પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. તેમની સામે શનિવારે (1 ઓક્ટોબર, 2022) ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. અધિક જિલ્લા અને સેશન્સ જજ જેબા ચૌધરી વિશે વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મરગલ્લા પોલીસ સ્ટેશનના એરિયા મેજિસ્ટ્રેટે ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મહિલા ન્યાયાધીશને ધમકી આપવા બદલ ઈસ્લામાબાદ સદર મેજિસ્ટ્રેટ અલી જાવેદની ફરિયાદ પર ઈમરાન ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
Pakistan | A magistrate of Islamabad's Margalla police station issued arrest warrant against PTI chief Imran Khan related to a case registered on August 20 for his remarks regarding Additional District & Sessions Judge Zeba Chaudhry, reports Pakistan's Geo News
— ANI (@ANI) October 1, 2022
(File Pic) pic.twitter.com/nyvVuQ4RY7
એફઆઈઆરમાં પાકિસ્તાન પીનલ કોડ (પીપીસી) ની ચાર કલમો આવરી લેવામાં આવી છે – 506 (ગુનાહિત ડરાવવા માટેની સજા), 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદા સાથે ઈરાદાપૂર્વક અપમાન), 189 (જાહેર સેવકને ઈજાની ધમકી આપવી), અને 188 (લોકસેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનો અનાદર) અને આતંકવાદ વિરોધી અધિનિયમની કલમ 7 અને કલમ 144 નું ઉલ્લંઘન.
નોંધનીય છે કે ઈમરાન ખાન વિરુદ્ધ આ વોરંટ તેમના સોગંદનામું રજૂ કર્યાના થોડા કલાકોમાં આવ્યું છે. આ એફિડેવિટમાં તેમણે કહ્યું છે કે 20 ઓગસ્ટે ઈસ્લામાબાદમાં યોજાયેલી રેલીમાં ખાને પોતાની મર્યાદા વટાવી દીધી હોવાનું જણાય છે.
આ એફિડેવિટમાં ઈમરાન ખાને કોર્ટને ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં એવું કંઈ નહીં કરે જેનાથી કોઈપણ કોર્ટ અને ન્યાયતંત્રની, ખાસ કરીને નીચલા ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચે. ઈમરાને એમ પણ કહ્યું છે કે છેલ્લી સુનાવણીમાં તેણે કોર્ટ સમક્ષ જે પણ કહ્યું છે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. કોર્ટના સંતોષ માટે તે આ અંગે આગળની કાર્યવાહી કરવા તૈયાર છે.
આરોપ છે કે ઈમરાન ખાને 20 ઓગસ્ટે ઈસ્લામાબાદમાં યોજાયેલી રેલીમાં પોતાના ભાષણમાં ઘણી વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના આધારે તેની સામે આતંકવાદ વિરોધી અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેની સામે અન્ય કલમો ઉમેરવામાં આવી હતી.