ઉત્તર પ્રદેશમાં એક હોટેલમાં એક શાકાહારી ડોક્ટર અને તેમના પરિવારને નોનવેજ સૂપ પીરસવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આરોપ છે કે હોટેલના વેઈટર મોહમ્મદ આઝમે આ સૂપ પીરસ્યું હતું. જે બાદ હોટેલે માફી માંગી અને વેઈટરને કાઢી મૂક્યો હતો.
क्या हो अगर जब आप पूरी तरह से शाकाहारी हैं और आपको कोई मांसाहारी सूप पिला दे? कुछ ऐसा ही हुआ है बरेली के एक जाने-माने होटल में कुछ डॉक्टरों के साथ। पढ़िए पूरी ख़बर।#Bareilly #Vegeterian #NonVeg https://t.co/7xdtgoi4kj
— UP Tak (@UPTakOfficial) September 23, 2022
આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલીની છે. અહીં એપેક્સ હોસ્પિટલના ડોક્ટર મયંક રસ્તોગી તેમના પરિવાર અને કેટલાક સબંધીઓ સાથે શહેરની સ્વર્ણ ટાવર હોટેલમાં ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં ભોજન દરમિયાન તેમણે સૂપ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર આપ્યા પછી થોડી જ વારમાં હોટલનો વેઈટર સૂપ લઈને તેની પાસે પહોંચ્યો. તેણે દરેકને સૂપ પીરસ્યું.
જે પછી બધાએ સૂપ પીધું. ચૂસકી લેતી વખતે તેને સૂપના સ્વાદમાં થોડો ફરક લાગ્યો. જેના પર તેમને થોડી શંકાગઈ હતી. તેમણે તરત જ વેઈટરને બોલાવીને પૂછ્યું કે શું સૂપ માંસાહારી છે. જેના પર વેઈટર મોહમ્મદ આઝમે સ્વીકાર્યું હતું કે સૂપ માંસાહારી છે.
ડોક્ટરે વીડિયો બનાવી શેર કર્યો
વેઈટર મોહમ્મદ આઝમે કહ્યું કે ભૂલથી તેણે જ તે સૂપ તેમને બીજા કેટલાક ઓર્ડર સાથે આપી દીધો હતો. ડૉક્ટરે આ વાત પર લાંબા સમય સુધી હોબાળો મચાવ્યો હતો. જે પછી મયંકે તેનો વીડિયો બનાવીને શેર કર્યો હતો.
बरेली के एक होटल में खाना परोसने वाले मुहम्मद आजम ने एक डॉक्टर फैमिली को शाकाहारी की जगह नानवेज सूप पीला दिया जिसके बाद बवाल मच गया pic.twitter.com/BBCEbXunqx
— Tushar Srivastava (@TusharSrilive) September 22, 2022
જોકે, તેણે આ અંગે પોલીસને જાણ કરી ન હતી. હંગામો મચાવ્યા બાદ હોટલ મેનેજમેન્ટે વેઈટરને હટાવી દીધો હતો.
હોટલે માંગી માફી
ભારે હોબાળો બાદ હોટલ મેનેજમેન્ટે ડોકટરોની હાથ જોડીને માફી માંગી હતી અને આ સમગ્ર ઘટના અંગે લેખિત માફી માંગીને હંગામોમાંથી મુક્તિ મેળવી હતી.
જો કે મીટીંગમાં હાજર તબીબોએ હોટલ મેનેજમેન્ટ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી. મેનેજમેન્ટ તરફથી લેખિતમાં માફી મંગાયા બાદ હવે ડોકટરો તેને સાદી ભૂલ માની રહ્યા છે. ગ્રાહકની માફી માંગવા ઉપરાંત હોટલે તાત્કાલિક જ આરોપી વેઈટર મોહમ્મદ આઝમને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.
બરેલીમાં જ શાકભાજીની લારી ચલાવતો શરીફ કરતો હતો શાકભાજી પર પેશાબ
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા બરેલીમાંથી જ સ્થાનિકોએ એક એવા શાકભાજીવાળાને શરીફને પકડ્યો હતો જે પોતે શાકભાજી પર પેશાબ કરીને પછી તે શાકભાજી વેચતો હતો.
एक इंसान कितनी हद तक गिर सकता है, इस वीडियो में देखा जा सकता है. सब्जी पर पेशाब करके बेचने जा रहा था मुस्लिम बुजुर्ग. अगर वीडियो न बनता तो यही सब्जियां घरों में पहुंचती.
— Sudhanshu Gaur (@SudhanshuGaur24) September 17, 2022
मामला यूपी के बरेली का है. जनाब अब पुलिस की गिरफ्त में हैं. @bareillypolice
देखें वीडियो – pic.twitter.com/1x4Fs5pYvg
તે ઘટનાનો પણ વિડીયો વાઇરલ થયો હતો અને ધ્યાને આવ્યું હતી કે શાકભાજીની લારીવાળો શરીફ પહેલા શાકભાજી પર પેશાબ કરતો અને બાદમાં હિન્દૂ સોસાયટીઓમાં એ શાકભાજી વેચતો હતો. બાદમાં ફરિયાદ થતા તેને પોલીસ દ્વારા જડપી લેવામાં આવ્યો હતો.