Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટFlipkartનું દશેરાએ ઘોડું ન દોડ્યું: સેલમાં મોટા પાયે ઓર્ડરો કેન્સલ થયા બાદ...

    Flipkartનું દશેરાએ ઘોડું ન દોડ્યું: સેલમાં મોટા પાયે ઓર્ડરો કેન્સલ થયા બાદ નેટિઝન્સે ફ્લિપકાર્ટને ઘેર્યું, #FlipkartDoglaHai થયું ટ્રેન્ડ

    શાર્ક અશ્નીર ગ્રોવરના દોગલાપન ડાયલોગની જેમ જ, નેટીઝન્સે ફ્લિપકાર્ટની બેવડા ધોરણો માટે ટીકા કરી અને તેને 'સ્કેમકાર્ટ' ગણાવ્યું.

    - Advertisement -

    નીચા દરે ઉત્પાદનો પહોંચાડવાના ઈ-કોમર્સ પ્લેટફોર્મના ખોટા વચનો પર નેટીઝન્સે ટ્વીટર પર #FlipkartDoglaHai ટ્રેન્ડ કર્યું છે. ગ્રાહકોનો આરોપ છે કે ફ્લિપકાર્ટ શરૂઆતમાં લોકોને ડિસ્કાઉન્ટેડ કિંમતો સાથે ઓર્ડર આપવા દે છે; જો કે, જ્યારે કાર્ટમાં ઉત્પાદનોની સપ્લાય કરવાની વાત આવી, ત્યારે એપ્લિકેશને આગળ વધવાનો ઇનકાર કરી દે છે.

    કેટલાંક નેટીઝન્સે ફ્લિપકાર્ટે શરૂઆતમાં તેમની ખરીદેલી વસ્તુઓને શિપિંગ માટે કેવી રીતે સ્વીકારી અને શેડ્યૂલ કરી અને પછીથી કોઈ અફસોસ કર્યા વિના તેને રદ કરી તેના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા છે.

    શોપિંગ વેબસાઈટ ‘ફ્લિપકાર્ટ દોગલા હૈ’ (#FlipkartDoglaHai) હેશટેગ હેઠળ અનેક ટ્વીટ્સ સાથે ટ્રેન્ડ કરવા લાગી કારણ કે ઓનલાઈન શોપિંગ વેબસાઈટે તેમના ઓર્ડર કેન્સલ કર્યા અને ગ્રાહકોને કથિત રીતે બ્લોક કર્યા હતા. શાર્ક અશ્નીર ગ્રોવરના દોગલાપન ડાયલોગની જેમ જ, નેટીઝન્સે ફ્લિપકાર્ટની બેવડા ધોરણો માટે ટીકા કરી અને તેને ‘સ્કેમકાર્ટ’ ગણાવી હતી.

    - Advertisement -

    નેટીઝન્સે મીમ્સ બનાવીને ટ્વીટર લીધું માથે

    પોતાના ઓર્ડર કેન્સલ થવાથી ફ્લિપકાર્ટ પર ગુસ્સે ભરાયેલા ગ્રાહકોએ પોતાનો વિરોધ દર્શાવવા અનોખો રસ્તો અપનાવ્યો હતો. ગ્રાહકોએ ટ્વીટર પર #FlipkartDoglaHai હેશટેગ સાથે ફ્લિપકાર્ટને લગતા મીમ્સ શેર કર્યા હતા.

    આ રહ્યા ટ્વીટર પર #FlipkartDoglaHai સાથે ટ્રેન્ડ થઇ રહેલા અમુક અનોખા મીમ્સ,

    ફ્લિપકાર્ટનું નિવેદન

    આક્રોશને પગલે, ફ્લિપકાર્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તે સંમત થયું હતું કે વેચાણકર્તાઓ દ્વારા “અસંગતતાને કારણે” કેટલાક ઓર્ડર રદ કરવામાં આવ્યા હતા. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઓર્ડરનો એક નાનો ભાગ (તમામ ઓર્ડરના 3 ટકાથી ઓછો) વિસંગતતાને કારણે વેચાણકર્તાઓ દ્વારા રદ કરવામાં આવ્યો છે”.

    કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગ્રાહક-કેન્દ્રિત ઈ-કોમર્સ માર્કેટપ્લેસ તરીકે, અમે વિક્રેતાઓને ગ્રાહકોના ઓર્ડરને પ્રાથમિકતા આપવા અને તેમની સેવાથી આનંદિત રાખવાનો પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરીએ છીએ,” એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં