Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયાત્રી બનીને તસ્લીમ-શાહરુખ-આબિદ ટેક્સી ડ્રાઈવરને મળ્યા, માથામાં ભારેખમ પથ્થર મારીને હત્યા કરી:...

    યાત્રી બનીને તસ્લીમ-શાહરુખ-આબિદ ટેક્સી ડ્રાઈવરને મળ્યા, માથામાં ભારેખમ પથ્થર મારીને હત્યા કરી: લાશ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ફેંકી

    યાત્રી બનીને તસ્લીમ શાહરુખ આબિદે ટેક્સી ડ્રાઈવર વિશાલની હત્યા કરીને તેનો મૃતદેહ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસેના નાળામાં ફેંકી દીધો હતો.

    - Advertisement -

    દિલ્હીના ટેક્સી ડ્રાઈવર વિશાલની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વાસ્તવમાં યાત્રી બનીને તસ્લીમ શાહરુખ આબિદે ટેક્સી ડ્રાઈવર વિશાલની હત્યા કરીને તેનો મૃતદેહ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસેના નાળામાં ફેંકી દીધો હતો. આ કેસમાં પોલીસે તસ્લીમ, શાહરૂખ અને આબિદની ધરપકડ કરી છે. 19 સપ્ટેમ્બર 2022ના રોજ વિશાલની હત્યા કરવામાં આવી હતી. તે મુસાફરોને ઉતારવા રાજસ્થાનના અલવર ગયો હતો દરમિયાન યાત્રી બનીને તસ્લીમ શાહરુખ આબિદે ટેક્સી ડ્રાઈવર વિશાલની હત્યા કરી.

    રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટેક્સીના માલિક હરવિંદર સિંહે 22 સપ્ટેમ્બરે તેના ડ્રાઈવર વિશાલના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરની સાંજથી વિશાલનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જ્યારે પોલીસે વિશાલની શોધ શરૂ કરી તો તેનો મૃતદેહ 26 સપ્ટેમ્બરે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીકથી મળી આવ્યો હતો.

    જ્યારે પોલીસે હત્યાની તપાસ શરૂ કરી તો અલવરના ફિરોઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રવા ગામની રહેવાસી તસ્લીમનું નામ સૌથી પહેલા સામે આવ્યું. જ્યારે તસ્લીમની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે હત્યા અને લૂંટની કબૂલાત કરી હતી. અને એ પણ જણાવ્યું કે તેનાજ રવા ગામનો શાહરૂખ અને હરિયાણાના નૂહનો આબિદ પણ આમાં સામેલ હતા. પોલીસે બંનેની પણ ધરપકડ કરી છે.

    - Advertisement -

    પૂછપરછ દરમિયાન ત્રણેયએ જણાવ્યું કે તેઓ વિશાલને અલવરમાં યાત્રી તરીકે મળ્યા હતા. અલવરથી 45 કિમી ચાલ્યા પછી 2 આરોપીઓએ ફિરોઝપુર પાસે ટેક્સી રોકી અને ભાડું ચૂકવવાના બહાને નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા અન્ય એક આરોપીએ વિશાલના માથામાં પાછળથી લોખંડના સળિયા વડે ફટકો માર્યો હતો, જેનાથી વિશાલ બેભાન થઈ ગયો હતો.

    આ પછી આરોપીઓ બેભાન વિશાલને ટેક્સીની પાછળ નાખીને સ્થળથી થોડે દૂર સ્થિત નૌગાંવ લઈ ગયા. જ્યારે અહીં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક નાળા પાસે પુલિયા નંબર 82 પર રોકાઈને આરોપીઓએ વિશાલને માથામાં પથ્થરો વડે મારીને તેની હત્યા કરી હતી. વિશાલની લાશને ત્યાં ફેંકીને તમામ ટેક્સી લઈને ભાગી ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં