દિલ્હીમાં સીલમપુર વિસ્તારમાં એક 12 વર્ષીય છોકરા સાથે ગેંગરેપ મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક સગીરોએ છોકરા સાથે રેપ કરી તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાંખી દીધો હતો. આરોપીઓમાં તમામ સગીરો છે, જેમાંથી બેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટના 18 સપ્ટેમ્બર (રવિવાર)ની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિત અને આરોપીઓ એક જ સમુદાયના છે અને તમામ ઉત્તર-પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહે છે. ઉપરાંત, આરોપીઓ એક જ વયજૂથના (10-12 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. તેમજ એ પણ સામે આવ્યું છે કે આરોપીઓમાંથી એક પીડિત બાળકનો પિતરાઈ ભાઈ હતો.
કેસ વિશે વાત કરતાં નોર્થ ઇસ્ટના ડીસીપી સંજય સૈને જણાવ્યું હતું કે, “આ મામલે સીલમપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે અને બે સગીર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ આરોપી પણ સગીર જ હોવાનું જાણવા મળ્યું છે.”
Delhi | In the case of sexual harassment with a minor in the New Seelampur area, the team of Seelampur police station registered an FIR under POCSO Act and other sections and arrested 2 minors. Search for the third accused minor is underway:DCP North East, Sanjay Sain
— ANI (@ANI) September 26, 2022
(file pic) pic.twitter.com/kDMYnYglj8
કેસની વધુ વિગતો અનુસાર, આ મામલો ઘટના બની ગયાના ચાર દિવસ પછી એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ પોલીસના ધ્યાનમાં આવ્યો હતો. પોલીસને દિલ્હીની LNJP હોસ્પિટલ તરફથી બાળકને દાખલ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસની એક ટીમ હોસ્પિટલ પર પહોંચી હતી અને બાળકના માતા-પિતા સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમણે કંઈ પણ જણાવવાનો ઈનકાર કરી દીધો હતો.
દિલ્હીમાં સગીર છોકરા સાથે ગેંગરેપ મામલે પોલીસે જણાવ્યું કે, 24 સપ્ટેમ્બર સુધી પરિવારે કોઈ નિવેદન આપ્યું ન હતું, ત્યારબાદ ‘સખી’ કાઉન્સિલરને પીડિત બાળકની માતા પાસે મોકલતાં તેમણે તેમના પુત્ર સાથે બનેલી ઘટના અંગે જાણકારી આપી હતી અને આરોપીઓ વિશે પણ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આઇપીસીની કલમ 377 અને 34 તથા પોક્સો એક્ટની કલમ 6 હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
દિલ્હી મહિલા આયોગે પણ આ બાબતનું સંજ્ઞાન લીધું છે તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે દિલ્હી પોલીસને નોટીસ પણ જારી કરવામાં આવી છે. દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલે આ બાબતની જાણકારી આપી હતી.
12 साल के लड़के से बलात्कार के मामले में दिल्ली पुलिस को नोटिस जारी किया है. सभी आरोपी जल्द से जल्द गिरफ्तार हों और बच्चे को न्याय मिले. pic.twitter.com/352eWsL1pD
— Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022
અહીં એ પણ નોંધવું જોઈએ કે દિલ્હીનો સીલમપુર વિસ્તાર અગાઉ 2020ના હિંદુવિરોધી તોફાનો અને ઇસ્લામિક હિંસા બાદ અવારનવાર ચર્ચામાં રહ્યો છે. 2020માં આ વિસ્તારમાં સીએએના વિરોધ પ્રદર્શનની આડમાં આ વિસ્તારમાં હિંદુવિરોધી હિંસા થઇ હતી અને જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.