ભારતીય સેનામાં સ્વદેશી હથિયારો અને સામાનનો સતત સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેવામાં મેડ ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપતા હવે ભારતીય વાયુસેનાને વધુ અદ્યતન અને શક્તિશાળી બનાવવા માટે વાયુસેનામાં સ્વદેશી પ્રચંડ હેલીકોપ્ટર (LCH)નો પ્રથમ બેચ સોમવારે રાજસ્થાનના જોધપુરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. IAF ઈન્વેન્ટરીનો સમારંભમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં વાયુસેનામાં સ્વદેશી પ્રચંડ હેલીકોપ્ટર ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે.
નોંધનીય છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે આ હેલિકોપ્ટર્સને સામેલ કરવાથી ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતામાં મોટો વધારો થશે. વાયુસેનાનું નવું હેલિકોપ્ટર હવાઈ યુદ્ધ માટે સક્ષમ છે અને સંઘર્ષ દરમિયાન ધીમી ગતિએ ચાલતા એરક્રાફ્ટ, ડ્રોન અને સશસ્ત્ર વાહનો સાથે વ્યવહાર કરવામાં માહિર છે.
#WATCH | Defence Minister Rajnath Singh takes sortie in Light Combat Helicopter (LCH) ‘Prachand’ at Jodhpur airbase pic.twitter.com/0EKr4m6p6x
— ANI (@ANI) October 3, 2022
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ સાથે મળીને એરફોર્સ અને આર્મી માટે 15 એલસીએચ ખરીદવાની મંજૂરી આપી હતી. હેલિકોપ્ટરમાંથી 10 ભારતીય વાયુસેના માટે છે અને પાંચ આર્મી માટે છે.
શું છે “પ્રચંડ” હેલીકોપ્ટરની ખાસિયત?
જોધપુર એરબેઝ પર તૈનાત કરવામાં આવનાર આ હેલિકોપ્ટરની વિશેષતા એ છે કે તે હવાથી સપાટી પર અને હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે અને આ હેલિકોપ્ટર લઘુત્તમ તાપમાન -50 ડિગ્રીથી મહત્તમ 50 ડિગ્રી સુધી કામ કરી શકે છે. આ સિવાય તે 180 ડિગ્રી એટલે કે સંપૂર્ણપણે હવામાં આ રીતે ઉડી શકે છે કે તે 360 ડિગ્રીના ખૂણા પર ઉલટાવીને હુમલો કરવામાં પણ નિપુણ છે.
ભારતીય વાયુ સેનાના આ નવા એલસીએચએ આ હેલિકોપ્ટરમાં પોતાના દુશ્મનને ચકમો આપવા માટે એવા ફીચર્સ બનાવ્યા છે કે દુશ્મનોના રડાર પણ તેને સરળતાથી શોધી શકશે નહીં. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે તેમાં 2 લોકો બેસી શકે છે અને સાથે જ તેનું વજન સાધનો સાથે 5800 કિલોગ્રામ છે અને તે 700 કિલો હથિયારો સાથે લઈ જઈ શકે છે.
આ હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ 268 કિમી પ્રતિ કલાક છે અને રેન્જ 550 કિમી છે. આ હેલિકોપ્ટર 16400 ફૂટની ઉંચાઈ પર હથિયારો સાથે ટેક ઓફ કરી શકે છે અને તેની લંબાઈ 51.10 ફૂટ અને ઊંચાઈ 15 પોઈન્ટ 5 ફૂટ છે અને આ હેલિકોપ્ટર લગભગ 3 કલાક 10 મિનિટ સુધી ઉડી શકે છે.