Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકારી શાળામાં મઝાર બનાવી, બાળકોને રાષ્ટ્રગીત ગાતાં અટકાવ્યાં: આચાર્ય શાહિના ફિરદૌસ સસ્પેન્ડ,...

    સરકારી શાળામાં મઝાર બનાવી, બાળકોને રાષ્ટ્રગીત ગાતાં અટકાવ્યાં: આચાર્ય શાહિના ફિરદૌસ સસ્પેન્ડ, પતિ બન્ને ખાન પણ સહયોગી

    વર્ષ 1992માં અહીં શિક્ષિકા તરીકે જોડાનાર શાહિના ફિરદૌસે શાળા પરિસરમાં મઝાર જેવું બાંધકામ કરાવ્યું હતું, જેમાં શાળામાં જ શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિએ પણ મદદ કરી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં પ્રિન્સિપાલે સરકારી શાળામાં મઝાર બનાવી હોવાનો મામલો સામે આવ્યો છે. એમપીના વિદિશામાં ઘટેલી આ ઘટનામાં મઝાર બનાવવાનો આરોપ પ્રિન્સિપાલ શાહિના ફિરદૌસ પર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કામમાં પ્રિન્સિપાલને તેના પતિએ પણ મદદ કરી હતી. જોકે, આચાર્યએ મઝાર બનાવવાના આરોપોને નકારી કાઢ્યા હતા.

    પ્રિન્સિપાલે સરકારી શાળામાં મઝાર બનાવી હોવાના મામલામાં બાંધકામ તોડવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ ડીએમને પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય બાળ આયોગે પણ આ ઘટનાની નોંધ લીધી છે અને તેમના અધ્યક્ષે શાળાની મુલાકાત લેવાની જાહેરાત કરી છે, જે દરમિયાન સંબંધિત અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું છે.

    શું છે શાળામાં મઝાર બનાવવાનો મામલો

    - Advertisement -

    સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો વિદિશા જિલ્લાના કુરવઈ વિસ્તારમાં આવેલી એક માધ્યમિક શાળાનો છે. આ શાળા મધ્યપ્રદેશ સરકારની સીએમ રાઇઝ યોજના માટે પણ પસંદ કરવામાં આવી છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 1992માં અહીં શિક્ષિકા તરીકે જોડાનાર પ્રિન્સિપાલ શાહિના ફિરદૌસે શાળા પરિસરની અંદર મઝાર જેવું બાંધકામ કરાવ્યું હતું. તેમના પતિ બન્ને ખાને, જેઓ આ જ શાળામાં રમત-ગમત શિક્ષક તરીકે નિયુક્ત હતા, તેમણે પણ આ મઝારના નિર્માણમાં મદદ કરી હતી.

    અન્ય એક અહેવાલ મુજબ ગામલોકોનું કહેવું છે કે મઝારનો આકાર એક ચબુતરા જેવો છે. આ માળખું ફેબ્રુઆરી 2022માં બોર્ડની પરીક્ષા દરમિયાન બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટ્રક્ચર બનાવનારાઓએ બાકીના શિક્ષકો પર આ અંગે ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું.

    શાળામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાવા પર રોક

    એવો પણ આરોપ છે કે આચાર્ય તરીકે શાહિના ફિરદૌસના કાર્યકાળ દરમિયાન, આ શાળામાં ‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ને બદલે અલ્મા ઇકબાલના ગીત ‘એ મલિક તેરે બંદે હમ’નો પ્રાર્થના તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાળાના કેટલાક સ્ટાફે દૈનિક ભાસ્કરને આ વાતની પુષ્ટિ કરી છે. શાળાના વર્તમાન આચાર્ય આર.કે. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2022માં તેઓ મુસ્લિમ આચાર્યની જગ્યાએ પ્રિન્સિપલ તરીકે જોડાયા ત્યારથી શાળામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું છે.

    મઝાર અંગે તપાસમાં જુઠ્ઠાણું અને પ્રિન્સીપાલની હકાલપટ્ટી

    આ સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી અતુલ કુમાર મુગદિલે ડીએમને પત્ર લખીને મઝાર જેવો ચબુતરો તોડવાની માંગ કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્કૂલના નવનિર્માણ દરમિયાન ત્યાં મઝાર જેવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું.

    અતુલ કુમારના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2022માં એક ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તપાસ બાદ આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રિન્સિપાલ શાહીનાએ પહેલા આ ચબુતરો હોવાની વાત કરી હતી જે તપાસમાં ખોટું હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર આચાર્યની બદલી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડે આ મામલાની નોંધ લીધી છે. તેના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ બાળકોને રાષ્ટ્રગીતથી વંચિત રાખવાને ગંભીર ગુનો ગણાવ્યો છે. તેમણે પોતે શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે અને સંબંધિત અધિકારીઓને શાળામાં જ રહેવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે તે પોતે આ મામલે કાર્યવાહી સુનિશ્ચિત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં