અલ કાયદા આતંકીએ વખાણેલી મુસ્કાન ખાન પોલીસની જાણ બહાર સાઉદી અરબ જતી રહી છે, કર્ણાટકના બુરખા વિવાદથી ચર્ચામાં આવેલી બીબી મુસ્કાન જૈનબ ખાન હવે એક નવા વિવાદમાં ઘેરાતી જોવા મળી રહી છે, માહિતી મળી રહી છે કે સ્થાનિક પોલીસને સુચના આપ્યા વગર મુસ્કાન પોતાના પરિવાર સાથે સાઉદી અરબ જતી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે મુસ્કાન આખા પરિવાર સાથે મઝહબી યાત્રા પર 25 એપ્રિલ 2022 ના રોજ નીકળી હતી, સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે તે 18 મે 2022ના રોજ મક્કા જશે.
એક મીડિયા રિપોર્ટના આધારે સ્થાનિક પોલીસે મુસ્કાન ખાન ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ક્યાંય પણ આવતા જતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવા કહ્યું હતું, તેવામાં પોલીસને જણાવ્યા વગર તેના સાઉદી અરબ જવાથી પોલીસ ચિંતામાં જોવા મળી રહી છે. મુસ્કાન ખાન કર્ણાટકના માંડ્યામા PES કોલેજ ઓફ આર્ટસ સાયંસ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીની છે, આ જ કોલેજમા તેણે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા.
મુસ્કાનની સાઉદી અરબની યાત્રા આતંકવાદી સંગઠન અલકાયદાના મુખિયા અયમાન-અલ-જવાહિરી દ્વારા વખાણ કર્યાના એક મહિના બાદ થઈ છે, મુસ્કાનના વખાણ હિન્દુ વિદ્યાર્થીઓની સામે અલ્લાહુ અકબરના નારાઓ લગાવ્યા બાદ થયા હતા. 9 મિનિટના વિડીયોમાં અલ જવાહિરીએ પોતે મુસ્કાનથી પ્રભાવિત થયો હોવાનું કહ્યું હતું, જવાહિરીએ મુસ્કાનને ‘ભારતની મહાન મહિલા’ કહિને તેના સમર્થનમા કવિતા પણ ગાઈ હતી.
મુસ્કાનનું આમ અલકાયદાના વખાણ્યાના એક મહિના બાદ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર ઉમરા કરવા જવું કેટલાક લોકોમાં શંકા ઉપજાવી રહ્યું છે, હિંદુ સંગઠનો દ્વારા આ મામલે મુસ્કાન ખાન વિરુદ્ધ તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. હિંદુ સંગઠનોએ અલ-કાયદા સાથે સબંધિત મુસ્કાનને મળેલા ઉપહારો તેમજ પૈસાની તપાસ માટે માંગ ઉઠી છે, મુસ્કાનની નારાબાજી બાદ કટ્ટરપંથી ઈસ્લામ સમુહ PFI સાથે તેના સંબંધ હોવાનું સામે આવ્યું હતું, તે બાબતમાં મધ્યસ્થ કડી તેના પિતા અબ્દુલ સુકુર રહ્યા હતા.
કર્ણાટક બુરખા વિવાદ દરમિયાન મુસ્કાન બીબી કટ્ટર મુસ્લિમ સમુહોમાં બહુચર્ચિત રહી હતી, તેને ભેંટ સોગાદો આપવા વાળાની ભરમાર લાગી હતી, જેમા મુંબઇ કોંગ્રેસ ધારાસભ્ય જીશાન સિદ્દીકી પણ સામેલ હતા. જીશાને મુસ્કાનને આઈ ફોન તેમજ સ્માર્ટ વૉચની ભેંટ આપી હતી, અને જમીયત ઉલેમા એ મુસ્કાનને 5 લાખ રુપીયા રોકડા આપવાની ઘોષણા કરી હતી.