ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી ગુમ થયેલી સકીના એક વર્ષ બાદ પ્રિયા બનીને મળી આવતાં પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને જયારે તેણે કહ્યું કે “હું હિંદુ બનીને ખુશ છું, ફરી સકીના નથી બનવું” ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ જે સકીનાને એક વર્ષ શોધી રહી હતી. તે હવે બીજા લગ્ન કરીને પ્રિયા બની ગઈ હતી. સકીનામાંથી પ્રિયા બનેલી સકીના ઉર્ફે પ્રિયાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પૂર્વ પતિ તેને પ્રતાડિત કરતો હતો, તેથી તે તેના સાસરિયાના ઘરેથી ભાગી ગઈ અને ફરીથી લગ્ન કરી લીધા. પ્રિયા બનેલી સકીનાએ કહ્યું હતું કે હું હિંદુ બનીને ખુશ છું, ફરી સકીના નથી બનવું
વાસ્તવમાં સકીના 2021માં સોનાલી કોતવાલીથી તેના સાસરિયાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેને શોધવા માટે, જ્યારે પોલીસે 2022 માં ‘ઓપરેશન તલાશ’ શરૂ કર્યું, ત્યારે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ જે સકીનાને શોધી રહી હતી જયારે તે મળી તો તે સકીનાથી પ્રિયા બની ગઈ હતી.
રિપોર્ટ્સ અનુસાર, આ મામલો વર્ષ 2021નો છે . પોલીસ સકીનાને શોધી રહી હતી, જે છેલ્લા એક વર્ષથી તેના સાસરિયાના ઘરેથી ગુમ થઈ હતી. મુલાકાત બાદ સકીના ઉર્ફે પ્રિયાએ પોલીસને જણાવ્યું કે 2020માં તેના લગ્ન તેના જ સંબંધી અબ્દુલ સાથે થયા હતા. લગ્નના થોડા મહિના પછી અબ્દુલે તેનો અસલ રંગ બતાવવા લાગ્યો હતો, તે રોજ કોઈને કોઈ વાતે સકીના સાથે ઝઘડો કરીને તેની મારઝૂડ કરતો હતો.
સકીનાએ અબ્દુલને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પરિસ્થિતિ બદલાઈ ન હતી. આ અંગે તેણે તેના પરિવારજનોને અનેકવાર ફરિયાદ પણ કરી હતી. પરંતુ દરેક વખતે સમાજ અને આબરૂના નામે તેને ચૂપ કરવી દેવામાં આવતી હતી. છેવટે કંટાળીને સકીનાએ જાન્યુઆરી 2021 માં અબ્દુલનું ઘર છોડી દીધું. 2 ફેબ્રુઆરી 2021ના રોજ સોનાલી કોતવાલીમાં તેની ગુમ થવાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી.
સકીના તેના ઘરથી લગભગ 33 કિલોમીટર દૂર બરગડવા વિસ્તારમાં રહેવા લાગી હતી. અહીં તે તેની પડોશમાં રહેતા પંકજ નામના છોકરાને મળી હતી. પંકજ એ જ શહેરમાં એક દુકાનમાં કામ કરે છે. સકીનાના પંકજ સાથે લગ્ન કરીને તેની સાથે રહેવા લાગી હતી. લગ્ન પહેલા સકીનાએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. સકીનાએ પોતાનું નામ પણ બદલી નાખ્યું અને તે હવે હિંદુ પ્રિયા બનીને પંકજ સાથે રહેવા માંગે છે.