Friday, November 22, 2024
More
    હોમપેજસંપાદકની પસંદકપડવંજમાં લવ જેહાદ સામે જનઆક્રોશ: શહેર રહ્યું સજ્જડ બંધ, વિશ્વ હિન્દૂ પરિષદનું...

    કપડવંજમાં લવ જેહાદ સામે જનઆક્રોશ: શહેર રહ્યું સજ્જડ બંધ, વિશ્વ હિન્દૂ પરિષદનું હતું આહવાન; થોડા સમય પહેલા જ જિલ્લામાંથી ઝડપાયું હતું આંતરરાષ્ટ્રીય ધર્માંતરણ રેકેટ

    થોડા સમય પહેલા આ જ ખેડા જિલ્લામાંથી ઝડપાયું હતું શાળામાં ચાલતું આંતરરાષ્ટ્રીય ધર્માંતરણ રેકેટ. એક કોરિયન નાગરિકની થઇ હતી ધરપકડ.

    - Advertisement -

    ગુજરાતના ખેડા જિલ્લામાં લવ જેહાદના કિસ્સા ખુબ વધી રહ્યા છે ત્યારે વધુ એક બિન-હિન્દૂ વ્યક્તિ કપડવંજ શહેરની હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મુદ્દે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કપડવંજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેનું સંપુર્ણપણે પાલન થયું હતું. અરજીના આધારે પોલીસ સક્રિય હવે થઈ છે.

    નોંધનીય રીતે ખેડા જિલ્લાના કપડવંજમાં છેલ્લા ચાર મહિનામાં ચોથો લવ જેહાદનો કિસ્સો સામે આવતા લોકોમાં રોષ, સમગ્ર ઘટનાને વિશ્વ હિન્દૂ પરિષદે લઇને મંગળવાર (3 ઓક્ટોબર)ના રોજ કપડવંજ શહેર બંધનું એલાન આપ્યું હતું.

    VHPએ આપ્યું આવેદન

    કપડવંજ શહેરની હિન્દુ યુવતીને એક બિન-હિન્દૂ વ્યક્તિ ભગાડી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના કારણે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ કપડવંજ તેમજ વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કપડવંજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર કપડવંજ શહેરમાં આજ રોજ સજ્જડ બંધ રહ્યું હતું. સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર દિલીપભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, “આજ રોજ આ મામલે પ્રાંત અધિકારીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે.”

    - Advertisement -

    પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ શહેરની એક હિન્દુ યુવતીને એક બિન-હિન્દૂ યુવક ભગાડી ગયો હોવાની વાત શહેરમાં ફેલાતા હિન્દુ પ્રજામાં ભારે આક્રોશ સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ દિકરીને પાછી લાવવા માટે સોમવારે સમગ્ર કપડવંજને બંધ રાખવામાં આવ્યું છે. જેમાં કપડવંજ શહેરના વિસ્તારોમાં તમામ પ્રકારની દુકાનોના શટર બંધ રહેલા જોવા મળ્યા હતા. તેમજ આ બંધને લઈને પોલીસ વિભાગ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    પોલીસે તાપસની ઝડપ વધારી

    આ કિસ્સામાં કપડવંજ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ યુવતીના પરિવારજનોની અરજીના આધારે પોલીસે સઘન તપાસ કરી તેની ભાળ મેળવી છે.” હવે આગળની તપાસ ચાલુ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

    આ જ ખેડામાંથી ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું હતું

    આ લવ જેહાદના થોડા સમય પહેલા જ ખેડા જિલ્લાનીની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું હતું. ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બાળકોને આપવામાં આવેલ કલર પુરવાના ચિત્રોમાં ખ્રિસ્તી ધર્મની પ્રતિકૃતિ દેખાતી હતી. આ વાતની જાણ હિન્દુ સંગઠનોને થતા તેઓ દ્વારા વિરોધ કરાયો હતો, અને ખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખેડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પાંચ જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, જેમાંથી એક કોરીયન નાગરિક હતો.

    મળતી માહિતીના આધારે ખેડા જિલ્લા SOG દ્વારા શાળામાં રેડ કરવામાં આવી હતી, અને 6 લોકોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અડાસણની શાળામાં કોરિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધર્મ પરિવર્તન રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં