanities and abusing Gujarat’s pride and son of the soil is an insult to every Gujarati, who has voted for him and the BJP for 27 years. pic.twitter.com/5J2k8Ibmwv
વિવાદાસ્પદ નિવેદનો સાથે ગોપાલ ઇટાલિયાનો જૂનો સબંધ
ઉલ્લેખનીય છે કે આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આ પહેલાં પણ વિવાદાસ્પદ અને અભદ્ર નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ તેમણે ફેસબુક લાઈવ વિડીયોમાં કથાઓમાં તાળીઓ પાડનારાઓને હિજડા કહ્યા હતા તેમજ ભગવાન રામ, માતા સીતા અને સત્યનારાયણ કથા વિશે પણ ખરાબ ભાષા વાપરી હતી.
આ ઉપરાંત, તેમણે ફેસબુક પોસ્ટ કરીને મકરસંક્રાંતિની મજાક ઉડાવી તેને ‘માંગણસંક્રાંતિ’ ગણાવી હતી. ઉપરાંત, તેઓ કર્મકાંડને ધતિંગ ગણાવી ચૂક્યા છે તો મંત્રો અને હોમ-હવનની પણ મજાક ઉડાવી હતી.