પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન હાલ તેના પ્રસંશકોના નિશાના પર છે. રિઝવાને એટલી મોટી ભૂલ કરી નાખી કે હવે તેના પોતાના દેશમાં તેની આલોચના થઈ રહી છે, વાસ્તવમાં ક્રિકેટર મોહમ્મદ રીઝવાને પાકિસ્તાની ઝંડાનું અપમાન કર્યું હોય તેવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે પોતાના પ્રશંશકોને ઓટોગ્રાફ આપવામાં એટલો મગન થઈ ગયો કે તેણે પાકિસ્તાની ઝંડાને પોતાના પગથી ઊંચકી લીધો હતો અને આ તમામ ઘટના કોઈએ કેમેરામાં કંડારી લીધી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી.
વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં પાકિસ્તાની લોકો મોહમ્મદ રિઝવાનની આલોચના કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેને ટોણો મારતા કહ્યું હતું કે જેને તેની પોતાની ઈજ્જતની નથી પડી તે દેશની ઈજ્જતની પરવા કેમ કરશે? એક સમયે જે લોકો રિઝવાનને પસંદ કરતા હતા, તેના પ્રશંશક હતા એ જ લોકો આજે રિઝવાનને આવળે હાથે લઈ રહ્યા છે.
Mohammad Rizwan raised the flag with his feet#ihaterizwan#countryfirst
— Shivam Rajvanshi (@social_timepass) September 27, 2022
.
.
.
.
.
Credit @khelshel pic.twitter.com/AN3LG6L5RD
ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ બાદ ઘટિ આ ઘટના
ટી ટવેન્ટી બલ્લેબાજ રિઝવાન સાથે આ ઘટના ચોથા મેચ બાદ થઈ છે. વીડિયોમાં ચોખ્ખું નજરે પડે છે કે પ્રશંકો દૂરથી જ રિઝવાનને ટીશર્ટ ટોપી અને અન્ય વસ્તુઓ ફેંકીને આપી રહ્યા છે. જેના પર રિઝવાન પોતાનો ઓટોગ્રાફ આપી રહ્યો છે. આ બધા વચ્ચે જ એક પાકિસ્તાની ફેન ઝંડો પણ ફેકે છે રિઝવાન તેને કેચ કરે છે અને તેના પર ઓટોગ્રાફ આપે છે, જે દરમિયાન અડધો ઝંડો તેના પગ પર લટકી જાય છે.
પ્રશંશકોને ઓટોગ્રાફ આપવામાં રિઝવાન એટલો ખોવાઈ જાય છે કે તે પોતાના દેશના ઝંડા પર ધ્યાન જ નથી આપતો, અને તેની ઉપર જ ઓટોગ્રાફ આપી દે છે. જ્યારે રિઝવાન જવા લાગે છે તો એ બધી જ વસ્તુઓને સમેટતી વખતે નીચે પડેલા ઝંડા ને પોતાના પગથી ઊંચકે છે, અને આ તમામ ઘટના કેમેરામાં કેમ થઈ ગઈ હતી.
World No.1 batsman Mohammad Rizwan signing autographs for his fans 😍#PAKvENG | #Cricket | #Pakistan | #MohammadRizwan | #Karachi | #UKsePK pic.twitter.com/yikk93xjiN
— Khel Shel (@khelshel) September 26, 2022
વિડીયો વાયરલ થયા બાદ રિઝવાનને પોતાના જ દેશના પોતાના જ પ્રશંશકો દ્વારા આલોચના સહન કરવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ઇંગ્લેન્ડ સાથે સાત મેચોની T20 સિરીઝ રમી રહ્યું છે, ચાર મેચો પૂરી થયા બાદ સીરીઝ 2-2 ની બરાબરી પર છે. દરમિયાન રિઝવાને ચાર પારીઓમાં 141.57 ના સ્ટ્રાઈકથી 252 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે પહેલા જ આ શ્રેણીમાં ત્રણ અડધી સદીઓ મારી ચૂક્યો છે.