Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયોગી સરકારે 33 વર્ષ જૂના કોંગ્રેસી સરકારના આદેશને રદ કર્યો: મઝહબી કાર્યોના...

    યોગી સરકારે 33 વર્ષ જૂના કોંગ્રેસી સરકારના આદેશને રદ કર્યો: મઝહબી કાર્યોના બહાને વક્ફના નામે થયેલી ગેરકાયદેસર મિલકતોનો સરવે થશે

    ઉત્તર પ્રદેશ સરકારે પોતાના નવા આદેશમાં કહ્યું છે કે 7 એપ્રિલ, 1989થી અત્યાર સુધી વક્ફ બોર્ડની પડતર, નકામી અથવા અન્ય જમીન જેનો કોઈ રેકોર્ડ નથી તે જમીનોની માહિતી એકત્ર કરવામાં આવશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વક્ફ બોર્ડ સંબંધિત મહેસૂલ વિભાગના 33 વર્ષ જૂના કોંગ્રેસી સરકારના આદેશને રદ કર્યો છે. આ આદેશની સાથે સરકારે વક્ફ બોર્ડની મિલકતોનો સર્વે કરીને એક મહિનામાં રેકર્ડ (રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલ) જાળવવા પણ આદેશ આપ્યો છે.

    વાસ્તવમાં લઘુમતી કલ્યાણ વિભાગે વર્ષ 1989માં તત્કાલીન સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ સામે વાંધો ઉઠાવતા તેને રદ્દ કરવાનો રિપોર્ટ મોકલ્યો હતો. આ અહેવાલને સ્વીકારીને રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કર્યો છે.

    ઉત્તર પ્રદેશ સરકારે પોતાના નવા આદેશમાં કહ્યું છે કે 7 એપ્રિલ, 1989થી અત્યાર સુધી વક્ફ બોર્ડની પડતર, નકામી અથવા અન્ય જમીન જેનો કોઈ રેકોર્ડ નથી તે જમીનોની માહિતી એકત્ર કરવામાં આવશે, તેમજ વક્ફ બોર્ડની તમામ મિલકતોની નોંધણી ઉત્તર પ્રદેશ વકફ એક્ટ 1960 લાગુ કરીને કરવામાં આવશે.

    - Advertisement -

    વાસ્તવમાં સરકાર એ જાણવા માંગે છે કે વક્ફ પ્રોપર્ટીના રેકોર્ડમાં કબ્રસ્તાન, મસ્જિદ, ઇદગાહ જેવી મિલકતો યોગ્ય સ્થિતિમાં છે કે નહીં.

    શું હતો કોંગ્રેસ સરકારનો આદેશ

    ઉત્તર પ્રદેશની તત્કાલીન કોંગ્રેસ સરકારે 7 એપ્રિલ 1989ના રોજ એક આદેશ જારી કર્યો હતો કે જો સામાન્ય મિલકત ઉજ્જડ, ભીટા, ઉસર વગેરે જમીનનો વકફ (મસ્જિદ, કબ્રસ્તાન, ઇદગાહ વગેરે) તરીકે ઉપયોગ થતો હોય તો તેને વક્ફ મિલકત તરીકે નોંધવામાં આવે અને ત્યારબાદ તેનું સીમાંકન કરવામાં આવશે.

    કોંગ્રેસ સરકારના આ આદેશને કારણે ઉત્તર પ્રદેશની લાખો હેક્ટર બંજર, ભીટા, ઉસર જમીન વકફ મિલકત તરીકે નોંધવામાં આવી હતી. એટલે કે કોંગ્રેસ સરકારના આદેશથી કરોડો રૂપિયાની સરકારી જમીન સીધી વકફ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

    આદેશ બાદ શું તકલીફ ઉભી થઇ?

    નોંધનીય છે કે વક્ફ બોર્ડ દેશમાં ત્રીજા નંબરનું સૌથી મોટું જમીન માલિક છે. ઉત્તર પ્રદેશ સહિત દેશના દરેક રાજ્યોમાં હજારો એકર જમીન સહિત કરોડોની સંપત્તિ વકફ બોર્ડના કબજામાં છે. આમાંથી ઘણી મિલકતો એવી પણ છે કે જેના પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.

    એટલું જ નહીં કોંગ્રેસ સરકારના આ 33 વર્ષ જૂના આદેશને કારણે પહેલા સરકારી જમીનો વકફ બોર્ડના નામે નોંધવામાં આવી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ત્યારબાદ, આ જમીનો વેચીને રહેણાંક વસાહતોમાં વિકસાવવામાં આવી હતી.

    1989 થી તમામ વક્ફ મિલકતોનો સર્વે

    જોકે હવે ઉત્તર પ્રદેશમાં વર્ષ 1989 થી અત્યાર સુધીની તમામ વકફ મિલકતોનો સર્વે કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો આ સર્વેક્ષણમાં, વકફ બોર્ડના નામે કોઈ જમીનનો ગેરકાયદેસર કબજો અથવા જમીનના વેચાણની બાબત ધ્યાન પર આવશે તો યોગી સરકાર તેના પર કાર્યવાહી કરી શકે છે.

    રાજ્ય સરકારના આ નિર્ણય પર લઘુમતી કલ્યાણ રાજ્ય મંત્રી દાનિશ આઝાદ અંસારીએ કહ્યું છે કે આ એક સામાન્ય વિભાગીય પ્રક્રિયા છે. આ સર્વેને અન્ય વકફ મિલકતો સાથે કોઈ લેવાદેવા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં