Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણીનો વિરોધ કરતા રહે છે કોંગ્રેસીઓ, હવે રોકાણ માટે તેમના જ શરણમાં...

    અદાણીનો વિરોધ કરતા રહે છે કોંગ્રેસીઓ, હવે રોકાણ માટે તેમના જ શરણમાં રાજસ્થાનની ગેહલોત સરકાર: 60 હજાર કરોડનું રોકાણ કરશે

    એક તરફ રાહુલ ગાંધી ઉદ્યોગપતિઓ અદાણી-અંબાણીને સરકારના મિત્રો ગણાવતા રહે છે ત્યાં બીજી તરફ તેમની પાર્ટીની જ સરકારે રાજસ્થાનમાં અદાણીને સમિટમાં આમંત્રણ આપ્યું હતું.

    - Advertisement -

    કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરીને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવાર દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો વિરોધ કરતા જોવા મળે છે અને તેમને સરકારના સાથીદારો ગણાવતા રહે છે. પરંતુ હવે તેમની જ પાર્ટી દ્વારા શાસિત રાજસ્થાનમાં આયોજિત એક સમિટમાં ગેહલોત સરકારે ન માત્ર અદાણી જૂથના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને આમંત્રણ આપ્યું પરંતુ તેમની સાથે કેટલાક મહત્વના કરાર પણ કર્યા હતા. 

    ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની જેમ હવે પાડોશી રાજ્ય રાજસ્થાને પણ અર્થવ્યવસ્થાને ગતિ આપવાના ઉદ્દેશ્યથી ‘ઈન્વેસ્ટ રાજસ્થાન’ સમિટનું આયોજન કર્યું હતું. આ સમિટને લઈને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર મોટા-મોટા દાવા કરી રહી છે તો બીજી તરફ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ જેમનો અવારનવાર વિરોધ કરતા જોવા મળે છે એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ સમિટમાં હાજર રહેતા પ્રશ્નો સર્જાયા છે. 

    ભાજપ નેતાઓ આ સમિટને લઈને પ્રશ્નો કરી રહ્યા છે. ભાજપ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે, ‘અદાણીનું નામ લઈને કેન્દ્ર સરકારને અવારનવાર કોસતા રહેતા રાહુલ ગાંધીજીની કોંગ્રેસ પાર્ટી હવે તેમની ઉપર જ મહેરબાન છે. રાજસ્થાનના મુખી અશોક ગેહલોતજી રેડ કાર્પેટ પાથરીને અદાણી સમૂહને કિફાયતી દરે રાજસ્થાનની કિંમતી જમીન આપી રહ્યા છે.’

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, ‘કોંગ્રેસને અદાણી સમૂહ પસંદ નથી પરંતુ એ જ અદાણી સમૂહને સોલાર પાર્ક માટે સર્વાધિક જમીન આપવી એ સૂચવે છે કે કોંગ્રેસની કથની અને કરણીમાં ફેર રહ્યો છે. ગેહલોતજી જનતાની આંખોમાં ધૂળ નાંખીને અદાણી પ્રેમ છુપાવી શકતા નથી.’

    રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, કાલ સુધી જેઓ વિરોધી હતા તેઓ આજે મિત્ર બની ગયા છે અને પૈસાની આશા જેવી જાગી તો કોંગ્રેસ ફરી ગઈ. 

    તેમણે સાથે રાહુલ ગાંધીનો એક વિડીયો પણ શૅર કર્યો હતો, જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, જ્યાં પણ જુઓ ત્યાં બે જ લોકો દેખાશે- અંબાણી અને અદાણી. ત્યારબાદ અશોક ગેહલોતનો વિડીયો આવે છે, જેમાં તેઓ અદાણી જૂથ સાથે કરવામાં આવેલ MoU અંગે વાત કરતા જોવા મળે છે. 

    બીજી તરફ, આ અંગે રાહુલ ગાંધીને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, અદાણીએ રાજસ્થાન સમક્ષ 60 હજાર કરોડનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોઈ મુખ્યમંત્રી આ પ્રકારના પ્રસ્તાવને નકારી શકે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાનના સીએમએ અદાણીને તેમની સત્તાનો ઉપયોગ કરીને મદદ કરી રહ્યા નથી. તેમણે દાવો કર્યો કે તેઓ મોટા વ્યવસાયો અને કૉ-ઓપરેટ્સની વિરુદ્ધમાં નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં