પોતાના આંતરિક વિવાદોના વાવાઝોડામાં ફસાયેલી રાજસ્થાન કોંગ્રેસની રાજકીય લડાઈ હવે વિશ્વાસુ વિરુદ્ધ ગદ્દાર સુધી પહોંચી ગઈ છે. રાજસ્થાન કોંગ્રેસમાં વાકયુદ્ધ આટલાં નીચા સ્તરે પહોંચી જશે કોઈએ તેની કલ્પના પણ કરી ન હતી કે રાજસ્થાનનાં કોંગ્રેસી નેતાઓએ જાહેરમાં એક બીજાને ગદ્દાર, દલાલ કહ્યા હોવાનું નજરે જોવા મળ્યું. ગત રાત્રે પાયલોટ જૂથના ધારાસભ્ય વેદ સોલંકીએ જે રીતે RTDCના ચેરમેન ધર્મેન્દ્ર રાઠોડ પર દલાલીનો આરોપ લગાવ્યો હતો. આજે ધર્મેન્દ્ર રાઠોડે સોલંકીને આવો જ જવાબ આપ્યો હતો. ધર્મેન્દ્ર રાઠોડે કહ્યું છે કે સચિન પાયલટ કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટો ગદ્દાર છે અને તે પોતે પણ સૌથી મોટા વફાદાર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાયલોટ જૂથના ધારાસભ્ય સોલંકી ભાજપના પ્રદેશ પ્રમુખને મળ્યા હતા. રાજસ્થાનનાં કોંગ્રેસી નેતાઓએ જાહેરમાં એક બીજાને ગદ્દાર, દલાલ ના પડઘા છેક કોંગ્રેસના હાઈકમાંડ સુધી પહોંચ્યા હતા.
મળતા મીડિયા અહેવાલો મુજબ રાઠોડે કહ્યું હતું કે જે રીતે સચિન પાયલોટે માનેસર જઈને કોંગ્રેસની સરકારને ગબડાવવા માટે અમિત શાહ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું, એ જ રીતે જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે સોલંકીએ સતીશ પુનિયા સાથે હાથ મિલાવ્યો હતો. ધર્મેન્દ્ર રાઠોડે બંને નેતાઓની બેઠકના સીસીટીવી ફૂટેજ જાહેર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી સમયે આ બેઠક બતાવી રહી છે કે વેદ સોલંકી કેવી રીતે પક્ષ સાથે દગો કરી રહ્યા છે. ધર્મેન્દ્ર રાઠોડે એમ પણ કહ્યું હતું કે આખો ખેલ કહી રહ્યો છે કે કોણ વફાદાર છે અને કોણ દેશદ્રોહી છે.
#Jaipur: @DRathore_INC से ज़ी मीडिया की खास बातचीत, क्या कुछ कहा सुनिए @INCRajasthan @GovindDotasra @ashokgehlot51 @pareek12sushant #RajasthanWithZee pic.twitter.com/bFtMKx5OUL
— ZEE Rajasthan (@zeerajasthan_) September 29, 2022
વધુમાં તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રત્યે વફાદાર છે અને મરતા સુધી વફાદાર રહેશે. અશોક ગેહલોત પ્રત્યેની તેમની વફાદારીના કારણે તેમને દરેક વખતે નિશાન બનાવવામાં આવે છે. આવકવેરાની નોટિસ આપવામાં આવી હશે અને પાર્ટીએ જ તેમને અનુશાસનહીનતાના આરોપમાં ખુલાસો માંગતી નોટિસ જારી કરી છે. ધર્મેન્દ્ર રાઠોડે કહ્યું કે ગમે તે થાય, કોઈપણ પ્રકારનું ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ તેઓ અશોક ગેહલોતના હનુમાન છે અને હંમેશા રહેશે. પ્રભારી અજય માકનની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે જો તેમના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તો પાર્ટીએ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને જો તેઓ દોષિત ઠરે તો તેમની સામે પગલાં લેવા જોઈએ.
રાજસ્થાનના નેતાઓને દિલ્હીની ચેતવણી
આ બધીજ ઉથલપાથલ વચ્ચે વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોતાના તમામ નેતાઓ માટે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી અનુસાર કોંગ્રેસના દરેક નેતાને પાર્ટીના કોઈપણ નેતા વિરુદ્ધ કે પાર્ટીની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાની મનાઈ કરવામાં આવી છે. પાર્ટીએ કહ્યું છે કે જો કોઈ નેતા આવું કરતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
#RajasthanPoliticalCrisis | Congress advises all leaders of the party to “refrain from making public statements against any other leaders or about Party’s internal matters.” The party also warns of “strict disciplinary action” if any violation of this advisory is made. pic.twitter.com/3lejUCcufO
— ANI (@ANI) September 29, 2022
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની એડવાઈઝરી વાંચે છે, “અમે નોંધ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટીની આંતરિક બાબતો અને અન્ય નેતાઓ વિરુદ્ધ રેટરિક કરી રહ્યા છે. આવા નેતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પક્ષ વિશે જાહેરમાં અને પક્ષની આંતરિક બાબતો પર નિવેદનો કરવાથી દૂર રહે. આ એડવાઈઝરીમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ આ એડવાઈઝરીનું ઉલ્લંઘન કરતું જોવા મળશે તો તેની સામે કોંગ્રેસના બંધારણ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.