Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટર મોહમ્મદ શમીએ પાઠવેલી દશેરાની શુભેચ્છાઓથી કટ્ટરપંથીઓને મરચાં લાગ્યાં, કહ્યું- 'તું મુસ્લિમ...

    ક્રિકેટર મોહમ્મદ શમીએ પાઠવેલી દશેરાની શુભેચ્છાઓથી કટ્ટરપંથીઓને મરચાં લાગ્યાં, કહ્યું- ‘તું મુસ્લિમ છે, શરમ નથી આવતી?’

    મોહમ્મદ શમીએ બુધવારે ભગવાન રામે રાવણને મારતાની તસવીર સોશિયલ મીડિયા પર હેપ્પી દશેરા શબ્દો સાથે પોસ્ટ કરી હતી.

    - Advertisement -

    અધર્મ પર ધર્મના જીતનું પ્રતીક એવા દશેરાનો પવિત્ર તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર ક્રિકેટર મોહમ્મદ શમીએ પણ દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી. જો કે મહોમ્મદ શમીની દશેરા શુભકામનાઓથી કટ્ટરપંથીઓ ભડક્યા હતા અને મહોમ્મદ શમીની દશેરા શુભકામનાઓથી નારાજ થઈને તેને ટ્રોલ કરવા માંડ્યા હતા.

    મોહમ્મદ શમીએ બુધવારે (5 ઑક્ટોબર, 2022) ભગવાન રામે રાવણને મારતાની તસવીર સોશિયલ મીડિયા પર હેપ્પી દશેરા શબ્દો સાથે પોસ્ટ કરી હતી. તસવીરની સાથે તેણે ટ્વીટ કર્યું કે, “દશેરાના શુભ અવસર પર, હું પ્રાર્થના કરું છું કે ભગવાન રામ તમારું જીવન સમૃદ્ધિ, સફળતા અને ખુશીઓથી ભરી દે. તમને અને તમારા પરિવારને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

    મોહમ્મદ શમીએ દશેરાની શુભકામના પાઠવતા જ કટ્ટરવાદીઓએ તેમને ફટકાર લગાવી. તેણે શમીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, ઘણા કટ્ટરપંથીઓએ તેમને ઇસ્લામ સમજાવવાનું શરૂ કર્યું અને મુસ્લિમ હોવાના ગુણો જણાવવાનું શરૂ કર્યું હતું. આમતો ગરબા મંડપોમાં ઘુસવા માટે તત્પર રહેતા કટ્ટરપંથીઓને હાલ દશેરાની શુભકામનાઓથી વાંધો પડ્યો છે. ક્રિકેટર મહોમ્મદ શમીની દશેરા શુભકામનાઓની પોસ્ટથી ભડકેલા કટ્ટરપંથીઓના કેટલાક જવાબો અમે અહી ટાંકી રહ્યા છીએ.

    - Advertisement -

    અકીલ ભટ્ટી નામના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “શમી પર શરમ આવે છે. શું તું ખરેખર મુસ્લમાન છે?”

    એક ટ્વિટર યુઝરેતો તમામ હદ વટાવી દીધી હતી. ઇબ્ન-એ-અહમદ નામના ટ્વિટર હેન્ડલે દશેરાની શુભેચ્છા પાઠવતા શમી પર નિશાન સાધતા લખ્યું, “તને ટીમમાં નહીં લે ભાઈ.” જણાવી દઈએ કે મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી.

    હસન મંઝૂર નામના ટ્વિટર હેન્ડલે લખ્યું, “અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી એ જાણીને, તમે મુસ્લિમ હોવાના નાતે આવું કેવી રીતે કહી શકો?”

    અમન મિર્ઝા ના અન્ય ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, “મૃત્યુ પછી ફરીથી ઉઠાવવામાં પણ આવશે. દરેક જણ કબર અને કયામતને ભૂલી ગયા છે. અલ્લાહ માર્ગદર્શન આપે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં