Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભારત માતાકી જય'ના નારા સાથે ગુલામ નબીએ નવી પાર્ટીના 'શ્રી ગણેશ' કર્યા,...

    ‘ભારત માતાકી જય’ના નારા સાથે ગુલામ નબીએ નવી પાર્ટીના ‘શ્રી ગણેશ’ કર્યા, ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું નામ: કહ્યું- ધારા 370 પાછી ન લાવી શકાય

    કોંગ્રેસ છોડીને આવેલા વરિષ્ઠ નેતાએ જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલાં નવો પક્ષ સ્થાપી નવી ઇનિંગની શરૂઆત કરી.

    - Advertisement -

    કોંગ્રેસમાંથી આઝાદ થયેલા ગુલામ નબી આઝાદે નવી પાર્ટી જાહેરાત કરી દીધી છે, સાથે જ તેમણે તેમના નવા રાજકીય પક્ષનું નામ અને ધ્વજની પણ જાહેરાત કરી હતી. આજે (સોમવાર 26-9-2022) ના રોજ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે બનાવેલી પોતાની નવી પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ (ડીએપી) રાખ્યું છે.

    જમ્મુમાં ‘ભારત માતા કી જય’ના નારા સાથે નવી પાર્ટીની જાહેરાત કરતા આઝાદે કહ્યું કે તેમની પાર્ટીની વિચારધારા તેમના નામ જેવી જ હશે અને તેમાં તમામ બિનસાંપ્રદાયિક લોકોને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે નવી પાર્ટીના એજન્ડામાં જમ્મુ અને કાશ્મીર માટે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને સ્થાનિક લોકો માટે જમીન અને નોકરીનો અધિકાર મેળવવાનો સંઘર્ષ પણ સામેલ છે.

    પાર્ટીના નામ અંગે પત્રકારો સાથે વાત કરતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે પાર્ટીના નામ માટે તેમને જમ્મુ-કાશ્મીરમાંથી 1500થી વધુ સૂચનો મોકલવામાં આવ્યા હતા. જેમાં ઉર્દૂથી લઈને સંસ્કૃત સુધીના નામો સામેલ હતા. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પાર્ટીનું નામ લોકતાંત્રિક, શાંતિપૂર્ણ અને સ્વતંત્ર હોય. આથી તેનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખવામાં આવ્યું છે.

    - Advertisement -

    પાર્ટીમાં આઝાદ શબ્દનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે તે તેમના નામ સાથે જોડાયેલ નથી. તેનો અર્થ છે સ્વતંત્રતા. તેમણે કહ્યું કે તેમની પાર્ટી એક મુક્ત લોકતાંત્રિક પાર્ટી હશે, જે સામાન્ય લોકો સાથે જોડાયેલી હશે. આગળ તેમણે કહ્યું કે રાજનીતિમાં કોઈ દુશ્મન નથી હોતા, પરંતુ નીતિઓને લઈને મતભેદ માત્ર હોય છે.

    ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ 370 પર પણ પોતાનો અભિપ્રાય આપી ચૂક્યા છે. આ બાબતે તેઓએ કહ્યું છે કે આ કલમ પરત લાવી શકાતી નથી કારણ કે તેના માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. તેમણે વિસ્થાપિત કાશ્મીરીઓના પુનર્વસનની પણ વાત કરી હતી.

    નોંધનીય છે કે આ વર્ષે 26 ઓગસ્ટના રોજ તેમણે કોંગ્રેસ પાર્ટી સાથેના તેમના પાંચ દાયકા જૂના સંબંધોને તોડી નાખ્યા હતા. પાર્ટીમાંથી રાજીનામું આપતા તેમણે કોંગ્રેસની દુર્દશા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. આ વર્ષે માર્ચમાં ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ગુલામ નબી આઝાદ જેમણે 1973 માં ડોડા જિલ્લાની ભાલેસા બ્લોક કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે રાજકારણની શરૂઆત કરી, પછીથી યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને 1980 માં મહારાષ્ટ્રમાંથી પ્રથમ વખત સંસદીય ચૂંટણી જીત્યા હતા. 1982માં તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા અને ત્યારબાદ 2005માં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં