ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી માહોલ બનાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. જે માટે પાર્ટીના નેતાઓ પાંચ વર્ષ જૂના લેખના આધારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ‘આપ’થી ડરી ગઈ હોવાના અને જેના કારણે સામ-દામ દંડ ભેદ અપનાવતી હોવાના દાવા કરી રહ્યા છે. બીજી તરફ, પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે એક કથિત આઈબી રિપોર્ટ અંગે દાવો કર્યો હતો.
દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી જળ બોર્ડના ચેરમેન નરેશ બાલ્યાને શનિવારે (1 ઓક્ટોબર 2022) એક ટ્વિટ કરીને કરીને લખ્યું હતું કે, “એટલે જ તેઓ સામ-દામ, દંડ-ભેદ અપનાવી રહ્યા છે. એક ઑટોચાલકને પણ ધમકાવી રહ્યા છે. ભાજપવાળાને હવે હારનો અહેસાસ સ્પષ્ટ રીતે થવા માંડ્યો છે.”
तभी तो इन्हें साम-दाम दंड- भेद अपना रहे है। एक ऑटो वाले तक को धमका रहे हैं। BJP वालो को अब हार का एहसास साफ़-साफ़ होंगे लगा है। https://t.co/xTx6whbPAH
— Naresh Balyan (@AAPNareshBalyan) October 1, 2022
આ ટ્વિટમાં તેમણે અખબાર દૈનિક ભાસ્કરનો એક લેખ પણ જોડ્યો હતો, જેનું શીર્ષક છે- ‘ગુજરાત વિધાનસભા ચૂંટણી હારી શકે છે ભાજપા, હાલત નાજુક.’
જોકે, અહીં અગત્યની વાત એ છે કે આ લેખ હમણાંનો નહીં પરંતુ પાંચ વર્ષ જૂનો છે. અને લેખમાં જે ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવી છે એ 2017ની ચૂંટણી વિશે થઇ છે. જેને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાલની ચૂંટણી સાથે જોડી રહ્યા હતા.
જોકે, ટ્વિટર યુઝરોએ તરત તેમનું ધ્યાન દોર્યું હતું અને યાદ અપાવ્યું હતું કે જે લેખની તેઓ વાત કરી રહ્યા છે એ પાંચ વર્ષ જૂનો છે અને એટલું જ નહીં પરંતુ એ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી જીત મેળવી હતી. 2017માં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો મેળવી હતી. જોકે, હાલ વિધાનસભામાં પાર્ટીના 111 ધારાસભ્યો છે.
બીજી તરફ, અરવિંદ કેજરીવાલે હવે નવું તૂત ઉભું કર્યું છે. તેમણે દાવો કર્યો કે, એક આઈબી રિપોર્ટ અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જેના કારણે તેમને હરાવવા માટે બંને પાર્ટીઓ (ભાજપ-કોંગ્રેસ) એક થઇ ગઈ છે.
सूत्रों के मुताबिक़ IB की रिपोर्ट आई है कि गुजरात में आम आदमी की सरकार बन रही है। आम आदमी पार्टी को हराने के लिए अब दोनों पार्टियाँ एक हो गई हैं। https://t.co/ahKmeeZrf7
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 2, 2022
જોકે, યુઝરોએ આ વાત પણ ગંભીરતાથી લીધી ન હતી અને ઉપરથી પ્રશ્નો કર્યા હતા. આઈબી જેવી એજન્સી એક રાજ્યના મુખ્યમંત્રીને શું કામ રિપોર્ટ કરે એવા પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
How come IB of Gujarat reporting to the mayor of Delhi?
— Aakash Verma ಆಕಾಶ್ ವರ್ಮ 🇮🇳 (@vermaaakash10) October 2, 2022
Dear @CMOGuj – please take a note of his claim. Drag him to the court if required, don’t let him go unpunished.#ShootAndScoot https://t.co/3CSifPpOAi
જોકે, આ પ્રકારની અધ્ધરતાલ વાત કરવી એ કેજરીવાલ માટે જાણે નિયમિત પ્રક્રિયા બની ગઈ છે. અગાઉ તેમણે એવો દાવો કર્યો હતો કે, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેમના પદ પરથી હટાવી રહી છે. જોકે, એ વાત કલ્પના હતી એ કલ્પના જ રહી ગઈ. ભાજપ સીઆર પાટીલના નેતૃત્વમાં જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.
गुजरात में भाजपा बुरी तरह से आम आदमी पार्टी से घबरायी हुई है। सूत्रों के मुताबिक़ जल्द ही गुजरात के भाजपा प्रदेश अध्यक्ष C R पाटिल को हटाया जा रहा है। क्या भाजपा इतनी ज़्यादा डरी हुई है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 23, 2022